Just In
Paytm પર ચેક કરો ટ્રેનનું લોકેશન અને PNR સ્ટેટસ, ફોલો કરો સ્ટેપ્સ
આખી દુનિયા હવે ડિજિટલ થઈ ચૂકી છે. બેન્કથી લઈને પોસ્ટ સુધીના બધા જ મહત્વના કામ હવે ટેક્નોલોજીને પ્રતાપે ઘરે બેઠા બેઠા આંગળીને ટેરવે કરી શકાય છે. ટ્રેન, ફલાઈટ કે બસની ટિકિટ પણ ચપટી વગાડતા સ્માર્ટફોન દ્વારા થાય છે. વેબસાઈટ હોય કે મોબાઈલ એપ તમે સ્માર્ટ ફોન દ્વારા ટિકિટ બુક તો કરી જ શકો છો, સાથે જ ટિકિટનું સ્ટેટસ પણ સેકન્ડસમાં મેળવી શકો છો. પેટીએમ, ફોન પે અને આવી બીજી ડિજિટલ પેમેન્ટ એપ્સ પણ હવે આ પ્રકારની સુવિધાઓ પોતાના યુઝર્સને આપે છે.

ભારતીય ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ પર યુઝર્સ ટિકિટ બુકિંગ કરી શકે છે, સાથે PNR સ્ટેટસ અન ટ્રેનનું લાઈવ સ્ટેટસ પણ એપ પર જ જાણી શકે છે. આ માટે બસ તમારી પાસે તમારી ટ્રેનનું નામ, નંબર અને PNR સ્ટેટસ જાણવું હોય તો PNR નંબર હોવો જરૂરી છે. ચાલો, આટલી માહિતીનો ઉપયોગ કરીને પેટીએમ પરથી લાઈવ ટ્રેનનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય, તે જાણી લઈએ.
ટ્રેક કરો ટ્રેનનું લાઈવ સ્ટેટસ
IRCTCની કોઈ પણ ટ્રેનનું સ્ટેટસ એટલે કે ટ્રેન ક્યાં પહોંચી છે, તે પેટીએમ એપ પર જાણી શકાય છે. એટલું જ નહીં, આગામી સ્ટેશન પર ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે, ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતા કેટલી લેટ છે, કેટલા વાગે આગામી સ્ટેશન પર પહોંચશે અને તમારું ડેસ્ટીનેશન કેટલા વાગે આવશે, તે પણ જાણી શકાય છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં પેટીએમ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે સ્ક્રોલ ડાઉન કરીને ટ્રેઈન ટિકિટ્સ સેક્શનમાં જાવ.
સ્ટેપ 3: ટ્રેન સ્ટેટસ નામના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહીં તમારે ટ્રેનનું નામ અને નંબર એડ કરવાનો છે.
સ્ટેપ 5: હવે તમારું બોર્ડિંગ સ્ટેશન સિલેક્ટ કરો.
સ્ટેપ 6: અહીં તમને ચેક લાઈવ સ્ટેટસ નામનું બટન મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 7: સ્ક્રીન પર તમને ટ્રેનનો અરાઈવલ ટાઈમ અને પ્લેટફોર્મ બંને દેખાશે.
PNR સ્ટેટસ આ રીતે કરો ચેક
PNR એટલે કે Passenger Name Record એવો નંબર છે, જે ટ્રેન ટિકિટ અંગેની આપણી માહિતી દર્શાવે છે. આ નંબર પરથી જે ટ્રેનમા ટ્રાવેલ કરવાનું છે તેનો અરાઈવલ અને ડિપાર્ચર સમય, કોચ નંબર, સીટ નંબર, ચાર્ટ સ્ટેટસ, ટ્રેનનું નામ, ટ્રેનનો નંબર, ટિકિટનું બુકિંગ સ્ટેટસ, હાલનું સ્ટેટસ, જર્ની ટાઈમ અને ભાડું એમ બધી જ માહિતી મળી જાય છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં પેટીએમ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટિકિટ બુકિંગ સેક્શનમાં જઈને ટ્રેન ટિકિટ્સ નામના વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે તમારે ચેક PNR વિકલ્પ પસંદ કરવાનો છે.
સ્ટેપ 4: અહીં તમારો 10 આંકડાનો PNR નંબર એન્ટર કરો.
સ્ટેપ 5: આટલું કર્યા બાદ ચેક નાવ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે તમને સ્ક્રીન પર ટ્રેનને લગતી બધી જ માહિતી મળી જશે.
આ સાથે જ મુસાફરો પેટીએમની ઓફિશિયલ એપ પર જઈને પણ ટ્રેનનું લાઈવ સ્ટેટસ અને પીએનઆર સ્ટેટસ ચેક કરી શકે છે. આ માટે પણ તમારે બસ ટ્રેનનો નંબર અથવા નામ અને PNR નંબર હાથવગો રાખવો પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470