Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Passport માટે ઘરે બેઠા કરો અરજી, ઓનલાઈન માત્ર આટલું કરો
પાસપોર્ટ દરેક દેશના નાગરિક માટે એક મહત્વનો દસ્તાવેજ હોય છે. વિદેશ પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ખૂબ જ ઉપયોગી છે. જો તમારી પાસે પાસપોર્ટ નથી, તો તમે વિદેશ નહીં જઈ શકો. વિદેશ જવા માટે પાસપોર્ટ જરૂરી છે, તેનો ઉપયોગ ઓળખ પત્ર તરીકે થાય છે. પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ વિશે તમે જાતભાતની વાતો સાંભળી હશે. પરંતુ હવે ડિજિટલ દુનિયામાં પાસપોર્ટ બનાવવા માટો ઓનલાઈન અરજી કરી શકાય છે.
આના માટે તમારે બસ https://www.passportindia.gov.in વેબસાઈટ પર જવાનું છે અને સાવ સહેલા સ્ટેપ્સ ફોલો કરીને પાસપોર્ટ માટે અરજી કરવાની છે. તમારે કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે, તે અમે તમને નીચે જણાવી રહ્યા છીએ.

સ્ટેપ 1: રજિસ્ટ્રેશન
સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. આ રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે નામ, જન્મતારીખ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ સહિતની માહિતી આપવી પડશે.
સ્ટેપ 2: લોગ ઈન
એકવાર તમારું રજિસ્ટ્રેશન થઈ જાય, એટલે તમારે લોગ ઈન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઈન કરવાનું છે.
સ્ટેપ 3: અરજી પત્ર ભરો
લોગ ઈન કરી લીધા બાદ, ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો અને ફિલ અપ ન્યૂ એપ્લિકેશન ઓપ્શન સિલેક્ટ કરો. હવે તમારે એડ્રેસ, અભ્યાસ, વ્યવસાય અને મુસાફરીને લગતી માહિતી ભરવાની છે.
સ્ટેપ 4: ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
તમારે તમારી ઓળખ, એડ્રેસ પ્રૂફ અને નેશનાલિટીના પ્રૂફ તરીકે જરૂરી દસ્તાવેજની સ્કેન કોપી અપલોડ કરવાની છે. આમાં તમે જન્મનો દાખલો, આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ, બેન્ક પાસબુક, લાઈટબિલ, ફોટો અપલોડ કરી શકો છો.
સ્ટેપ 5: જરૂરી ફી ચૂકવો
આ બધા જ દસ્તાવે અપલોડ થઈ ગયા પછી તમારે પાસપોર્ટ કાઢવવા માટે જરૂરી ફી ચૂકવવાની છે. આના માટે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે પછી યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 6: અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરો
હવે તમારે પાસપોર્ટની અજી જમા કરાવવા માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર જવું પડશે. જેના માટે અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરો. તમારી સુવિધા પ્રમાણે પાસપોર્ટ સેવા કેન્દ્ર અને તારીખ પસંદ કરો.
સ્ટેપ 7: પાસપોર્ટ સેવા કેન્દ્ર પહોંચો
તમે જે તારીખની અપોઈન્ટમેન્ટ લીધી છે, તે દિવસે જરૂરી દસ્તાવેજો સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર પહોંચી જાવ અને તમારી બાયોમેટ્રિક માહિતી આપો.
સ્ટેપ 8: પાસપોર્ટ કલેક્ટ કરો
આ બધું જ કરી દીધા બાદ 15-20 દિવસમાં તમારો પાસપોર્ટ તૈયાર થઈ જશે. તમે પાસપોર્ટ સેવા કેનદ્ર પર જઈને અથવા પોસ્ટમાં તમારા ઘરે પાસપોર્ટ મેળવી શકો છો.
તમે ઈચ્છો તો તત્કાલ પાસપોર્ટ માટે પણ અરજી કરી શકો છો, જે માત્ર 3-4 દિવસમાં આવી જાય છે. જો કે આના માટે વધારે ફઈ ચૂકવવી પડે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications