એક બિલિયન યાહૂ એકાઉન્ટ હેક થયા છે: હેકર્સ થી તમારા ઇમેઇલ ID ને બચાવવા માટેની 5 સિમ્પલ ટ્રિક્સ

Posted By: Keval Vachharajani

છેલ્લા થોડા સમય થી યાહૂ સમાચારો ની અંદર બની રહ્યું છે, જ્યાર થી ઈન્ટરનેટ પાયોનિયરે જાહેર કર્યું હતું કે, અમુક સાયબર હેકર્સ ના ગ્રુપ આ તમારી ઇમેઇલ સિસ્ટમ ની અંદર ઘુસી અને એક બિલિયન ઇમેઇલ ID ને હેક કરી લીધા છે.

હેકર્સ થી તમારા ઇમેઇલ ID ને બચાવવા માટેની 5 સિમ્પલ ટ્રિક્સ

મીડિયા ને સ્ટેટમેન્ટ આપતા યાહૂ એ કહ્યું હતું કે, હેકર્સે હુઝર્સ ની અંગત વિગતો ને રેકોર્ડ કરી હતી, જેની અંદર તેમના નામ, કોન્ટેક્ટ નંબર, અને પાસવર્ડ સહીત ની બધી જ માહિતી નો સમાવેશ થઇ જાય છે, અને આ બધી માહિતી એન્ક્રિપ્ટેડ હોઈ છે તેનું કહેવા માં આવ્યું હતું અને તેને સરળતા થી તોડી નાખવા માં આવ્યું હતું. યાહૂ એ કહ્યું હતું કે તેમની પાસે હેકર્સ વિષે કોઈ પણ પ્રકાર ની જાણકારી નથી. અને તે રેકોર્ડેડ જાણકારી નું શું કરવા માં આવ્યું તેનું પણ તેમને કઈ જ ખબર નથી.

આ અઠવાડિયા ની શરૂઆત માં જયારે ડેટા બ્રીચ ઇન્સિડેન્ટ બહાર આવ્યો ત્યારે આ કેલિફોર્નિયા બેઝડ કંપની એ પોતાના 6 ટકા કરતા પણ વધારે શેર્સ ને ગુમાવી દીધા હતા. અને આ ઇન્સીડેંટ ઇતિહાસ ની અંદર અત્યાર સુધી નો સૌથી મોટો ડેટા બ્રીચ ઇન્સિડેન્ટ હતો.

જેના કારણે આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ કે કઈ રીતે તમે તમારા યાહૂ એકાઉન્ટ ને સુરક્ષિત રાખી શકો છો.

એક મજૂબત પાસવર્ડ બનાવો અને ખાસ કેરેકટર્સ નો ઉપીયોગ કરો

એક મજૂબત પાસવર્ડ બનાવો અને ખાસ કેરેકટર્સ નો ઉપીયોગ કરો

જો તમારે હેકર્સ ને તમારા એકાઉન્ટ ને હેક કરવા થી રોકવા હોઈ તો તમારે એક મજબૂત પાસવર્ડ બનાવવો પડશે. અને તેની અંદર ખાસ કેરેકટર્સ નો ઉપીયોગ કરો જેથી તમારો પાસવર્ડ સુરક્ષિત રહી શકે.

અને તેને એટલો અઘરો બનાવો કે કોઈ તેને ધરી જ ના શકે. અને તમારા પાસવર્ડ ની અંદર તમારી જન્મતારીખ, ફોન નંબર, અથવા નામ કે આવી કોઈ વસ્તુ નો ઉપીયોગ ના કરવો, આવી બધી વસ્તુઓ ની તમારા નજીક ના લોકો ને ખબર જ હોઈ છે જેના કારણે તે સરળતા થી તમારા એકાઉન્ટ ને હેક કરી શકે છે.

થોડા થોડા સમયે પાસવર્ડ ને બદલે રાખવો એ એક સારી વાત છે. અને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારા બધા જ ઓનલાઇન એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ નો ઉપીયોગ કરવો નહિ.

તમારી એકાઉન્ટ રિકવરી માહિતી ને અપડેટ કરો

તમારી એકાઉન્ટ રિકવરી માહિતી ને અપડેટ કરો

તમારી સુરક્ષા નું ધ્યાન રાખવા માટે એકાઉન્ટ રિકવરી સવાલો આપવા માં આવ્યા હોઈ છે. જોકે, તેની અંદર મોટા ભાગ ના પ્રશ્નો તમારા અંગત જીવન ને લગતા હોઈ છે, અને તેના કારણે જ તમારા નજીક ના માણસો માટે તે પ્રશ્નો ના જવાબ ને ધરવા ખુબ જ સરળ થઇ જાય છે. જેથી કરી ને તે સવાલો ના જવાબો ને પણ થોડા થોડા સમયે બદલતા રહેવું જોઈએ.

જાણો રિલાયન્સ જીયો 4G VoLTE ફીચર ફોન જેની કિંમત 1500 રૂપિયા છે

તમારા યાહૂ એકાઉન્ટ ને સુરક્ષિત રીતે શેર્ડ કોમ્યુટર પર એક્સેસ કરો

તમારા યાહૂ એકાઉન્ટ ને સુરક્ષિત રીતે શેર્ડ કોમ્યુટર પર એક્સેસ કરો

આપડે લોકો ઘણી બધી વખત પબ્લિક કમ્પ્યુટર દ્વારા આપડા ઇમેઇલ એકાઉન્ટ ને ઓપન કરતા હોઈએ છીએ, અને ઘણી બધી વખત તેમાં થી સાઈન આઉટ થતા ભૂલી જતા હોઈએ છીએ, તમારા એકાઉન્ટ ને કોઈ બીજા કમ્પ્યુટર પર સાઈન એન રાખી મુકવા થી તેના હેક થવા ના ચાન્સ માં ઘણો વધારો થઇ જાય છે. તેથી તમારું કામ પૂરું થઇ જાય ત્યાર બાદ તેમાં થી સાઈન આઉટ થઇ જવું જોઈએ, પછી ભલે તે તમારું પર્સનલ ડીવાઈસ હોઈ કે પબ્લિક કમ્પ્યુટર.

 સ્ટેપ વેરિફિકેશન ને ઓન કરો

સ્ટેપ વેરિફિકેશન ને ઓન કરો

તામર એકાઉન્ટ ની અંદર વધારે સુરક્ષા ને 2 સ્ટેપ વેરિફિકેશન દ્વારા જોડવી એ એક સારી વાત છે, 2 સ્ટેપ વેરિફિકેશન 2 વસ્તુ નો ઉપીયોગ કરે છે તમારા એકાઉન્ટ ને સુરક્ષિત રાખવા માટે એક તો પાસવર્ડ અને બીજી વસ્તુ એક એક્સટ્રા સિકયુરિટી કોડ જેના દ્વારા તે તમારા એકાઉન્ટ માં તમે જયારે પણ સાઈન એન થાવ ત્યારે તમારી આઇડેન્ટિટી ને ઓળખવા માં આવશે.

જેના દ્વારા જયારે બીજી કોઈ વ્યક્તિ તમારા એકાઉન્ટ ને ઓપન કરવા ની ટ્રાય કરશે ભલે તેને તમારો પાસવર્ડ પણ ખબર છે તો પણ તે તમારા એકાઉન્ટ નો ઉપીયોગ નહિ કરી શકે.

તમારા એકાઉન્ટ ની સાઈન એન એક્ટિવિટી ને ચેક કરો

તમારા એકાઉન્ટ ની સાઈન એન એક્ટિવિટી ને ચેક કરો

દર થોડા થોડા સમય બાદ તમારા એકાઉન્ટ ની લોગ એન એક્ટિવિટી તેનો સમય તેની જગ્યા ને જોતા રહેવું એ એક સારી વાત છે, તેના દ્વારા જો કોઈ બીજી વ્યક્તિ તમારા એકાઉન્ટ નો ઉપીયોગ કરતી હશે તો તમને તેની ખબર પડી જશે. તમે અજાણ્યા લોગ એન એક્ટિવિટી તેની જગ્યા અને ડિવાઈઝ પર થી ખબર પડી જશે.

યાહૂ અત્યારે તે પ્રોસેસ નિ અંદર છે કે જે જે લોકો ના એકાઉન્ટ ને હેક કરવા માં આવ્યા છે તેને તેની જાણકારી આપી અને તેમને પોતાના પાસસ્વર્ડ અને સિકયુરિટી પ્રશ્ન જવાબ ને બદલવા માટે કહેવા માં આવે છે, અને જો તેમના એકાઉન્ટ ની અંદર જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થઇ રહી છે તો તેનો પણ રિપોર્ટ કરવા માં આવે.

English summary
One billion Yahoo accounts hacked. Here are 5 simple ways to secure your Yahoo account.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot