Google Maps Tips and tricks: ગૂગલ મેપના આ ફીચરથી તમારી મુસાફરીને બનાવો વધુ સરળ અને રોમાંચક

By Gizbot Bureau
|

Google Maps એ ટ્રાવેલિંગના ક્ષેત્રમાં જબરજસ્ત ક્રાંતિ લાવી દીધી છે. ભારતમાં 4જી ઈન્ટરનેટ સર્વિસ લોન્ચ થયા પછી ઘણી એપ્સનો ઉપયોગ સાવ સામાન્ય બન્યો છે. આ એપ્સમાં ટોચ પર વ્હોટ્સ એપની સાથે ગૂગલ મેપ્સ છે. ગૂગલ મેપ્સ હવે એવા યુઝર્સ પણ વાપરી રહ્યા છે, જેમને સ્માર્ટ ફોનમાં માત્ર કેટલાક ફીચર્સ જ વાપરતા ફાવે છે.

Google Maps Tips and tricks: ગૂગલ મેપના આ ફીચરથી તમારી મુસાફરીને બનાવો

એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, ટ્રાફિકથી બચવા માટે, અજાણી જગ્યાએ ફરવા માટે આવી ઘણી બાબતો માટે ગૂગલ મેપ્સ તમને ખૂબ જ મદદ કરે છે. પરિણામે, તમારો સ્ટ્રેસ ઘટે છે. આજે અમે તમને ગૂગલ મેપ્સના કેટલાક એવા ફીચર્સ વિશે વાત કરીશું, જેના ઉપયોગથી તમે તમારા પ્રવાસને વધુ સરળ અને રોમાંચક બનાવી શક્શો.

Add Stops

ગૂગલ મેપ્સનું આ ફીચર તમને તમારા લોકેશનથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા વચ્ચે કોઈ સ્થળે જવા માટેનું લોકેશન એડ કરવાની સુવિધા આપે છે. એટલે કે જો તમે તમારા ઘરેથી કોઈ થિયેટર સુધી જઈ રહ્યા છો, અને વચ્ચે તમારે તમારા મિત્રને કોઈ સ્થળેથી પીક અપ કરવાના છે, તો તમારે મેપ્સમાં જઈને એડ સ્ટોપમાં બસ તેના ઘરનું લોકેશન એડ કરવાનું રહેશે. ગૂગલ મેપ તમને એ સ્થળેથી થઈને તમારા ગંતવ્ય સ્થાને પહોંચાડશે.

આ માટે પહેલા ગૂગલ મેપ્સ ઓપન કરો.

તેમાં તમારું ડેસ્ટિનેશન સર્ચ કરો.

હવે ડિરેક્શન વિકલ્પ પર ક્લિક કરો.

ફરી એકવાર ક્લિક કરવાથી એડ સ્ટોપનો વિકલ્પ મળશે.

અહીં વચ્ચેનું સ્થળ ઈનપુટ કરીને ઓકે કરો.

Avoid Tolls

જ તમે બે શહેરો વચ્ચે હાઈવેથી મુસાફરી કરો છો, તો તમારે ટોલ ટેક્સ ભરવો પડી શકે છે. હવે તમે આ ટોલ ટેક્સના પૈસા બચાવવા ઈચ્છતા હો, તો ગૂગલ મેપ્સનું આ ફીચર તમારી મદદે આવે છે. એ તમને એવો રૂટ બતાવશે, જેના પર ટોલ ટેક્સ ન હોય.

સૌ પહેલા ગૂગલ મેપ્સ ઓપન કરો.

તેમાં તમારું ડેસ્ટિનેશન સર્ચ કરો

હવે ડિરેક્શન પર ક્લિક કરો.

ડ્રાઈવિંગ વિકલ્પ પર ટેપ કરો

હવે Moreમાં જઈને Route Options પર ક્લિક કરો.

અહીં તમને Avoid Tolls મળશે, તેના પર ક્લિક કરો.

Search Along Route

આ ફીચર તમને તમારા રૂટ પર પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, કેફે, ફાસ્ટ ફૂડ, એટીએમ જેવી સુવિધા શોધવા માટે મદદ કરે છે. જો તમારા રૂટ પર આ સુવિધા ન હોય, તો તમારે જે સુવિધા જોઈતી હોય, તે જે રૂટ પર હોય તે રૂટ બતાવવામાં તમને મદદ કરે છે. ધારો કે તમારે હાઈવે પર જમવા ઉભા રહેવું છે, પરંતુ તમને રેસ્ટોરન્ટ ખ્યાલ નથી તો તમે પહેલેથી જ મેપ્સમાં તે એડ કરી શકો છો.

સૌ પહેલા ગૂગલ મેપ્સ ઓપન કરો.

તમારું ડેસ્ટિનેશન સર્ચ કરો અને ડિરેક્શન પર ક્લિક કરો

હવે More પર ટેપ કરો

અહીં Search Along Route પર ક્લિક કરો.

તમારે જે સુવિધા જોઈએ છે, તે સિલેક્ટ કરો.

Explore More

ગૂગલ મેપ્સનું એક્સપ્લોર મોર ફીચર તમને કોઈ ખાસ જગ્યાઓ જેમ કે ધોધ, પહાડો જે તમારા રૂટ કે તેની આજુબાજુ આવતા હોય તે વિશે માહિતી આપે છે. ધારો કે તમે કોઈ બીજા રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છો, પરંતુ તમને રસ્તામાં આવતા જોવાલાયક સ્થળો વિશે જાણ નથી. તો, ગૂગલ તમને આ સ્થળો વિશે માહિતી આપે છે.

આ માટે બસ ગૂગલ મેપ્સ ઓપન કરો.

અહીં તમારું ડેસ્ટિનેશન સર્ચ કરીને ડિરેક્શન પર ક્લિક કરો.

હવે Expore Tab પર ક્લિક કરો.

અહીં દેખાતા વિકલ્પમાંથી તમારે જે જગ્યા જોવી છે, તેના પર ક્લિક કરો.

Area Busyness

ગૂગલ મેપ્સના આ ફીચરથી જે તે એરિયામાં કેટલી ભીડ છે, તે જાણી શકાય છે. તમારી આસપાસના વિસ્તારોમાં કયા સમયે કેટલી ભીડ હોય છે, તેની માહિતી ગૂગલનું આ ફીચર આપે છે. જેના પરથી તમારે કયા સમયે જે તે જગ્યાએ જવું તે તમે નક્કી કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
New Google Maps Features: Travel Smart, Safe With These Updates

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X