Just In
Netflixનો પાસવર્ડ શૅર કર્યો તો ભારે પડશે, ચૂકવવા પડશે પૈસા
Netflix એ તાજેતરમાં જ પસંદગીના માર્કેટમાં એક એડવર્ટાઈઝિંગ-સપોર્ટ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાન લોન્ચ કરવાની સાથે જ Netflix એ પાસવર્ડ શેરિંગ પર રોક લગાવવાની શરૂઆત કરી દીધી હતી. Netflixના સીઈઓ રીડ હેસ્ટિંગ્સે ગત વર્ષે કહ્યું હતું કે આગામી સમયમાં સ્ટેપ બાય સ્ટેપ પાસવર્ડ શેરિંગ સિસ્ટમ ખતમ થઈ જશે. તો ઓટીટી પ્લેટફોર્મના નવા સીઈઓ ગ્રેગ પીટર્સ અને ટેડ સારંડોસે બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ટૂંક સમયમાં જ Netflix પાસવર્ડ શેરિંગ નેટવર્કને સંપૂર્ણ રીતે બંધ કરી દેશે.

જી હાં, એટલે કે હવે કોઈ પણ યુઝર પોતાના મિત્રોનું, સગા સંબંધીઓના પાસવર્ડથી Netflix નહીં વાપરી શકે, બધા યુઝર્સે પોતાના પૈસા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે Netflixનો પ્રોફિટ ન વધતા લાંબા સમયથી કંપની પાસવર્ડ શેરિંગ સિસ્ટમ અટકાવવા પર કામ કરી રહી હતી.
Netflixના નવા સીઈઓનું નિવેદન
લેટેસ્ટ રિપોર્ટ મુજબ પીટર્સે કહ્યું છે કે મોટા ભાગના યુઝર્સ Netflix યુઝ કરવા માટે પેમેન્ટ નથી કરતા પરંતુ હવે બધા જ યુઝર્સે Netflix જોવા માટે પૈસા ચૂકવવા પડશે. પીટર્સે મહત્વનો ખુલાસો કરતા કહ્યું કે કંટ્રોલ પાસવર્ડ શૅર કર્યા બાદ નેટફ્લિક્સ તેના લોયલ યુઝર્સનો અનુભવ ખરાબ નહીં કરે. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું કે ગ્લોબલ લેવલ પર પાસવર્ડ શેરિંગ અટકી જવાથી તેના યુઝર્સ નારાજ થશે.
લેટિન અમેરિકાના દેશોમાં લાગુ કરાઈ સિસ્ટમ
નેટફિલ્કે લેટિન અમેરિકાના કેટલાક દેશો કોસ્ટારિકા, ચિલી, પેરુમાં પાસવર્ડ શૅરિંગ પર રોક લગાવવા માટે એક સિસ્ટમ લાગુ કરી છે. જે મુજબ જો કોઈ યુઝર પોતાના મિત્રોનું નેટફ્લિક્સ અકાઉન્ટ વાપરવા ઈચ્છે છે તો તેમણે 3 ડૉલર એટલે કે 250 રૂપિયા ચૂકવવા પડશે. જો કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ હજી એ ખુલાસો નથી કર્યો કે આ સિસ્ટમ અંતર્ગત ભારતમાં તે પોતાના યુઝર્સ પાસેથી કેટલી ફી લેશે તે અંગે ખુલાસો નથી કર્યો. પરંતુ આ કિંમત ગ્લોબલ કિંમત જેટલી હોય તેવી પ્રબળ શક્યતા છે.
આ ટેક્નોલોજીથી Netflix કરશે ટ્રેક
ઉલ્લેખનીય છે કે Netflixએ પહેલા જ કહ્યું હતું કે નવા પાસવર્ડ શેરિંગ નિયમને લાગુ કરવા માટે કંપની આઈપી એડ્રેસ, ડિવાઈસ આઈડી અને અકાઉન્ટ એક્ટિવિટીનો ઉપયોગ કરશે. આ બધાનો ઉપયોગ કરીને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એવા યુઝર્સની ઓળખ કરશે, જે કોઈ કામ માટે ઘરથી દૂર છે, અને નેટફ્લિક્સનું કંન્ટેન્ટ જોવા ઈચ્છે છે, અથવા તો બીજા કોઈના આઈડી પાસવર્ડથી પોતાના ડિવાઈસમાં લોગ ઈન કરી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470