એમ આધાર એપની મદદથી તમે તમારા આધાર કાર્ડને ઘરે છોડી શકો છો

By Gizbot Bureau
|

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા યુઆઈડીએઆઈ દ્વારા તેમની આધાર એપ્લિકેશન અપડેટ કરવામાં આવી છે અને ત્યારબાદ તેની અંદર નવા યુઝર ઇન્ટરફેસ અને નવા ફીચર્સ ને સામેલ કરવામાં આવ્યા છે. અને આ એપ્લિકેશનને એન્ડ્રોઈડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર તેમના ઓફિસિયલ એપ સ્ટોર દ્વારા ઉપલબ્ધ પણ કરી દેવામાં આવ્યું છે.

એમ આધાર એપની મદદથી તમે તમારા આધાર કાર્ડને ઘરે છોડી શકો છો

અને માત્ર આ એપ્લિકેશનની અંદર તમે તમારા આધાર કાર્ડની સોફ્ટ કોપી ને ડાઉનલોડ નથી કરી શકતા પરંતુ તેની સાથે સાથે તમે તેને લગતી બીજી પણ ઘણી બધી સેવાઓનો લાભ મેળવી શકો છો જેવી કે ઓફલાઈન કેવાયસી આધારકાર્ડને ક્યુ આર કોડ દ્વારા શેર કરવું એડ્રેસ માં બદલાવ કરવો વગેરે જેવી બધી જ બાબતો તમે તમારા સ્માર્ટફોન પર થી કરી શકો છો.

અને હવે આ એપ્લિકેશનની મદદથી યુઝર્સ તેમના આધાર કાર્ડ ની સોફ્ટ કોપી અને પોતાના સ્માર્ટફોન ની અંદર સાથે રાખી શકે છે અને તેની ફિઝિકલ કોપી ને ઘરે છોડી શકે છે. આ સેવાને કારણે એ બધા જ લોકોને ખુબ જ મદદરૂપ સાબિત થશે કે જેઓને જરૂરતના સમયે પોતાની સાથે ઘણી વખત આધારકાર્ડ હોતું નથી.

તો જો તમે પણ તમારા સ્માર્ટફોન પર આધાર કાર્ડની વિગતો ડાઉનલોડ કરવા માંગતા હો તો નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો.

પુર્વ જરૂરીયાતો

-એમ આધાર એપ્લિકેશન નું લેટેસ્ટ વર્ઝન

-‎ચાલુ ઇન્ટરનેટ કનેક્શન

-‎આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લીંક કરવામાં આવ્યો છે તે ચાલુ હોવો જરૂરી છે.

-‎બાર આંકડાનો આધારકાર્ડ નંબર અથવા વર્ચ્યુલ આધાર આઇડી અથવા એનરોલમેન્ટ આઇડી નંબર

આધાર કાર્ડની વિગત અને ઓફલાઇન ડાઉનલોડ કરવા માટે નીચેના પગલા અનુસરો.

-એપ સ્ટોર અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી એમ આધાર એપ્લિકેશનને ડાઉનલોડ કરો.

-‎ત્યારબાદ એપ્લિકેશનને ઓપન કરી અને સર્વિસ સ્ટેશનની અંદર ડાઉનલોડ આધાર ના વિકલ્પને પસંદ કરો.

-‎ત્યારબાદ ડાઉનલોડ આધાર પેજ પર તમને ત્રણ વિકલ્પ જોવા મળશે જેની અંદર આધાર નંબર વર્ચ્યુઅલ આઇડી નંબર અને એન્ડ્રોઇડ મેન્ટ આઇડી નંબર જોવા મળશે.

-‎આધાર નંબરનો ઉપયોગ કરીને આધારને ડાઉનલોડ કરવા માટે, સંબંધિત વિકલ્પ પર ટેપ કરો અને આધાર નંબર દાખલ કરો, પછી સુરક્ષા કેપ્ચા પર ટેપ કરો અને ઓટીપી ની વિનંતી કરો.

-‎અને તેવી જ રીતે વર્ચ્યુઅલ આઇડી નંબર પર ક્લિક કરો અને ત્યારબાદ તમારું વર્ચ્યુલ આઇડી નંબર કેપ્ચા ની સાથે તેની અંદર નાખો ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો.

-‎જો તમે નોંધણી આઈડી નંબરનો ઉપયોગ કરીને આધાર ડાઉનલોડ કરવા માંગતા હો, તો ઈઆઈડી નંબર સાથે નોંધણીની તારીખ અને સમય જેવી વિગતો શામેલ કરવાની ખાતરી કરો.

-‎ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર જે ઓટીપી મોકલવામાં આવ્યો હોય તેને દાખલ કરો.

-‎ત્યારબાદ એક નવી વિન્ડો ઓપન થશે જેની અંદર પાસવર્ડ નું કોમ્બિનેશન સજેસ્ટ કરવામાં આવ્યું હશે તેના પરથી અનલોક કરી અને તમારી આધાર ફાઇલને ડાઉનલોડ કરો.

Best Mobiles in India

English summary
mAadhaar App Can Be Used As An Aadhaar Soft Copy Across The Country

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X