ઘરે બેઠાં બેઠાં બસ આ રીતે ઓનલાઈન કઢાવો ડુપ્લીકેટ RC બુક

|

વાહન લઈને ફરતાં દરેક વ્યક્તિ પોતાની સાથે લાઈસન્સ, પીયુસી સર્ટિફિકેટ, ઈન્સ્યોરન્સ પેપર્સ અને આરસી બુક જોડે લઈને જ ફરતા હોય છે. ઘણીવાર પાકિટ ખોવાઈ જાય, વાહન ચોરાઈ જાય ત્યારે આ ઓરિજિનલ દસ્તાવેજ પણ ખોવાઈ જતા હોય છે. પરિણામે, જ્યારે ડુપ્લીકેટ દસ્તાવેજ કઢાવવાના આવે ત્યારે આ ડોક્યુમેન્ટ્સની કેટલીક ડિટેઈલ્સની જરૂર પડતી હોય છે. એટલે જ આપણે બધા જ ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ, ડુપ્લીકેટ આરસી બુક કઢાવીએ છીએ..

ઘરે બેઠાં બેઠાં બસ આ રીતે ઓનલાઈન કઢાવો ડુપ્લીકેટ RC બુક

ડુપ્લીકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એ વાહનના માલિકને RTO દ્વારા કાઢી આપવામાં આવતો દસ્તાવેજ છે, જે વાહનની માલિકી દર્શાવે છે. તમે આરટીઓ ઓફિસમાં અરજી કરીને ડુપ્લીકેટ આરસી બૂક મેળવી શકો છો. જો તમારાથી ઓરિજિનલ આરસી બુક ખોવાઈ ગઈ છે, તેવી સ્થિતિમાં તમે ડુપ્લીકેટ આરસી બુક માટે દાવો કરી શકો છો. આ માટે તમારે ડુપ્લીકેટ આરસી બુક માટે અરજી કરવાની રહેશે.

જો કે, ડુપ્લીકેટ આરસી બુક મેળવવા માટે તમારી ઓરિજિનલ આરસી બુક જ્યાં ખોવાઈ છે, તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આરસી બુક ખોવાયાની ફરિયાદ નોંધાવવી જરૂરી છે. આ ફરિયાદ નોંધાયા બાદ તમે ડુપ્લીકેટ આરસી બુક માટે આરટીઓ ઓફિસ જઈને અથવા ઘરે બેઠા ઓનલાઈન પણ અરજી કરી શકો છો. આ દરમિયાન તમારે પોલીસ ફરિયાદની નકલ સાથે જોડવાની રહેશે.
z
આટલા દસ્તાવેજની જરૂર પડશે.

- ઓરિજિનલ FIR

- ફોર્મ નંબર 26ની બે કૉપી

- વાહનના ચાલુ વીમાની કૉપી

- પીયુસી સર્ટિફિકેટની કૉપી

- એડ્રેસ પ્રૂફ (વોટર આઈડી, પાસપોર્ટ, આધાર કાર્ડ, લાઈટ બિલ, ફોન બીલ, ગેસ કનેક્શન, બેન્ક અકાઉન્ટમાંથી ગમે તે એક)

હવે આ સ્ટેપ્સને ફોલો કરો

- સૌથી પહેલા પરિવહન સેવા વેબપેજ લોગ ઈન કરો. https://parivahan.gov.in/parivahan//en

- અહીં Online Services સેક્શનમાં જઈને Vehicle Related Services પર ક્લિક કરો.

- ડ્રોપ ડાઉન મેન્યુમાંથી તમારા રાજ્યનું નામ સિલેક્ટ કરો.

- Issue Of Duplicate RC નામનો વિકલ્પ તમને અહીં જોવા મળશે. તેના પર ક્લિક કરો.

- હવે તમારા અકાઉન્ટમાં લોગ ઈન કરો, અથવા તો નવું અકાઉન્ટ બનાવો.

- બાદમાં તમારે તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર એટલે કે નંબર પ્લેટ પર લખેલો નંબર ઈનપુટ કરવાનો રહેશે. સાથે જ વાહનના ચેસિસ નંબરના છેલ્લા 5 આંકડા પણ અહીં જણાવવાના રહેશે.

- હવે સબમિટ બટન પર ક્લિક કરો.

- અહીં 'Aadhar based e-KYC’નો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો.

- તમારો આધાર નંબર નિયત જગ્યાએ ઈનપુટ કરો અને ઓટીપી જનરેટ કરો. આધાર સાથે રજિસ્ટર્ડ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી ઈનપુટ કરો.

- હવે જરૂરી અરજીનું ફોર્મ ભરીને જરૂરી માહિતી આપી, તમામ દસ્તાવેજની કૉપી અપલોડ કરો.

- અહીં તમારે ડુપ્લીકેટ આરસી માટે ફી ભરવાની રહેશે. ત્યાર બાદ Print Out વિકલ્પ પર ક્લિક કરીને તમે તમારી અરજીની રિસીપ્ટ મેળવી શકો છો.

- હવે તમારે આ ફોર્મ જરૂરી દસ્તાવેજ સાથે તમારી નજીકની આરટીઓ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. તમારા વાહનને વેરિફાય કરાવવા માટે તમારે અપોઈન્ટમેન્ટ પણ લેવી પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Lost Your RC? Here’s How To Apply Duplicate RC Online

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X