Jio, Airtel યુઝર્સ કરી શક્શે eSIMનો ઉપયોગ, બસ આટલું કરવાનું છે

By Gizbot Bureau
|

આપણા સૌના ફોનમાં એક સિમકાર્ડ હોય છે, જેને લીધે આપણને ફોન કરવા અને મેસેજ કરવા અને ઈન્ટરનેટન વાપરવા માટે નેટવર્ક મળે છે. પરંતુ હવે ટેલિકોમ કંપનીઓ આ સિમકાર્ડને ભૂતકાળ બનાવવા જઈ રહી છે. હવે યુઝર્સ ઈ સિમકાર્ડનો ઉપયોગ કરી શક્શે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ટ્રેડિશનલ સિમકાર્ડ કરતા ઈસિમ વધારે સિક્યોર હોય છે. જો તમારો ફોન ચોરાઈ જાય તો ઈસિમકાર્ડ કાઢીને ફેંકી સકાતું નથી કારણ કે ડિવાઈસમાં સિમકાર્ડ હોતું નથી. એટલે ફોન ચોરાઈ જાય તો તેવી સ્થિતિમાં યુઝરને મદદ મળે છે, ફોન ટ્રેક કરી શકાય છે. આ ઉપરાંત એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જવુંપ ણ ઈઝી થઈ જાય છે, કારણ કે તમારે બસ ઈસિમ પ્રોફાઈલ ન્યૂ ઓપરેટરને આપવાની હોય છે. હવે એરટેલ, વોડાફોન આઈડિયા અને જીયો યુઝર્સ ઈ સિમનો ઉપયોગ કરી શકે છે.

Jio, Airtel યુઝર્સ કરી શક્શે eSIMનો ઉપયોગ, બસ આટલું કરવાનું છે

આજે અમે આ આર્ટિકલમાં તમને જણાવીશું કે એરટેલ અને જીયો યુઝર્સે કેવી રીતે ફિઝિકલ સિમકાર્ડના બદલે ઈસિમકાર્ડ પર સ્વિચ થઈ શકે છે.

સૌથી પહેલા તો તમારે એ જાણવું પડશે કે તમારા હેન્ડસેટમાં ઈસિમ સપોર્ટ કરે છે કે નહીં. મોટા ભાગના મિડરેન્જ સ્માર્ટ ફોન અને પ્રીમિયમ સ્માર્ટફોન્સમાં ઈસિમ ફંક્શન હોય જ છે. તમે ફોનમાંપ રોડક્ટ પેજ પર જઈને અથવા ફોનની કંપનીની વેબસાઈટ પર જઈને ઈસિમ અંગે ચેક કરી શકો છો. જો તમારો ફોન ઈસિમને સપોર્ટ કરે છે, તો તમે નીચને સ્ટેપ્સ ફોલો કરીને ઈસિમ મેળવી શકો છો.

એરટેલનું eSIM મેળવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં મેસેજ ઓપન કરો.

સ્ટેપ 2: હવે તેમાં કમ્પોઝ મેસેજમાં જઈને 121 નંબર પર 'eSIM’ તમારું રજિસ્ટર મેઈલ આઈડી લખીને મેસેજ કરો.

સ્ટેપ 3: એકવાર મેસેજ કરશો, એટલે તમને એક રિપ્લાય મળશે. જેમાંથી તમારે 1 નંબર સિલેક્ટ કરવાનો છે.

સ્ટેપ 4: હવે તમને 121 નંબર પરથી જ બીજો મેસેજ મળશે, જેમાં તમને ફોન કરવાનું કહેવામાં આવશે. એકવાર ફોન પર તમે હા પાડશો, એટલે તમને રજિસ્ટર મેઈલ આઈડી પર એક ક્યૂઆર કોડ મળશે.

સ્ટેપ 5: હવે તમારે સેટિંગ્સમાં જઈને મોબાઈલ ડેટામાં જવાનું છે. જ્યાં તમારે એડ ડેટા પ્લાન પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 6: જો તમારે eSIMનો ઉપયોગ કરવો છે, તો તેને પ્રાઈમરી રાખવું છે કે સેકન્ડરી તે સિલેક્ટ કરો. અને છેલ્લે ડન પર ક્લિક કરો.

એકવાર તમે આ પ્રોસેસ ફોલો કરી લેશો, એટલે થોડાક જ કલાકોમાં તમારા ફોનમાં eSIM ચાલુ થઈ જશે.

જીયો યુઝર્સે ઈ સિમ એક્ટિવ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં મેસેજ ઓપન કરો.

સ્ટેપ 2: હવે તેમાં કમ્પોઝ મેસેજમાં જઈને 199 નંબર પર 'eSIM’ તમારું રજિસ્ટર મેઈલ આઈડી લખીને મેસેજ કરો.

સ્ટેપ 3: હવે જવાબમાં 1 લખીને મેસેજ કરો

સ્ટેપ 4: બાદમાં તમને 199 નંબર પરથી જ એક મેસેજ મળશે, જેમાં તમને ફોન પર વર્બલી કન્સેન્ટ આપવાનું કહેવાશે. એકવાર તમે વર્બલી હા પાડી દેશો એટલે તમને ઈમેઈલ પર એક ક્યૂઆર કોડ મળશે.

સ્ટેપ 5: હવે તમારે સેટિંગ્સમાં જઈને મોબાઈલ ડેટામાં જઈને એડ ડેટા પ્લાન પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 6: હવે તમારે સેટિંગ્સમાં જઈને મોબાઈલ ડેટામાં જવાનું છે. જ્યાં તમારે એડ ડેટા પ્લાન પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 7: જો તમારે eSIMનો ઉપયોગ કરવો છે, તો તેને પ્રાઈમરી રાખવું છે કે સેકન્ડરી તે સિલેક્ટ કરો. અને છેલ્લે ડન પર ક્લિક કરો.

Best Mobiles in India

English summary
Jio Airtel users how to switch on eSIM follow process

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X