Just In
Income Tax Returns: 2022-23 માટે કેવી રીતે ITR કરશો, જાણો અહીં
નોકરિયાત કરદાતાઓ અને નોન ઓડિટેબલ કેસ માટે Income tax return ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. આવકવેરા વિભાગે ટ્વિટ કરીને જેના પણ Income tax return ફાઈલ કરવાના બાકી હોય તેમને 31 જુલાઈ પહેલા રિટર્ન ફાઈલ કરી દેવા જણાવ્યું છે.

હાલ આપણે સૌ ફાઈનાન્સિયલ યર 2022-23 માટે Income tax return ફાઈલ કરી રહ્યા છીએ. જો તમારી વાર્ષિક આવક 5 લાખ કરતા વધારે છે, તો તમને 31 જુલાઈ પછી Income tax return ફાઈલ કરવા પર 5000 રૂપિયાની લેટ ફીનો દંડ લાગશે. જો તમારી આવક 5 લાખ કરતા ઓછી છે, તો તમારે 31 જુલાઈ પછી Income tax return
ફાઈલ કરવા પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
Income tax return ફાઈલ કરવા માટે હાલ મોટી સંખ્યામાં લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પરિણામે પોર્ટલ પર ટ્રાફિક ખૂબ જ વધ્યો છે. આવક વેરા વિભાગના જણાવ્યા પ્રમાણે સોફ્ટવેર પ્રોવાઈડર કંપની ઈન્ફોસિસ આ ટ્રાફિકને હેન્ડલ કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. આવક વેરા વિભાગના ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે,’હાલ ITD e-filing પોર્ટલ પર ટેક્સ પેયર્સને કેટલીક મુશ્કેલી આવી રહી છે. ઈન્ફોસિસના જણાવ્યા અનુસાર કંપની મોટા ટ્રાફિકને સંભાળવા માટે જરૂરી પગલા લઈ રહી છે. કેટલાક યુઝર્સને Income tax return ફાઈલ કરવા દરમિયાન મુશ્કેલી પડી શકે છે. અમને તેનું દુઃખ છે.’
તમારું Income tax return ઓનલાઈન ભરવા માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અકાઉન્ટ બનાવવું પડશે. એકવાર તમે અકાઉન્ટ બનાવશો, તો સરળતાથી બાકીની પ્રક્રિયા પૂરી કરી શકાશે. ભારત સરકારના આવકવેરા વિભાગનું https://www.incometax.gov.in/iec/foportal/about-portal આ ઓફિશિયલ પોર્ટલ છે, જ્યાં Income tax return ભરી શકાય છે. આ પોર્ટલને નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન અંતર્ગત મિશન મોડ પ્રોજેક્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. ટેક્સ પેયર્સ Income taxને લગતી બધી જ કામગીરી એક જગ્યાએ કરી શકે, તે માટે આ પોર્ટલ લોન્ચ કરાયું છે.
2022-23 માટે આ રીતે કરો Income tax return ફાઈલ
1. સૌથી પહેલા આવકવેરા વિભાગની ઈ ફાઈલિંગ વેબસાઈટ પર જાઓ અને Login બટન પર ક્લિક કરો.
2. તમારા યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
3. એકવાર તમે લોગ ઈન કરશો, પછી તમને e-file કેટેગરી દેખાશે. જ્યાં તમારે File Income tax return નામના વિકલ્પની પસંદગી કરવાની છે.
4. હવે જરૂરી એસેસમેન્ટ યરની પસંદગી કરો અને Continue બટન પર ક્લિક કરો.
5. ફીલિંગ મોડ તરીકે Online અને Please select the status applicable to you proceed કેટેગરીમાંથી Individual સિલેક્ટ કરો.
6. તમારી જરૂરિયાત અનુસાર ITR ફોર્મની પસંદગી કરો.
7. વેબસાઈટ પર અપાયેલા વિકલ્પમાંથી ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું ચોક્કસ કારણ પસંદ કરો.
8. હવે તમારી બેન્કની માહિતી ઈનપુટ કરો.
9. હવે Income tax returnની સમરી એકવાર ધ્યાનથી વાંચી જાવ, જો ક્યાંય ભૂલ હોય તો તેને સુધારો.
10. હવે બસ તમારે તમારું Income tax return વેરિફાય કરવાનું છે અને તેની એક કોપી Income tax વિભાગને મોકલી આપવાની છે. તમે આ સ્ટેપને કોઈ પણ સંજોગોમાં ભૂલતા નહીં, કારણ કે વેરિફિકેશન ફરજિયાત છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086