Just In
iPhone યુઝર્સ હવે કરી શક્શે ઈનવિઝિબલ મેસેજ, આ સ્ટેપ્સ કરો ફોલો
આપણે સૌ જાણીએ છીએ કે આઈફોનમાં ઘણા બધા એવા ફીચર્સ છે, જે બીજા સ્માર્ટફોનમાં નથી. એટલે જ લોકોમાં આઈફોનનો ક્રેઝ જોવા મળે છે, અને એટલે જ આઈફોનની કિંમત પણ વધારે છે. પરંતુ શું તમને એ ખબર છે કે આઈફોનના કેટલાક એવા ફીચર્સ પણ છે, જેની જાણ થતા થતા લોકોને વર્ષો લાગી જાય છે.

ઈનવિઝિબલ મેસેજ
આઈફોનનું આવું જ એક ફીચર છે, ઈનવિઝિબલ મેસેજ. iMessage એપની અંદર ઈનવિઝિબલ ઈંક આપવામાં આવે છે. શક્ય છે કે તમે વર્ષોથી આઈફોનનો ઉપયોગ કરી રહ્યા હશો, પરંતુ iMessageની સુવિધા વિશે તમને ખ્યાલ ન હોય. આ ઈનવિઝિબલ ઈંકનો ઉપયોગ કરીને તમે પોતાના મિત્રોને ઈનવિઝિબલ મેસેજ કરી શકો છો. પરંતુ સામેના વ્યક્તિ પાસે એપલનો જ સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમે તમારા મિત્રોને ઈનવિઝિબલ મેસેજ તો કરી જ શકો છો, સાથે જ તમારા ટેક્સ્ટને એનિમેટ પણ કરી શકો છો.
જુદા જુદા ફીચર્સનો કરો ઉપયોગ
એપલની iMessage એપ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, જેમની પાસે iOS ડિવાઈસ છે. આ મેસેજિંગ એપમાં ઘણા બધા એવા ફીચર્સ છે, જે તમારા ટેક્સ્ટિંગને વધુ રસપ્રદ બનાવી શકે છે. તમે iMessage દ્વારા જ સ્લેમ અથવા લાઉડ સાથે એક મેસેજ પણ મોકલી શકો છો, જે તરત જ પોપઆઉટ થઈ જશે.
iMessage પર ઈનવિઝિબલ ઈંકનો ઉપયોગ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે iMessage એપમાં એક એક્ઝિસ્ટિંગ કન્વર્ઝેશન ઓપન કરવાનું છે, જ્યાં તમારે એક મેસેજ ટાઈપ કરવો પડશે, સાથે જ તમે એક ફોટો કે ઈમેજી એડ કરી શકો છો.
સ્ટેપ 2: હવે આ ચેટબોક્સમાં જેવું તમે ટાઈપ કરી લેશો, તે બાદ અહીં દેખાતા અપવર્ડ એરો બટનને ટચ કરીને હોલ્ડ કરવાનું છે.
સ્ટેપ 3: અહીં તમે 
 નામના વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 4: જ્યાં તમને પસંદ કરવા માટે જુદા જુદા વિકલ્પ મળે છે. જેમાંથી તમે સ્લેમ, લાઉડ, જેન્ટલ સહિત બીજા ઘણા ઓપ્શનની પસંદગી કર શકો છો. આ વિકલ્પ બાદ તમે ઈનવિઝિબલ ઈંકથી મેસેજ કરી શકો છો.
સ્ટેપ 5: જ્યારે તમે તમારે મેસેજ કેવી રીતે મોકલવો છે, એ નક્કી કરી લીધું છે, તે બાદ તમે મેસેજ મોકલવા માટે ફરી ઉપરની તરફનો એરો ટેપ કરી શકો છો. અને બસ તમારો મેસેજ સેન્ટ થઈ જશે.
તમારા સિવાય કોઈ નહીં જોઈ શકે મેસેજ
જેવો તમે આ ઈંકનો ઉપયોગ કરીને મેસેજ મોકલો છો, કે તે મેસેજ મોકલ્યા બાદ તમારા ડિવાઈસમાંથી હટાવી દેવાશે. એટલે કે જો કોઈ તમારી સ્ક્રીન પર નજર કરે છે, અથવા તો તમારા ફોનને ચેક કરે છે, તો તેમને આ મેસેજ જોવા નહીં મળે. આ મેસેજ ત્યારે જ જોવા મળશે, જ્યારે તમે મેસેજને ટેપ કરીને હોલ્ડ કરશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470