iPhoneમાં રેકોર્ડ કરો કૉલ, જાણો ક્યાં મળી રહ્યું છે ઓપ્શન

By Gizbot Bureau
|

iPhoneમાં Apple iOS 18 આવ્યા બાદ યુઝર્સને ઘણા બધા ઉપયોગી ફીચર્સ મળી રહ્યા છે. ખાસ કરીને આઈફોન યુઝર્સને હવે એઆઈ એટલે કે એપલ ઈન્ટેલિજન્સ ફીચર મળી રહ્યું છે. iOS 8 Update બાદ આઈફોનમાં ઘણા એવા ફીચર્સ પણ આવી ગયા છે, જે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં લાંબા સમયથી અવેલેબલ હતા. જેને કારણે યુઝર્સની એક સૌથી મોટી સમસ્યા દૂર થઈ છે. આઈફોનમાં હવે કોલ રેકોર્ડિંગ ઓપ્શન આવી ગયું છે. જી હાં, હવે તમે કોઈ પણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કર્યા વગર જ સીધા આઈફોનમાં કોલ રેકોર્ડ કરી શકો છો. જો કે, આ ઓપ્શન તમને સીધો સ્ક્રીન પર નહીં દેખાય.

iPhoneમાં રેકોર્ડ કરો કૉલ, જાણો ક્યાં મળી રહ્યું છે ઓપ્શન

iPhoneમાં કોલ રેકોર્ડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો

આઈફોનમાં કોલ રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે. તમે માત્ર એક ટેપ કરીને કોલ સરળતાથી રેકોર્ડ કરી શકો છો. જો કે આના માટે તમારા આઈફોનમાં iOS 18.1 હોવું જરૂરી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કર્યા બાદ જ તમે કોલ રેકોર્ડ કરી શક્શો.

પહેલા ફોનને આ રીતે અપડેટ કરો

સૌથી પહેલા આઈફોન અપડેટ કરવા માટે ફોનના સેટિંગ્સમાં જાવ

બાદમાં સ્ક્રોલ ડાઉન કરીને નીચેની તરફ આવો અને જનરલ પર ક્લિક કરો.

હવે તમારે સોફ્ટવેર અપડેટ પર જવાનું છે.

પછી અહીંથી iOS 18.1 Update કરી લો.

ક્યાં મળશે કોલ રેકોર્ડિંગનું ઓપ્શન?

iPhoneમાં કોલ રેકોર્ડિંગનું ઓપ્શન તમને તમારી કોલ સ્ક્રીન પર સામે નહીં દેખાય.

જ્યારે પણ તમે કોઈને કોલ કરશો, અને તમે એ કોલ રેકોર્ડ કરવા ઈચ્છો છો, તો તમારી કોલ સ્ક્રીનની ડાબી બાજુમાં એક વ્હાઈટ કલરનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો કે ટેપ કરો.

હવે તમારું કોલ રેકોર્ડિંગ ફીચર અનેબલ થઈ જશે.

કોલ રેકોર્ડિંગ શરૂ કરવા માટે ફરીથી એ જ ઓપ્શન પર ક્લિક કરો.

હવે તમારી સ્ક્રીન પર એક નોટિફિકેશન આવશે, જે કહે છે કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. આ નોટિફિકેશન તમે જેની સાથે ફોન પર વાત કરી રહ્યા છો, તેમની સ્ક્રીન પર પણ દેખાસે.

એકવાર રેકોર્ડિંગ શરૂ થઈ જાય, ત્યાર બાદ રેકોર્ડિંગને વચ્ચે રોકવા માટે લાલ કલરનું આઈકન દેખાશે.

આ રેકોર્ડિંગ તમારા ફોનમાં સેવ થઈ જશે. સ્ક્રીન પર તમને દેખાશે કે કેટલી મિનિટનું રેકોર્ડિંગ સેવ થયું છે.

તમને ખાસ જણાવી દઈએ કે ભારતમાં સામેવાળા યુઝરની પરમિશન વગર કરેલું કોલ રેકોર્ડિંગ ગેરકાયદે ગણાય છે.

Best Mobiles in India

English summary
iPhone update how to record a call in iPhone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X