Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone પર આ રીતે કરો Screen Recording, ફોલો કરો સ્ટેપ્સ
સ્ક્રીન રેકોર્ડિંગ દરેક યુઝર માટે બહુ કામનું ફીચર છે. લેપટોપથી લઈને સ્માર્ટ ફોન સુધી આ ફીચર તમારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. તમારે કોઈ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો, કે પછી ફોનમાં કોઈ સમસ્યા થઈ છે કે નહીં તે દર્શાવવા માટે સ્ક્રીન રેકોર્ડિંગ અક્સીર સાબિત થાય છે. એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન્સમાં તો સ્ક્રીન રેકોર્ડિંગ કરવું ખૂબ જ સહેલું છે. પરંતુ આઈફોનમાં ઘણા લાંબા સમય સુધી આ ફીચર નહોતું આવ્યું. આ માટે આઈફોન યુઝર્સે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડતો હતો.

જો કે હવે એપલે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ iOS 11માં જ સ્ક્રીન રેકોર્ડિંગ ફીચર આપીને આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. આ સાથે જ આઈફોન અને આઈપેડ બંનેમાં સ્ક્રીન રેકોર્ડિંગ ઈનબિલ્ટ જ કરી શકાય છે. તો iOS 15ના લોન્ચ સાથે તો કંપનીએ સ્ક્રીન રેકોર્ડિંગના ફીચરને એટલુ એડવાન્સ કરી નાખ્યું કે યુઝર્સના ઘણા કામ એકદમ સરળ થઈ ગયા, સાથે જ પ્રાઈવસી જોખમાવાનો ડર પણ ઘટી ગયો.
પરંતુ શું તમે તમારા લેટેસ્ટ iPhone 14 અથવા iPhone 15માં સ્ક્રીન રેકોર્ડ કરી શકો છો? શું તમે સક્રીન રેકોર્ડિંગની સાથે ઓડિયો પણ રેકોર્ડ કરી શકો છો? આ બધા જ સવાલના જવાબમાં અમે તમને કેટલીક એવી રીત જણાવીશું, જેના દ્વારા તમે એકદમ સરળતાથી આઈપોનની સ્ક્રીનને ઓડિયોની સાથે જ રેકોર્ડ કરી શક્શો સાથે જ બીજા કેટલાક કામ પણ આસાન બની જશે.
iPhone પર સ્ક્રીન રેકોર્ડ કરવા માટે આટલું કરો.
રેકોર્ડિંગ શરૂ કરવા માટેની સૌથી સરળ રીત છે સ્ક્રીન રેકોર્ડિંગ કંટ્રોલને કંટ્રોલ સેન્ટર સાથે અટેચ કરવુ. તમે ઉપરની તરફ જમણી બાજુ અથવા તો નીચેની તરફ સ્વાઈપ કરીને કંટ્રોલ સેન્ટરને એક્સેસ કરી શકો છો. તમારા આઈફોનમાં આ કામ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા આઈફોનમાં સેટિંગ્સ મેન્યુમાં જાવ, અને અહીં કંટ્રોલ સેન્ટર પર ક્લિક કરો.
2. હવે મોર કંટ્રોલ લખેલું દેખાય, ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો અને સ્ક્રીન રેકોર્ડિંગ સર્ચ કરો.
3. હવે આ ફીચરને કંટ્રોલ સેન્ટરમાં જોડવા માટે માત્ર + ની સાઈન પર ક્લિક કરો.
આટલું કરતા જ તમારા કંટ્રોલ સેન્ટરમાં સ્ક્રીન રેકોર્ડિંગ એડ થઈ જશે. હવે તમે ગમે ત્યારે ફોન નીચેની તરફ સ્ક્રોલ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરી શક્શો. તમે આ ફીચરને તમારી સરળતા પ્રમાણે ગોઠવી શકો છો.
સ્ક્રીન રેકોર્ડિંગ માટે ફોલો કરવાના સ્ટેપ્સ
હવે, જ્યારે તમે કંટ્રોલ સેન્ટરમાં સ્ક્રીન રેકોર્ડિંગ ઓપ્શન એડ કરી દીધું છે, ત્યારે તમારે સ્ક્રીન રેકોર્ડિંગ માટે ખૂબ જ ઓછા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
1. સૌથી પહેલા તમારા આઈફોનની ડિસ્પ્લે પર ઉપરની તરફથી નીચેની તરફ સ્વાઈપ કરો.
2. હવે સક્રીન રેકોર્ડિંગ માટે કંટ્રોલ સેન્ટરમાં દેખાતા સ્ક્રીન રેકોર્ડિંગ બટન પર ટેપ કરો અને 3 સેકન્ડ રાહ જુઓ.
3. બસ રેકોર્ડિંગ શરૂ થઈ જશે. જ્યારે તમારા જરૂર પ્રમાણેનું રેકોર્ડિંગ થઈ જાય ત્યારે લાલ બટન પર ટેપ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications