Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone લૉક થઈ ગયો છે? તો ટ્રિકથી સરળતાથી પાસવર્ડ કરો રિસેટ
ઘણીવાર એવું થાય કે આપણે મિત્રો કે ફેમિલીના ડરથી ફોનનો પાસવર્ડ બદલતા રહેતા હોઈએ છીએ. જેને કારણે ઘણીવાર આપણે પોતે જ આપણા ફોનનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ, કે આપણે કયો પાસવર્ડ સેટ કર્યો હતો? આવી સ્થિતિમાં ફોન લૉક થઈ જાય, ત્યારે તેને ખોલવો કેવી રીતે એ એક મોટી સમસ્યા બની જાય છે.
જો તમે પણ ક્યારેક આવી પરિસ્થિતિનો ભોગ બન્યા છો, તો તમને જણાવી દઈએ કે તમે પોતાના લૉક થયેલા ફોનને અનલૉક કરી શકો છો. તેના માટે તમારે વધારે કશું કરવાની જરૂર નથી. તમારે બસ આ આર્ટિકલમાં આગળ આપેલી ટ્રિક્સ ફોલો કરવાની છે. ચાલો જાણીએ કે તમે તમારા લૉક થયેલા આઈફોનને અનલૉક કેવી રીતે કરી શકો છો.

આ ટ્રિક કરો ફોલો
આના માટે તમારે પોતાના લેપટોપમાં Dr. Fone એપ્લીકેશન ઓપન કરવાની છે. એપ્લીકેશન ઓપન કર્યા બાદ તમારે આઈફોનને લેપટોપ સાથે કનેક્ટ કરવાનો છે. અહીં તમને સ્ક્રીન પર ત્રણ સ્ટેપ્સ દેખાશે, જેને તમારે ફોલો કરવાના છે. આ સ્ટેપ્સ ફોલો કરતા જ તમારો આઈફોન અનલૉક થઈ જશે.
પરંતુ અહીં તમારે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે આ એક થર્ડ પાર્ટી એપ છે. એટલે તેનો ઉપયોગ કરતા પહેલા તેની સાથે જોડાયેલી ટર્મ્સ એન્ડ કંડીશન, ગૂગલ રિવ્યુ રેટિંગ ખાસ ધ્યાનથી વાંચી લેજો.
Find My iPhone
જો તમારા ફોનમાં Find My iPhone અનેબલ કરેલું છે, તો તમે તેનો ઉપયોગ આઈફોનના ડેટાને રિમોટલી હટાવવા અને સ્માર્ટફોન રિસેટ કરવા માટે પણ કરી શકો છો. આ પ્રોસેસ ફોલો કરવાથઈ તમારો પાસવર્ડ પણ રિમૂવ થઈ જશે. જે બાદ તમે આઈફોનને નવેસરથી સેટ કરી શક્શો. તમે આ કામ આઈફોન ચોરી થવા પર પણ કરી શકો છો.
કમ્પ્યુટરના ઉપયોગથી કરો રિસેટ
જો તમે Mac, Windows કમ્પ્યુટર યુઝ કરો છો, તો તેનાથી પણ આઈફોન રિસેટ કરી શકો છો. ચાલો જાણીએ કે આ કેવી રીતે શક્ય છે.
સૌથી પહેલા iTunesમાં જાવ.
- અહીં તમારા આઈફોનને રિકવરી મોડમાં નાખો.
- હવે iTunes પર રિકવરી ઓપ્શનને ટેપ કરો.
આ રીતે તમારો આઈફોન સેટ થઈ જશે અને તમે સરળતાથી નવો પાસવર્ડ સેટ કરી શકો છો. પરંતુ આ પ્રોસેસ હેલા ધ્યાન રાખો કે તમારા ડેટાનો બેકઅપ લીધેલો હોય, નહીં તો તમારો ડેટા જઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications