Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં હવે સરળતાથી કરો Call Recording, આ ડિવાઈસ લાગશે કામ
iPhoneમાં કૉલ રેકોર્ડિંગ કેવી રીતે થાય છે? આ સવાલ તો હંમેશા આઈફોન યુઝર્સ પૂછતા હોય છે. ગૂગલે ભલે પોતાના ડાયલરમાંથી કૉલ રેકોર્ડિંગ ફીચર હવે હટાવી દીધું હોય, પરંતુ આઈફોનને તો આ ફીચર ક્યારેય નથી મળ્યું. કંપનીએ પ્રાઈવસીના કારણોસર કૉલ રેકોર્ડિંગ ફીચર પોતાના યુઝર્સ માટે આપ્યું જ નથી.
હવે સવાલ એ છે કે શું તમે આઈફોનમાં પણ કોલ રેકોર્ડિંગ કરી શકો છો? આમ તો આઈફોનમાં કોલ રેકોર્ડિંગ માટે અલગથી કોઈ ઓપ્શન આપવામાં નથી આવ્યો, પરંતુ એક એક્સટર્નલ ડિવાઈસની મદદથી તમે આ કામ સાવ સરળતાથી કરી શકો છો.

આઈફોનમાં કેવી રીતે કરશો કૉલ રેકોર્ડ?
માર્કેટમાં Magnetic Snap on Call Recorder નામની એક નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે. આ પ્રોડક્ટની મદદથી તમે આઈફોનમાં આસાનીથી કૉલ રેકોર્ડિંગ કરી શકો છો. જો કે, આ ડિવાઈસ તમારે અલગથી ખરીદવું પડશે. આ ડિવાઈસને તમે આઈફોનની પાછળ ચોંટાડી શકો છો. આ ડિવાઈસ લિથિયમ પૉલીમર બેટરી ધરાવે છે.
આ ખાસ ડિવાઈસને Magmo કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઈસની મદદથી તમે આઈફોન પર કોઈ પણ કૉલને રેકોર્ડ કરી શકો છો. આ ડિવાઈસ સ્પેસિફિક ક઼લ રેકોર્ડિંગ ડિવાઈસ છે, જેને તમે ફોનની સાથે એટેચ કરી શકો છો. આ ડિવાઈસમાં ખાસ બટન પણ આપવામાં આવ્યું છે, જેન ઓન કરતા જ તમારા આઈફોન પર આવતા નોર્મલ કૉલ્સની સાથે સાથે વ્હોટ્સ એપ કૉલ્સ પણ રેકોર્ડ થવા લાગશે.
કેટલી છે કિંમત?
તમે રેકોર્ડ કરેલી કૉલ્સને લેપટોપ અથવા કોઈ પણ બીજા ડિવાઈસમાં ટ્રાન્સફર કરી શકો છો. ડિવાઈસ 32 જીબી સ્ટોરેજ કેપેસિટી સાથે આવે છે. કંપનીના કહેવા પ્રમાણે Magnetic Snap On call Recorderની બેટરી લાઈફ 7 કલાકની છે. તમે તેને બે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો.
જો કે આ ડિવાઈસ ખૂબ જ મોંઘુ છે. માત્ર કૉલ રેકોર્ડિંગ કરતા આ ડિવાઈસને ખરીદવા માટે તમારે 10,000 રૂપિયાનો મસમોટો ખર્ચો કરવો પડશે. Magnetic Snap On call Recorderના બ્લેક કલર વેરિયંટની કિંમત 9,390 રૂપિયા છે, જેને તમે ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પરથી ખરીદી શકો છો. જો તમારે Magnetic Snap On call Recorderને સફેદ કલર વેરિયંટમાં ખરીદવું છે, તો તમારે 11,949 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, ધ્યાન આપો કે અમે આ પ્રોડક્ટને જાતે યુઝ કરીને ચેક નથી કરી. એટલે Magnetic Snap On call Recorder ખરીદતા પહેલા તેના રિવ્યુ જરૂર વાંચી લેજો.
થર્ડ પાર્ટી એપ્સનો પણ કરી શકો છો ઉપયોગ
જો તમે આટલો મોટો ખર્ચો કરવા નથી ઈચ્છતા, તો તમે કેટલીક એપ્સ ડાઉનલોડ કરીને પણ સરળતાથી કૉલ રેકોર્ડ કરી શકો છો. ઈન્ટરનેટ પર Rev Call Recorder App, Temi Call Recorder & Transcriber, Phone Calls Record નામની એપ ઉપલબ્ધ છે, જે તમારા કૉલ રેકોર્ડ કરી શકે છે. પરંતુ ધ્યાન આપો કે આ પણ થર્ડ પાર્ટી એપ છે, જેને તમારે ફોનમાં કેટલીક પરમિશન્સ આપવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications