Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચાલુ ફોન હશે, તો પણ સ્મૂથ ચાલશે ઈન્ટરનેટ, બસ ફોનમાં આટલું સેટિંગ કરો
શું ફોન પર વાત કરતા સમયે તમારું પણ ઈન્ટરનેટ કામ નથી કરતું? ઘણા કિસ્સામાં આવું થાય છે કે જ્યારે તમારા ફોનનો ડેટા ઓન હોય, અને ત્યારે જ કોઈનો કોલ આવી જાય, આ કોલ દરમિયાન તમારે ઈન્ટરનેટ પર કંઈક ચેક કરવું હોય, તો ઈન્ટરનેટ ચાલું ન હોય. આવી સ્થિતિમાં જો તમારે ઈન્ટરનેટનો ઉપયોગ કરવો હોય, તો તમારે ફોન કટ કરવો ફરજિયાત બની જાય છે.
એટલું જ નહીં ઘણા લોકોને તો કોલ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં પણ મુશ્કેલી આવતી હોય છે. પરંતુ હવે આ બધી જ સમસ્યાનું સમાધાન મળી ચૂક્યુ છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એવા સેટિંગ્સ વિશે વાત કરીશું, જેના દ્વારા તમે ચાલુ ફોન દરમિયાન એકદમ શાંતિથી ઈન્ટરનેટ વાપરી શકો છો.

કોલિંગ દરમિયાન મોજથી વાપરો ઈન્ટરનેટ
હવે તમે ચાલુ ફોને પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આના માટે તમારે બસ કેટલાક સેટિંગ્સ ઓન કરવાના છે, બાદમાં તમારા ફોનમાં પણ ઈન્ટરનેટ ચાલવા લાગશે.
આ સ્ટેપ્સ ફોલો કરો
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટ ફોનમાં સેટિંગ્સમાં જાવ.
સ્ટેપ 2: હવે સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં સિમ એન્ડ નેટવર્કિંગ સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: બાદમાં સિમ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમારે જે સિમકાર્ડનું સેટિંગ ચેન્જ કરવું છે, તે સિમકાર્ડ સિલેક્ટ કરો.
સ્ટેપ 5: બાદમાં સ્ક્રોલ કરતા કરતા નીચેની તરફ જાવ.
સ્ટેપ 6: હવે Access Point Names નામના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 7: બાદમાં ઈન્ટરનેટના ઓપ્શન પર આવો અને સ્ક્રોલ કરતા સમયે bearer ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 8: હવે LTE ઓપ્શન પર ટેપ કરો, આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે ઓકે પર ટેપ કરવાનું છે.
આટલું સેટિંગ કરી દેશો, એટલે તમારા ફોનમાં કોલ ચાલુ હશે, તો પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. એટલું જ નહીં તમે ચાલુ કોલે વ્હોટ્સ એપ વાપરી શક્શો, ગૂગલ જેવા બ્રાઉઝર પર કંઈ પણ સર્ચ કરી શક્શો. સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ સરળતાથી કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications