Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Searchમાં નહીં દેખાય તમારો Instagram ફોટો, બંધ કરી દો આ એક સેટિંગ
ઈન્સ્ટાગ્રામ એક ખૂબ જાણીતું ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. આપણામાંથી લગભગ બધા જ લોકો પોતાના જીવનની મોમેન્ટ્સને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરે છે. તમે પણ કરતા જ હશો. તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. જો તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક છે, તો તમારા બધા જ ઈન્સ્ટાગ્રામ ફોટોઝ અને વીડિયોઝ ગૂગલ સર્ચમાં દેખાઈ શકે છે. મતલબ કે તમારા ફોટોઝ કોઈ પણ ડાઉનલોડ કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ફોટો અને વીડિયો ગૂગલ સર્ચમાં ન દેખાય, તો તમે એપમાં જ રહેલા બિલ્ટ ઈન ફીચરનો ઉપયોગ કરી શકો છો.

ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના યુઝર્સ માટે તાજેતરમાં જ એક સેફ્ટી ફીચર લોન્ચ કરવામાં આવ્યું ચે. આ ફીચરની મદદથી યુઝર્સ જાતે નક્કી કરી શક્શે કે તેઓ પોતાના ઈન્સ્ટાગ્રામ ફોટોઝ કે વીડિયોઝ ગૂગલ સર્ચ એન્જિન પર દેખાડવા ઈચ્છે છે કે નહીં. જો તમે નથી ઈચ્છતા કે તમારા ફોટોઝ અને વીડિયો ગૂગલ પર દેખાય, તો બસ ઈન્સ્ટાગ્રામ સેટિંગ્સમાં જઈને તમારે માત્ર એક ટોગલ ઓફ કરવાનું છે. ચાલો, જાણીએ બધી જ ડિટેઈલ્સ
ઈન્સ્ટાગ્રામનું આ સેટિંગ તરત જ ઓફ કરી દો.
સ્ટેપ 1: તમારા ઈન્સ્ટાગ્રામના ફોટો અને વીડિયોને ગૂગલ સર્ચમાંથી રિમૂવ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારી પ્રોફાઈલ પર જાવ.
સ્ટેપ 3: અહીં તમને કોર્નર પર ત્રણ ડોટ દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમારી સામે જૂદા જુદા ઓપ્શન આવશે, જેમાંથી એક Account Privacy ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે.
સ્ટેપ 5: બાદમાં તમારી સામે Allow Public Photos and videos to appear in search engine result ટોગલ દેખાશે. તમારે આ ટોગલ ઓફ કરી દેવાનું છે. એટલે તમારું કામ થઈ જશે.
જો તમારા ફોનમાં Allow Public Photos and videos to appear in search engine result ઓપ્શન ઓન છે, તો તમારા ઈન્સ્ટાગ્રામના ફોટોઝ અને વીડિયોઝ ગૂગલ સર્ચમાં દેખાશે. જો તમે આ ફીચર ઓફ કરી દેશો, તો ત્યાર બાદ તમારા ફોટોઝ અને વીડિયોઝ સર્ચ એન્જિન પર નહીં દેખાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications