Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram Reelsમાં ટાઈપ કર્યા વગર એડ કરો કેપ્શન, એક ક્લિકમાં થશે કામ
ઈન્સ્ટગ્રામ આજના સમયનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જ્યાં તમે તમારો ફોટો અને વીડિયો શૅર કરી શકો છો. જો કે આજના સમયમાં ઈન્સ્ટાગ્રામની સૌથી મોટી યુએસપી તેનું રીલ્સ ફીચર છે. આ ફીચર દ્વારા ઈન્સ્ટાગ્રામ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબને ટક્કર આપે છે. આજના સમયમાં જેટલા લોકો યુટ્યુબ વીડિયોઝ જોવે છે, તેટલા જ લોકો ઈન્સ્ટાગ્રામ રીલ્સ પણ જોવે છે અને બનાવે પણ છે. જો તમે પણ ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવો છો, તો આ આર્ટિકલમાં અમે તમને ઈન્સ્ટાગ્રામ રીલ્સના કેપ્શન કોઈ પણ મહેનત વગર કેવી રીતે લખવા તે જણાવીશું.
ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં ઓટો જનરેટેડ કેપ્શનની સુવિધા મળે છે. જો કે, આ ફીચરનો હજી પણ લોકો ખાસ ઉપયોગ નથી કરતા, કારણ કે તેમને આ ફીચર વિશે ખબર નથી. જો તમે ઈન્સ્ટાગ્રામ રીલ્સ વીડિયોમાં કેપ્શન નાખવા માટે જાતે ટેસ્ટ લખો છો તો આ આર્ટિકલ વાંચી લેજો. ઈન્સ્ટાગ્રામમાં ઓટો જનરેટેડ કેપ્શન ક્રિએટ કરવા માટે તમારે ખાસ મહેનત નથી કરવાની. તમે બસ કેટલીક ક્લિક્સ કરીને કેપ્શન એડ કરી શકો છો.

ઈન્સ્ટાગ્રામમાં ઓટો કેપ્શન એડ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરો.
સ્ટેપ 2: હવે નીચે દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે ઉપર દેખાતા પ્લસ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 4: બાદમાં રીલ્સના ઓપ્શન પર જાવ.
સ્ટેપ 5: અહીંથી તમે નવા રીલ્સ વીડિયો ક્રિએટ કરી શકો છો. આ ઉપરાંત ગેલેરીમાં ઓલરેડી રહેલા અન્ય વીડિયોઝને અપલોડ કરીને રીલ્સ બનાવી શકો છો.
સ્ટેપ 6: આટલું કર્યા બાદ નેક્સ્ટ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 7: હવે સ્ટિકર્સ મેન્યુ પર ક્લિક કરો.
સ્ટેપ 8: અહીં તમને કેપ્શન સ્ટિકરનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 9: આ ઓપ્શન ઓન કરતા જ તમારા વીડિયોનો વોઈસ ઓટો જનરેટેડ કેપ્શનમાં ફેરવાઈ જશે.
સ્ટેપ 10: હવે તમે તમારી જરૂર પ્રમાણે કેપ્શના ફોન્ટ, સ્ટાઈલ, પ્લેસમેન્ટ મોડિફાય કરી શકો છો.
ઈન્સ્ટાગ્રામના આ હિડન ફીચરનો ઉપયોગ કરીને તમે તમારી મહેનત બચાવી શકો છો, સાથે જ તમારી રીલ્સ વધુ લોકો જોઈને સમજી શકે તેવી પણ બનાવી શકો છો. આજકાલ તમે જોતા હશો કે ઘણા લોકો રીલ્સ મ્યુટ પર જોવે છે, આવી સ્થિતિમાં જો તમારી રીલ્સમાં કેપ્શન હશે, તો તેના વાઈરલ થવાના ચાન્સ પણ વધારે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications