Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર વાંચો મેસેજ, સામેના વ્યક્તિને ખબર પણ નહીં પડે
Instagram એક ખૂબ જાણીતી ફોટો અને વીડિયો શેરિંગ એપ છે. આ એપનો ઉપયોગ ઘણા બધા યુઝર્સ ચેટિંગ માટે પણ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર ઘણા એવા સિક્રેટ ફીચર્સ છે, જેનો ઉપયોગ તો આપણે નથી કરતા, સાથે જ આ ફીચર્સ વિશે મોટા ભાગના યુઝર્સને જાણ પણ નથી હોતી. જેમ કે શું તમને ખબર છે કે ઈન્સ્ટાગ્રામ પર તમે તમારા મિત્રોના મેસેજ છુપાઈને વાંચી શકો છો.
તમે એમનો મેસેજ વાંચી લેશો, અને તેમને ખબર પણ નહીં પડે કે તમે મેસેજ વાંચ્યો છે. એટલે કે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ વાંચ્યા બાદ મેસેજ નીચે Reac Receipt વાળી ટીક નહીં દેખાય. જી હાં, ઈન્સ્ટાગ્રામનું આ મેસેજ ફીચર બિલકુલ વ્હોટ્સ એપ જેવું જ છે, જેમાં તમે મેસેજ વાંચી લો છો, પરંતુ મેસેજ પર બે બ્લૂ ટિક નથી થતી. ચાલો જાણીએ કે ઈન્સ્ટાગ્રામના આ હિડન ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

ઈન્સ્ટાગ્રામે હજી થોડા સમય પહેલા જ પોતાના પ્લેટફોર્મ પર Read Receipts વાળું પ્રાઈવસી ફીચર એડ કર્યું છે. આ ફીચર અંતર્ગત તમે એ નક્કી કરી શકો છો કે તમે મેસેજ વાંચી લીધો છે કે નહીં તે તમે મેસેજ મોકલનારને જણાવવા ઈચ્છો છો કે નહીં. જો તમે નથી ઈચ્છતા કે સામેવાળો વ્યક્તિ એ જાણી લે કે તમે મેસેજ વાંચી લીધો છે, તો તમારે ઈન્સ્ટાગ્રામમાં એક નાનકડું સેટિંગ કરવાનું છે.
ઈન્સ્ટાગ્રામમાં રીડ રિસીપ્ટ ડિસેબલ કરવા માટે આટલું કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ડીએમ સેક્શનમાં જાવ.
સ્ટેપ 3: હવે તમારે એ ચેટ ઓપન કરવાનું છે, જેનો મેસેજ તમે છુપાઈને વાંચવા ઈચ્છો છો.
સ્ટેપ 4: હવે એ ચેટ પર ટોપમાં દેખાતા યુઝરનેમની બાજુમાં દેખાતા એરો પર ક્લિક કરો.
સ્ટેપ 5: બાદમાં નવી વિન્ડોમાં તમે Theme, Privacy & Safety તેમજ Create a Group Chatવાળા ત્રણ ઓપ્શન જોઈ શક્શો.
સ્ટેપ 6: આમાંથી તમારે પ્રાઈવસી એન્ડ સેફ્ટી ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 7: બાદમાં તમને Read Receipts નામનું ઓપ્શન દેખાશે, જેનું ટોગલ ઓન છે.
સ્ટેપ 8: હવે તમારે આ ટોગલ ઓફ કરી દેવાનું છે.
આ સેટિંગ બાદ જ્યારે પણ યુઝર તમને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરશે, ત્યારે તમે તેનો મેસેજ વાંચી પણ લેશો, તો તેમને ખબર નહીં પડે કે તમે તેમનો મેસેજ વાંચ્ય છે કે નહીં.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications