Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર પોસ્ટ કરેલી જૂની સ્ટોરીઝ જોવી છે? તો બસ આટલું કરો
Instagram આજનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યુ છે. આજે આખા વિશ્વમાં કરોડો યુઝર્સ છે, જે રોજેરોજ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ, ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરતા રહે છે. આ પ્લેટફોર્મ પોતાના યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસ અને એન્ગેજિંગ ફીચર્સને કારણએ યુવાનોમાં લોકપ્રિય છે. ખાસ કરીને ઈન્ફ્લુએન્સર્સની જો ઈન્સ્ટાગ્રામે જીંદગી જ બદલી નાખી છે.
જો કે ઈન્સ્ટાગ્રામનું સ્ટોરીઝ એક એવું ફીચર છે, જેના પર કરેલી કોઈ પણ પોસ્ટ 24 કલાકમાં જાતે જ જતી રહે છે. પરંતુ આપણને સમય જતા ઘણી બધી બાબતો યાદ કરવી ગમતી હોય છે. જો તમારે પણ એ ચેક કરવું છે કે તમે ભૂતકાળમાં કેવી કેવી સ્ટોરીઝ અપલોડ કરી હતી, તો તે કરી શકાય છે. પરંતુ મોટા ભાગના યુઝર્સ ઈન્સ્ટાગ્રામના આ ફીચરથી અજાણ છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી જૂની સ્ટોરીઝ કેવી રીતે જોઈ શકાય તે સ્ટેપ બાય સ્ટેપ અમે અહીં જણાવી રહ્યા છીએ.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરો.
તમારી જૂની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ જોવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો. તમારા અકાઉન્ટમાં લોગ ઈન કરો, તો જ તમે પ્રોફાઈલમાં જઈને જૂની સ્ટોરીઝ જોઈ શક્શો.
સ્ટેપ 2: પ્રોફાઈલમાં જાવ
એકવાર તમે એપ ઓપન કરી, ત્યાર બાદ પ્રોફાઈલ પિક્ચર કે પછી જમણી બાજુ તળિયે દેખાતા યુઝર નેમ પર ક્લિક કરીને પ્રોફાઈલમાં જાવ. એટલે તમારું પ્રોફાઈલ પેજ ઓપન થશે.
સ્ટેપ 3: આર્કાઈવ ઓપન કરો.
ઈન્સ્ટાગ્રામ પર તમે તમારી જૂની પોસ્ટ સરળતાથી જોઈ શકો છો, પરંતુ જૂની સ્ટોરીઝ જોવા માટે તમારે સેટિંગ્સમાં જઈને આર્કાઈવ ટેબ પર જવું પડશે. આના માટે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા હેમબર્ગર મેન્યુમાં જઈને સેટિંગ્સમાં જાવ, ત્યાર બાદ સેવ્ડ ટેબની નીચે દેખાતા આર્કાઈવ ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 4: બસ, તમારી જૂની સ્ટોરીઝ હાજર
આટલું કરતા જ તમને તમારી બધી જ જૂની સ્ટોરીઝ જોવા મળશે. તમે તારીખ અને સમય અનુસાર પણ સ્ટોરીઝ ચેક કરી શકો છો. આ ઉપરાંત લોકેશનને આધારે પણ તમે તમારી જૂની સ્ટોરીઝ ચેક કરી શકો છો. આના માટે તમારે બસ લોકેશનના આઈકન પર ક્લિક કરવાનું છે. એટલે મેપને આધારે તમને તમારી બધી જ જૂની સ્ટોરીઝ જોવા મળશે. આ ફીચર સ્નેપચેટના મેપ ફીચર જેવું જ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications