Instagram પર યુઝર્સ સીધા જ ચેટમાંથી કરી શક્શે ખરીદી, આ ફીચર થશે લોન્ચ

By Gizbot Bureau
|

Metaએ 2020થી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સ માટે સર્ચ અને શોપનું ફીચર ઉમેર્યું છે. પરંતુ હવે કંપની પોતાના બંને પ્લેટફોર્મ પર ગ્રાહકોને માર્કેટમાં રહેલી દુકાનો જેવો જ ખરીદીનો અનુભવ આપવા ઈચ્છે છે. Metaની નવી બ્લોગપોસ્ટ પ્રમાણે કંપની હવે ઈન્સ્ટાગ્રામ પર પેમેન્ટ ફીચર આપવા જઈ રહી છે, જેના દ્વારા યુઝર્સ નાના દુકાનદારો પાસેથી ડાયરેક્ટ મેસેજ દ્વારા ખરીદી કરી શક્શે. આ ફીચરના કારણે કંપનીનો ઈ કોમર્સ બિઝનેસ વધુ વિકસશે.

Instagram પર યુઝર્સ સીધા જ ચેટમાંથી કરી શક્શે ખરીદી, આ ફીચર થશે લોન્ચ

કેવી રીતે નવું ફીચર યુઝર્સને કરાવશે લાભ?

Metaની બ્લોગ પોસ્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ નક્કી કરેલા નાના દુકાનદારો પાસેથી ચેટ દ્વારા જ ખરીદી કરી શક્શે. અત્યાર સુધી યુઝર્સે ખરીદી કરવા માટે કોઈ પ્રોડક્ટની ખરીદી કરવા માટે પોસ્ટ છોડીને, જે તે વસ્તુ વેચનારને મેસેજ કરવા માટે જવું પડતું હતું. પરંતુ હવે તો યુઝર્સ સેમ ચેટમાંથી જ ડિરેક્ટ મેસેજ કરીને પોતાને ગમતી વસ્તુ ખરીદી શક્શે.

ઓર્ડરને કરી શકાશે ટ્રેક

આ ફીચરથી યુઝર્સ પોતાનો ઓર્ડર પણ સરળતાથી ટ્રેક કરી શક્શે, સાથે જ પોતાના ઓર્ડર અંગે વેપારી પાસેથી સેમ જ ચેટમાં ફોલોઅપ પણ લઈ શક્શે. આ ઉપરાંત આ વસ્તુ ખરીદવા માટે યુઝર્સ મેટા પેનો ઉપયોગ કરીને સીધું જ પેમેન્ટ કરી શક્શે. Metaનો દાવો છે કે યુઝર્સ દ્વારા ખરીદી માટે કરવામાં આવનાર પેમેન્ટ એકદમ સિક્યોર હશે.

Instagram પર ઉપલબ્ધ થશે નવા ફીચર્સ

Instagram એ તાજેતરમાં જ બીજા પણ કેટલાક નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. કંપની પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ગ્રાહકો માટે 'ક્રિએટર્સ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ’ બનાવવા ઈચ્છે છે. જાન્યુઆરીમાં ઈન્સ્ટાગ્રામે પોતાના યુએસના ક્રિએટર્સ માટે સબસ્ક્રીપ્શન ફીચર લોન્ચ કર્યું હતું, જેનું ભારતમાં હાલ ટેસ્ટિંગ ચાલુ છે.

સબ્સ્ક્રીશનનું ફીચર પણ થશે લોન્ચ

ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસ્સેરીએ તાજેતરમાં જ કરેલી જાહેરાત મુજબ કંપની પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વીડિયો પોસ્ટ માટે પણ સબસ્ક્રીપ્શનનું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. મોસ્સેરીએ વધુમાં જણાવ્યું કે વીડિયોના સબસ્ક્રીપ્શન ફીચરને કારણે કન્ટેન્ટ ક્રિએટ કરતા ક્રિએટર્સને એક સ્ટેબલ આવક મળી શક્શે.

સબસ્ક્રાઈબર્સને મળશે આટલી સુવિધાઓ

સબસ્ક્રાઈબર્સ માટે કંપનીએ અલગથી ચેટ, રીલ્સ, પોસ્ટ અને હોમ ટેબ પણ પોતાના પ્લેટફોર્મ પર શરૂ કર્યા છે. આ ઉપરાંત સબસ્ક્રાઈબર્સ પોતાના હોમ ટેબ ઉપર તેમને ગમતી અને જોવી હોય તેવી પોસ્ટ અલગથી ફિલ્ટર આઉટ પણ કરી શક્શે.

ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ માત્ર ફ્રીમાં મનોરંજન મેળવવાનું જ માધ્યમ નથી રહ્યા. પરંતુ, સારી ટેલેન્ટ ધરાવતા લોકો માટે મોટી તક સાબિત થયા છે, તો ઈ કોમર્સ બિઝનેસને પણ નવી દિશા મળી છે. આ નવા ફીચર્સને કારણે જો તમને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કે રીલ કે વીડિયોમાં દેખાતી કોઈ વસ્તુ ખરીદવી છે, તો તમે ત્યાંથી જ ટેપ કરીને બિઝનેસ કરતા વ્યક્તિને મેસેજ કરી શક્શો, અને ત્યાંથી જ પેમેન્ટ કરી શક્શો.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram Business: Now Shop Directly From Instagram Chats

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X