Smart TV થઈ ગયું છે સ્લો, તો આ ત્રણ સ્ટેપથી થઈ જશે સુપરફાસ્ટ

By Gizbot Bureau
|

આજકાલ સ્માર્ટ ટીવી બધાના ઘરમાં જોવા મળે છે. ટીવી નાનું હોય કે મોટું, લોકો સ્માર્ટ ટીવી જ ખરીદવાનું પસંદ કરે છે. આ ટીવી ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈને ચાલે છે, એટલે ફાસ્ટ હોય છે. પરંતુ એક સમય બાદ આ ટીવી પણ સ્લો થઈ જ જાય છે. જો તમારું સ્માર્ટ ટીવી પણ તમને સ્લો લાગતું હોય તો અમે તમને ત્રણ એવી રીત જણાવીશું, જેનાથી ચપટીમાં તમારું સ્માર્ટ ટીવી ફાસ્ટ બની જશે.

Smart TV થઈ ગયું છે સ્લો, તો આ ત્રણ સ્ટેપથી થઈ જશે સુપરફાસ્ટ

વધારાના ફીચર્સને ડિસેબલ કરો.

સૌથી પહેલા તમારા સ્માર્ટ ટીવીના વધારાના ફીચર્સ, જેનો તમે ઉપયોગ નથી કરતા તેને ડિસેબલ કરી દો. મોશન એન્હાન્સમેન્ટ કે પછી એજ એન્હાન્સમેન્ટ જેવા ઘણા ફીચર્સ છે, જે ટીવીના પર્ફોમન્સને સ્લો કરે છે. આ ફીચર્સ તમે ટીવીના સેટિંગ્સ મેન્યુમાં જઈને ડિસેબલ કરી શકો છો. સેટિંગ્સમાં જઈને મોશન એન્હાન્સર કે પછી એજ એન્હાન્સમેન્ટ સર્ચ કરો અને આ ફીચર ઓફ કરી દો. આમ કરવાથી તમારું સ્માર્ટ ટીવી ફાસ્ટ અને સ્મૂથ થઈ જશે.

સ્માર્ટ ટીવીના સોફ્ટવેરને અપડેટ કરો.

ટીવીના પર્ફોમન્સને સ્મૂથ અને ફાસ્ટ કરવા માટેની એક રીત સોફ્ટવેર અપડેટ પણ છે. મેન્યુફેક્ચરર્સ પોતાના ડિવાઈસનું પર્ફોમન્સ સુધારવા અને બગ્સને ફિક્સ કરવા માટે સમયાંતરે નવી અપડેટ્સ આપતા રહે છે. આ અપડેટ્સથી યુઝર એક્સપીરિયન્સ તો સુધરે જ છે, સાથે જ ડિવાઈસ ફાસ્ટ પણ થાય છે. ટીવીમાં સોફ્ટવેર અપડેટ ચેક કરવા માટે તમારે સેટિંગ્સ મેન્યુમાં જવાનું છે. અહીં તમારા ટીવીના સોફ્ટવેરમાં અપડેટ આવી છે કે નહીં તે ચેક કરો. જો કોઈ અપડેટ હશે, તો અહીં તમારા ટીવીની સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો.

વાયર્ડ કનેક્શનનો ઉપયોગ કરો.

ઘણા સ્માર્ટ ટીવી વાયરલેસ રીતે ઈન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે. પરંતુ ઘણા ટીવી વાયર્ડ કનેક્શન પણ ધરાવે છે. વાયર્ડ કનેક્શન ફાસ્ટ અને સ્ટેબલ ઈન્ટરનેટ કનેક્શન આપવામાં સક્ષમ હોય છે. વાયર્ડ કનેક્શન પર સ્વચ કરવા માટે તમારા ઈન્ટરનેટ કેબલ દ્વારા સ્માર્ટ ટીવીના લેન પોર્ટ સાથે કનેક્ટ કરો. પછી તમારા રાઉટરથી ઈથરનેટ કેબલ અને મોડમને લેન પોર્ટ સાથે કનેક્ટ કરો. હવે ટીવીના સેટિંગ્સ મેન્યુમાં જાવ. બાદમાં નેટવર્ક કે પછી ઈન્ટરનેટ સેક્શનમાં જાવ અને વાયર્ડ કનેક્શન ઓપ્શન પર સ્વિચ કરો.

બસ, આટલું કરો અને તમારા સ્માર્ટ ટીવીના પર્ફોમન્સમાં તરત જ ફરક પડી જશે. આટલું કરતા જ તમારું ટીવી હાલ જે સ્થિતિમાં ચાલે છે, તેના કરતા સ્પીડમાં ચાલવા લાગશે. પરંતુ જો આ ટ્રિક અજમાવ્યા બાદ પણ ટીવી સ્લો ચાલતું હોય તો ટીવીની કંપનીનો સંપર્ક કરો.

Best Mobiles in India

English summary
If your smart TV is slow follow these tricks

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X