ગુગલ ને લોકેશન ટ્રેકિંગ ને કઈ રીતે બંધ કરવું

|

સામાન્ય રીતે લોકો લોકેશન ફીચર ને ઓફ કરી અને એવું માનતા હોઈ છે કે હવે ગુગલ તેમના લોકેશન ને ટ્રેક નથી કરી રહ્યું અને તેના વિષે ની કોઈ માહિતી ગુગલ સુધી નથી પહોંચિ રહી, પરંતુ એ હકીકત નથી. એસોશિયેટેડ પ્રેસ ના એક રિપોર્ટ અનુસાર ગુગલ આપણી લોકેશન અને જાહેરાતો ના અનુસાર પર્સનલાઇઝડ સર્ચ રિઝલ્ટ આપવા માટે આપણી લોકેશન ને તર્ક કરતું હોઈ છે.

ગુગલ ને લોકેશન ટ્રેકિંગ ને કઈ રીતે બંધ કરવું

તેથી યુઝર્સ જયારે લોકેશન ના ફીચર ને ઓફ કરે છે ત્યાર બાદ પણ ગુગલ આપણી લોકેશન ને એપ્સ જેમ કે મેપ્સ, સર્ચ, વેધર એપ વેગેરે જેવી જગ્યાઓ પર થી આપણા લોકેશન ને ટ્રેક કરતી હોઈ છે. અને આના માટે તેઓ આઈપી એડ્રેસ નો પણ ઉપીયોગ કરતા હોઈ છે. અને તમે જયારે લોકેશન ટ્રેકિંગ ને ઓફ કરો છો, ત્યારે તમને વોર્ન કરવા માં આવે છે કે તમારી ગુગલ મેપ્સ પર ની એક્ટિવિટી ના આહદાર તમારા લોકેશન ની અમુક વિગતો ને સેવ કરવા ના આવશે.

આ બધી જ વતુઓ ને સંપૂર્ણ રીતે બંધ કરવા માટે યુઝર્સે "વેબ અને એપ એક્ટિવિટી" સેવા કે જે તેમના ગુગલ એકાઉન્ટ માં આવે છે તેને બંધ કરવી પડશે. આવું કરવા થી ગુગલ તમારી લોકેશન હિસ્ટ્રી ને ટ્રેક અથવા સેવ નહીં કરી શકે.

જો તમે વિચારી રહ્યા હોવ કે આવું કઈ રીતે કરવું તો અમે તમારા માટે એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ બનાવી છે જે નીચે આપવા માં આવેલ છે.

એન્ડ્રોઇડ ઉપકરણો માટે:

1.'સેટિંગ્સ' ખોલો અને 'ગૂગલ' પર ટેપ કરો

2.'Google એકાઉન્ટ' તરફ જાઓ અને 'ડેટા અને વૈયક્તિકરણ' ટેબને શોધો

3.વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિને ટૉગલ કરો


લોકેશન હિસ્ટ્રો ને બંધ કરવા માટે:

1.'ડેટા અને વૈયક્તિકરણ' વિકલ્પ પર જાઓ

2.'સ્થાન ઇતિહાસ' વિકલ્પ પર ટેપ કરો અને તે Google એકાઉન્ટથી લિંક કરેલા દરેક ઉપકરણ માટે સેટિંગને ટૉગલ કરો

આઇઓએસ (આઇફોન / આઈપેડ) અને વિન્ડોઝ ઉપકરણો માટે:

1.તમારા બ્રાઉઝર પર 'https://myaccount.google.com/activitycontrols' ખોલો

2.તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને એકાઉન્ટમાં સાઇન ઇન કરો

3.'વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિ' સેટિંગ્સને ટૉગલ કરો

4.ઉપરાંત, 'વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિ' સેટિંગ્સની નીચે સ્થિત 'સ્થાન ઇતિહાસ' ટોગલને બંધ કરો

Best Mobiles in India

Read more about:
English summary
How to turn off Google’s location tracking

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X