આઈફોન અને આઇપેડ પર 32 લોકો સાથે કઈ રીતે વિડિઓ ચેટ કરવું

By Gizbot Bureau
|

જો આ લોકડાઉન ના સમય ની અંદર તમારા પરિવારજનો અને મિત્રો સાથે જો વાત કરવા માં ન આવે તો આ સમય ખુબ જ દીપ્રેસિંગ બની શકે છે. અને આ પ્રકાર ના સમય ની અંદર તેમની સાથે જોડાવા નો એક સૌથી સારો રસ્તો વિડિઓ કોલ્સ નો છે. અને જો તમે આઈફોન અથવા આઇપેડ નો ઉપીયોગ કરતા હોવ તો તમે એક સાથે ફેસ ટાઈમ ની અંદર 32 લોકો સાથે વિડિઓ કોલ કરી શકો છો.

આઈફોન અને આઇપેડ પર 32 લોકો સાથે કઈ રીતે વિડિઓ ચેટ કરવું

જોકે અહીં એક વસ્તુ ની નોંધ ખાસ લેવી જોઈએ કે ગ્રુપ ફેસ ટાઈમ વિડિઓ કોલિંગ માટે એપલ દ્વારા આઈફોન 6એસ અથવા તેના પછી ના મોડેલ નો ઉપીયોગ કરવા માટે જણાવવા માં આવી રહ્યું છે. અને આઇપેડ ની અંદર આઇપેડ પ્રો અથવા તેના પછી ના મોડેલ નો ઉપીયોગ કરવા માટે જણાવવા માં આવી રહ્યું છે જેની અંદર આઇઓએસ 12.1 આપવા માં આવેલ હોઈ.

અને જે લોકો જુના મોડેલ્સ નો ઉપીયોગ કરી રહ્યા છે પરંતુ તેની અંદર આઇઓએસ 12.1 આપવા માં આવ્યું હોઈ તેઓ પણ આ કોલ ની અંદર જોડાય શકે છે પરંતુ તેની અંદર માત્ર ઓડીઓ દ્વારા જોડાવું પડશે.

તમે બે રીતે ગ્રુપ ફેસ ટાઈમ વિડિઓ કોલિંગ કરી શકો છો. જેની અંદર ડાઈરેક્ટ વિડિઓ કોલિંગ કરવા માટે ની પદ્ધતિ અહીં આગળ જણાવવા માં આવી છે.

- તમારા ડીવાઈસ ને ચાલુ કરો.

- ત્યાર બાદ ફેસ ટાઈમ ને ઓપન કરી અને ચાલુ કરો.

- ત્યાર બાદ જમણી બાજુ ટોચ પર આપેલ + ના આઇકોન પર ક્લિક કરો.

- ત્યાર બાદ તમે ગ્રુપ વિડિઓ કોલ ની અંદર જેટલા લોકો ને જોડવા માંગતા હોવ તેને એડ કરો.

- ત્યાર પછી ઓડીઓ અથવા વિડિઓ જેની અંદર તમે કોલ કરવા માંગતા હોવ તેના પર ક્લિક કરો.

- અને એક વખત જયારે કોલ શરૂ થઇ જાય ત્યાર પછી સ્લાઈડ અપ કરવા થી તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે જેવા કે તમે વધુ લોકો જોડી શકો છો તમારા કેમેરા ને ઓફ કરી શકો છો વગેરે.

અને બીજી રીત ની અંદર તમે આઇમેસેજીસ નો ઉપીયોગ કરી અને ગ્રુપ ફેસ ટાઈમ વિડિઓ કોલિંગ કરી શકો છો. તપ આઇમેસેજીસ ની મદદ થી ગ્રુપ વિડિઓ કોલ કઈ રીતે કરવો તેની પદ્ધતિ અહીં જણાવવા માં આવેલ છે.

- તમે જે મેસેજ થી વિડિઓ કોલ ની શરૂઆત કરવા માંગતા હોવ તે મેસેજ ને ઓપન કરો.

- ત્યાર બાદ ટોચ પર થી કોન્ટેક્ટ લિસ્ટ પર ક્લિક કરો.

- ત્યાર બાદ ફેસ ટાઈમ પર ક્લિક કરો.

તો તમે આ બે રીતે તમારા આઈફોન અથવા આઇપેડ ની અંદર એક સાથે 32 લોકો સાથે ગ્રુપ ફેસ ટાઈમ વિડિઓ કોલિંગ કરી શકો છો.

Best Mobiles in India

English summary
How To Video Call With 32 Member Group On iOS.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X