Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 544 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
QR કોડ સ્કેન કરીને Aadhaar કાર્ડ ડિટેઈલ્સ કરો વેરિફાઈ, જાણો કેવી રીતે
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભારતના બધા જ નાગરિકોને આધાર કાર્ડ આપવામાં આવે છે. 12 આંકડાનો ઓળખ નંબર ધરતાવું આ કાર્ડ ભારતમાં ક્યાંય પણ ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે, આધારની પ્રામાણિક્તા ટકાવી રાખવા માટે સતત આધાર વેરિફિકેશન અને ડિટેઈલ્સ અપડેટ રાખવાનું કહેવામાં આવે છે. આધાર અધિનિયમ, 2016ની કલમ 7 અંતર્ગત આવતા લાભ, સેવા અ સબસિડીનો ફાયદો મેળવવા માટે તમારો આધાર નંબર સાચો છે કે નહીં, તે ચકાસવા માટે આધારને વેરિફાઈ કરવું જરૂરી છે.

તમારા આધાર નંબરને જુદા જુદા કારણોથી નિષ્ક્રિય કરી શકાય છે, જેમ કે જો સતત 3 વર્ષ સુધી તમે આધાર કાર્ડનો ઉપયોગ ન કરો તો, તમારા ખાતામાં જુદા જુદા નામ હોય તો, તમારા બાળકો 5થી 15 વર્ષની ઉંમરના થાય, ત્યારે બાળકોની બાયોમેટ્રિક્સ અપડેટેડ ન કરવામાં આ તો તમારું આધાર કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવી શકે છે. તમારું આધાર કાર્ડ સક્રિય છે કે નહીં, તેની બધી જ ડિટેઈલ્સ યોગ્ય છે કે નહીં, તે ચકાસવા માટે UIDAI તમારી આધાર ડિટેઈલ્સને સમયાંતરે વેરિફાઈ કરવાની સલાહ આપે છે.
તમારા આધાર નંબરને ઓનલાઈન અથવા ઓફલાઈન વેરિફાઈ કરવા માટે જુદી જુદી ઘણી રીતો ઉપલબ્ધ છે. તમે સત્તાવાર રીતે UIDAIની વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો, ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરી શકો છો, અથવા આધાર રજિસ્ટ્રેશન સેન્ટર પર પણ જઈ શકો છો. તમારા આધાર કાર્ડ, ઈ આધાર અથવા આધાર પીવીસી પર રહેલા QR કોડને સ્કેન પણ કરી શકાય છે. આ QR કોડ UIDAIના ડિજીટલ હસ્તાક્ષરની સાથે તમારું નામ, જાતિ, જન્મતિથિ, એડ્રેસ અને ફોટો એમ બધી જ માહિતી દર્શાવી દેશે.
QR કોડ સ્કેન કરીને આધાર કાર્ડને સરળતાથી વેરિફાઈ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા mAadhaar એપને Google Play Store અથવા એપ પરથી ડાઉનલોડ કરો અને તમારા સ્માર્ટફોનને ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 2: બાદમાં આ એપ ઓપન કરીને સ્ક્રીનની જમણી બાજુ ઉપરની તરફ ખૂણામાં રહેલા ક્યૂઆર કોડના આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: તમારા ફોનના કેમેરાને એવા આધાર કાર્ડ, ઈ આધાર અથવા આધાર પીવીસી પર દેખાઈ રહેલા ક્યૂ આર કોડની સામે રાખો, જેને તમે વેરિફાઈ કરવા ઈચ્છી રહ્યા છો.
હવે આ એપ ક્યૂઆર કોડ સ્કેન કરશે, તેના આધારે આ આધાર કાર્ડ સાથે સંલગ્ન આધાર કાર્ડ ધારકની બધી જ ડિટેઈલ્સ જેમ કે લિંક, જન્મ તારીખ, એડ્રેસ અને ફોટો દર્શાવી દેશે. આ ડિટેઈલ્સ UIDAI દ્વારા ડિજીટલ રીતે ઓથેન્ટિકેટ કરવામાં આવી છે, એટલે આ બધી જ જગ્યાએ માન્ય છે.
જો તમારી આધાર ડિટેઈલ્સમાં કોઈ ફેરફાર કરવાના છે, તો તમે ઓનલાઈન કે ઓફલાઈન તેને અપડેટ કરી શકો છો. UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે એડ્રેસ જેવી ડિટેઈલ્સ ઓનલાઈન અપડેટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications