Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook અકાઉન્ટ-પેજ પર મેળવો બ્લૂ ટિક, આ રહ્યા સ્ટેપ્સ
ફેસબુક આટલા વર્ષો બાદ પણ સૌથી વધુ વપરાતું અને સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ફેસબુકે સોશિયલ મીડિયામાં જબરજસ્ત ક્રાતિં સર્જી છે. નવા ફીચર્સ અને નવા ઉપયોગને કારણે આજે પણ ફેસબુક ટકી રહી છે. ખાસ કરીને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિએટ કરીને, લોકપ્રિય થવાની મહેચ્છા દરેકની હોય છે. જેમ કે, બ્લૂ ટિક મેળવવી, એ પણ ઘણા યુઝર્સની ઈચ્છા હોય છે. ટ્વિટરની જેમ મેટાના લોકપ્રિય પ્લેટફોર્મ ફેસબુક પર પણ યુઝર્સને વેરિફાઈડ બેજ એટલે કે બ્લૂ ટિક મળે છે. આ બ્લૂ ટિક ફેસબુક પર તમને તમારા નામની બાજુમાં જોવા મળે છે. જો કોઈ પેજ અથવા પ્રોફાઈલ પર બ્લૂ ટિક છે, તો તેનો અર્થ એ છે કે આ પેજ અથવા અકાઉન્ટ જે તે બ્રાંડ કે વ્યક્તિનું ઓથેન્ટિક પેજ અથવા પ્રોફાઈલ છે.

બ્લૂ ટિક મેળવવા માટે કરવી પડશે અરજી
બ્લૂ ટિક મેળવવા માટે યુઝર્સે ફેસબુકમાં અરજી કરવી પડે છે. બ્લૂ ટિક વાળા અકાઉન્ટ કે પ્રોફાઈલની વેલ્યુ અન્ય પેજ અથવા પ્રોફાઈલ કરતા વધારે હોય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ફેસબુક પેજ અથવા પ્રોફાઈલ પર બ્લૂ ટિક મળી જાય, તો આ આર્ટિકલમાં અમે તમને જરૂરી બધી જ માહિતી આપીશું. તમે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરશો, તો તમારા અકાઉન્ટ કે પેજને વેરિફિકેશન ટિક મળી જશે.
આ રીતે મેળવો ફેસબુક પર બ્લૂ ટિક
ફેસબુક પ્રોફાઈલ અથવા પેજ માટે જો વેરિફાઈડ બેજ એટલે કે બ્લૂ ટિક જોઈએ છે, તો તમારે કેટલાક માપદંડમાં ખરા ઉતરવું જરૂરી છે. સૌથી પહેલા તો અકાઉન્ટ અને પેજ ઓથેન્ટિક હોવું જરૂરી છે, સાથે જ પ્રોફાઈલ કમ્પલિટ હોવી જરૂરી છે. યુઝરના પ્રોફાઈલનું અબાઉટ સેક્શન સંપૂર્ણ ભરેલું હોવું જરૂરી છે. સાથે જ પ્રોફાઈલ કે પેજ નોટેબલ હોવું જોઈએ. આ બધા જ માપદંડ પૂરા કરવા પર જ તમારા પ્રોફાઈલ કે પેજને બ્લૂ ટિક મળે છે.
વેરિફિકેશન માટે અરજી કરવાની રીત
- ફેસબુક પર વેરિફિકેશન બેજ મેળવવા માટે યુઝર્સે એક ફોર્મ ભરવું પડે છે.
- આ ફોર્મ ભરતા સમયે તમને જુદા જુદા વિકલ્પ મળશે. સૌથી પહેલા તમારે એ જણાવવાનું રહેશે કે તમારે પેજ વેરિફાઈ કરાવવું છે કે ફેસબુક પ્રોફાઈલ વેરિફાઈ કરાવવી છે.
- હવે તમારે પુરાવા માટે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનો રહેશે. જે બાદ ચૂઝ ફાઈલ્સ વિકલ્પ પર ક્લિક કરીને આ ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી અપલોડ કરવી પડશે.
- હવે તમારે જે કેટેગરીમાં તમારી પ્રોફાઈલ વેરિફાઈ કરાવવી છે, તે મુજબ પસંદગી કરવાની રહેશે.
- બાદમાં તમારા દેશનું નામ ડ્રોપ ડાઉન મેન્યુમાંથી સિલેક્ટ કરો.
- હવે ઓડિશન ઓપ્શન પર ક્લિક કરો. આ ઉપરાંત તમારે તમારા વિશેના 5 આર્ટિકલની લિંક પણ આપવી પડશે.
- આટલું કર્યા બાદ તમારે સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે. બસ વેરિફિકેશન બેજ માટે તમારી અરજી સબમિટ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
