તમારા લેન્ડલાઈન નંબર થી વોટ્સએપ નો કઈ રીતે ઉપીયોગ કરવો

By Gizbot Bureau
|

આખા વિશ્વ ની અંદર 1.5 બિલિયન કરતા પણ વધુ યુઝર્સ સાથે વોટ્સએપ આકાહ વિશ્વ ની અંદર માટે એક ગો ટુ એપ બની ગઈ છે. અને તે એકદમ ફ્રી પણ છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ લોકો વોટ્સએપ ની અંદર એક બીજા ને ફ્રી વોઇસ અને વિડિઓ કોલ પણ કરી શકે છે અને અનલિમિટેડ ફોટોઝ પણ એકબીજા સાથે શેર કરી શકે છે. અને ફેસબુક ની માલિકી વાળા આ પ્લેટફોર્મ ની અંદર યુઝર્સ ને બને એટલા વધુ લાભો આપી શકાય તેની પુરે પુરી કોશિશ કરવા માં આવી છે.

તમારા લેન્ડલાઈન નંબર થી વોટ્સએપ નો કઈ રીતે ઉપીયોગ કરવો

પરંતુ આ એપ નો ઉપીયોગ કરવા માટે યુઝર્સ પાસે એક સ્માર્ટફોન, એક સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન અને એક મોબલે નંબર હોવો જરૂરી છે. અને મજા ની વાત એ છે કે વોટ્સએપ માત્ર સ્માર્ટફોન માટે જ છે એવું પણ નથી તે જીઓ ફોન અને નોકિયા 8110 જેવા ફીચરફોન પર પણ ચાલે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ને પોતાના મોબાઈલ નંબર ની બદલે પોતાના લેન્ડલાઈન નંબર પર થી વોટ્સએપ ની અંદર મેસેજીસ કરવા હોઈ તો શું તે શક્ય છે?

થોડા સમય પહેલા જયારે વોટ્સએપ દ્વારા વોટ્સએપ બિઝનેસ ને લોન્ચ કરવા માં આવ્યું ત્યારે તેઓ એ સ્ટાન્ડર્ડ મેસેજિંગ સર્વિસ ની વ્યાખ્યા જ બદલી નાખી હતી. અને તેના દ્વારા તેઓએ બિઝનેસ ની અંદર વાત કરવા માટે માત્ર એક વધુ સુરક્ષિત રસ્તો જ નથી આપ્યો પરંતુ નાના બિઝનેસ ને પોતાના લેન્ડલાઈન નંબર સતાહૈ વોટ્સએપ ની અંદર મેસેજ મોકલવા ની અનુમતિ પણ આપી છે.

અને આ રીત એ બિઝનેસ માટે ઘણી બધી કામ ની સાબિત થઇ શકે છે કે જેઓ મોબાઈલ નંબર કરતા પોતાના ઓર્ગેનાઇઝેશન ની અંદર મોબાઈલ નંબર કરતા લેન્ડલાઈન નંબર નો ઉપીયોગ કરવો વધુ હિતાવહ સમજતા હોઈ કેમ કે તેઓ પોતાના લેન્ડલાઈન નંબર ને વોટ્સએપ બિઝનેસ સાથે જોડી શકે છે. અને આના કારણે તેઓ ને બીજા લોકો સાથે પોતાના બિઝનેસ નો અંગત નંબર શેર નહીં કરવો પડે અને વધુ નંબર સાચવવા ની મગજમારી પણ નીકળી જશે. અને હવે લોકો સ્ટાન્ડર્ડ વોટ્સએપ પર પણ પોતાના લેન્ડલાઈન નંબર નો ઉપીયોગ કરી શકે છે.

મોબાઈલ નંબર વિના વોટ્સએપ નો ઉપીયોગ કઈ રીતે કરવો

સ્ટેપ 1:

સૌથી પહેલા વોટ્સએપ ની રેગ્યુલર અથવા બિઝનેસ એપ ને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો, ત્યાર બાદ તમારા મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા લેપટોપ પર વોટ્સએપ ને ઓપન કરો.

સ્ટૅપ 2:

ત્યાર બાદ વોટ્સએપ તમને તમારો કન્ટ્રી કોડ નક્કી કરવા માટે એક બોક્સ આપશે અને ત્યાર બાદ તમારો 10 ડિજિટ નો મોબાઈલ નંબર નાખવા નું આવશે. અને તે જગ્યા પર તમે તમારો લેન્ડલાઈન નંબર પણ નાખી શકો છો.

સ્ટેપ 3:

એપ્લિકેશન પછી તમારા નંબરને કૉલિંગ અથવા SMS પદ્ધતિ દ્વારા ચકાસે છે. તે પહેલા દાખલ કરેલા નંબર પર એક ચકાસણી સંદેશ મોકલશે. પરંતુ, જેમ તમે તમારું લેન્ડલાઇન નંબર ઉમેરી રહ્યા છો, તમને કોઈ સંદેશ પ્રાપ્ત થશે નહીં. પછી તમારે એક મિનિટ રાહ જોવી પડશે, જેના પછી એસએમએસ દ્વારા ચકાસણી નિષ્ફળ જશે. પછી તમે બીજાને "કૉલ કરો" વિકલ્પ પસંદ કરી શકો છો. તમારે ચકાસણી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે લેન્ડલાઇન પર કૉલ મેળવવા માટે તે વિકલ્પ પર ટેપ કરવું પડશે.

સ્ટેપ 4:

એક વખત જયારે તમે કોલ ઓપ્શન પર ટેપ કરો છો, ત્યાર બાદ તમારા કંડલાઇન નંબર પર તમને એક કોલ આવશે. અને એક ઓટોમેટિક વોઇસ એક 6 ડિજિટ નો નંબર આપશે. અને તે એક વેરિફિકેશન કોડ હશે જેથી તેની અંદર થી કોઈ નંબર ને ભૂલી ન જવાય તેની ખાસ કાળજી લેવી.

તમારે તમારા લેન્ડલાઇન નંબર સાથે વૉટઅપ ઍક્સેસ કરવા માટે એપ્લિકેશનમાં સમાન ચકાસણી કોડ ટાઇપ કરવો પડશે. એકવાર ચકાસણી પૂર્ણ થઈ જાય, પછી તમારું પ્રોફાઇલ ફોટો, નામ અને વધુ સેટ કરીને, નિયમિત સેટઅપ પ્રક્રિયાને પૂર્ણ કરો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
How to use WhatsApp with your landline number

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X