Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsapp security code notificationsનો આ રીતે કરો ઉપયોગ, રહેશો સેફ
મેટાની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ દાવો કરે છે કે તેના બે યુઝર વચ્ચે થયેલી વાતચીત એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ હોય છે. મેટાનો એવો પણ દાવો છે કે આ એન્ક્રિપ્ટેડ રીતે બે યુઝર વચ્ચે મોકલાયેલા મેસેજ વ્હોટ્સ એપ પણ જોઈ શક્તી નથી. વ્હોટ્સ એપમાં આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ખાસ પ્રકારના સિક્યોરિટી કોડ્ઝ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે.

વ્હોટ્સએપ ચેટ સિક્યોરિટી કોડ
વ્હોટ્સ એપના દરેક યુઝર દ્વારા બીજા યુઝરને થતા મેસેજ અને કૉલને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવા માટે જુદા જુદા પ્રકારના યુનિક સિક્યોરિટી કોડનો ઉપોયગ થાય છે. સિક્યોરિટી કોડને સ્પેશિયલ કીઝના વિઝિબલ વર્ઝન તરીકે જોવામાં આવે છે. વ્હોટ્સ એપના દરેક યુઝરનો કોન્ટેક્ટ નંબર ખાસ પ્રકારના ક્યૂઆર કોડ અને 60 આંકડાના નંબર દ્વારા દર્શાવવામાં આવે છે.
વ્હોટ્સ એપ પર સિક્યોરિટી કોડ નોટિફિકેશન્સ
દરેક વખતે યુઝરના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ માટે વપરાતા સિક્યોરિટી કોડ્ઝ બદલાઈ શકે છે. જ્યારે જ્યારે તમે અથવા તમારા વ્હોટ્સ એપમાં રહેલા કોન્ટેક્ટ્સ વ્હોટ્સ એપ રિ ઈન્સ્ટોલ કરે છે, તમે હેન્ડસેટ ચેન્જ કરો છો, અથવા તો કોઈ કનેક્ટેડ ડિવાઈઝને બદલો છો, ત્યારે ત્યારે આ સિક્યોરિટી કોડ બદલાઈ શકે છે. તમે હંમેશા એ ચેક કરી શકો છો કે તમારા કોન્ટેક્ટનો સિક્યોરિટી કોડ પરફેક્ટ છે કે નહીં.
કોઈ પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ દરમિયાન જો સામેના યુઝરનો સિક્યોરિટી કોડ બદલાય, તો તેની તમને જાણ થાય એ માટે તમે નોટિફિકેશન એલર્ટ સેટ કરી શકો છો. જે ડિવાઈસમાં તમારે આ સિક્યોરિટી નોટિફિકેશન જોઈએ છે, તે ડિવાઈસમાં સેટિંગ અનેબલ હોવું જરૂરી છે. તમે વ્હોટ્સ એપના ડિસ્કટોપ, આઈઓસ અને એન્ડ્રોઈડ વર્ઝનમાં આ સિક્યોરિટી કોડ નોટિફિકેશન અનેબલ કરી શકો છો.
એન્ડ્રોઈડમાં વ્હોટ્સ એપ સિક્યોરિટી કોડ નોટિફિકેશન આ રીતે ચાલુ કરો
1. સૌથી પહેલા તમારા મોબાઈલમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
2. હવે ઉપરની તરફ દેખાતા 3 ડોટ્સ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાવ.
3. અહીં તમારે અકાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
4. હવે સિક્યોરિટી નોટિફિકેશન્સ ટેબ પર ક્લિક કરો.
5. અહીં શૉ સિક્યોરિટી નોટિફિકેશન્સ ઓન ધિસ ડિવાઈસના ટોગલ ઓપ્શનને ઓન કરો.
iOSમાં વ્હોટ્સ એપ સિક્યોરિટી કોડ નોટિફિકેશન આ રીતે ચાલુ કરો.
1. તમારા આઈફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
2. હવે તેના સેટિંગ્સમાં જાવ.
3. અહીં તમને અકાઉન્ટનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
4. બાદમાં તમારે સિક્યોરિટી ટેબ પર ક્લિક કરવાનું છે.
5. અહીં શૉ સિક્યોરિટી નોટિફિકેશન્સ ઓન ધિસ ડિવાઈસના ટોગલ ઓપ્શનને ઓન કરો.
ડેસ્કટોપ વર્ઝનમાં વ્હોટ્સ એપ સિક્યોરિટી કોડ નોટિફિકેશન આ રીતે ચાલુ કરો.
1. તમારા કમ્પ્યુટરમાં વ્હોટ્સ એપ ઓપન કરો અથવા તો વ્હોટ્સ એપ વેબ ઓપન કરો.
2. હવે અહીં 3 ડોટ પર ક્લિક કરીને મેન્યુ ઓપન કરો.
3. અહીં સેટિંગ્સનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
4. બાદમાં સિક્યોરિટીનો ઓપ્શન સિલેક્ટ કરો.
5. અહીં શૉ સિક્યોરિટી નોટિફિકેશન્સ ઓન ધિસ ડિવાઈસના ટોગલ ઓપ્શનને ઓન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications