Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Laptop પર વોઈસ ટાઈપિંગની દ્વારા સમય બચાવો, બસ આ રીતે કરો ઉપયોગ
લેપટોપ ઓફિસ સહિત બીજા ઘણા કામ માટે ઉપયોગી છે. ઓફિસના કામ દરમિયાન આપણે લેપટોપનો ઉપયોગ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની સાથે સાથે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરીએ છીએ. આ માટે ઘણું બધું ટાઈપિંગ કરવું પડે છે. જો કે, ઘણીવાર કોઈ કારણસર આપણે ટ્રાવેલ કરતા હોઈએ અથવા તો ખૂબ લાંબુ ટાઇપિંગ હોય તો તેમાં ઘણો સમય જાય છે, અને ટાઇપિંગ કરવામાં મુશ્કેલી પડે છે. જો, તમને પણ ટાઈપિંગ કરવામાં કેટાળો આવે છે, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

તમે કન્ટેન્ટ ટાઈપ કરવાના બદલે વોઈસ ટાઈપિંગનો ઉપયોગ કરી શકો છો. આ ઓપ્શનની મદદથી તમારી ઘણી મહેનત બચી જશે. વોઈસ ટાઈપિંગનો ઉપયોગ કરવાથી સમય પણ બચે છે. શું તમને એ ખ્યાલ છે કે ગૂગલ ડોક્સમાં ગૂગલ તમને કન્ટન્ટ ટાઈપ કરવા માટે વોઈસ ટાઈપિંગની સુવિધા આપે છે. જો ના, તો અહીં અમે તમને ગૂગલ ડોક્સમાં જ ઉપલબ્ધ વોઈસ ટાઈપિંગ ફીચર અનેબલ કરવાની રીત જણાવી રહ્યા છીએ.
વોઈસ ટાઇપિંગ માટે આ વાતનું ધ્યાન રાખો
લેપટોપમાં વોઈસ ટાઈપિંગ માટે સૌથી જરૂરી વાત એ છે કે તમે ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કરેલું હોય. આ ફીચરને તમે ઈનકોગ્નિટો મોડમાં યુઝ નહીં કરી શકો.
ગૂગલ પર કેટલાક શબ્દો લખવાની રીત માત્રા સાથે જુદી જુદી હોઈ શકે છે. એટલે એકવાર વોઈસ ટાઈપિંગનો ઉપયોગ કરવાની સાથે સાથે તમે તેને એડિટ પણ કરી શકો છો.
વોઈસ ટાઇપિંગ ફીચર અનેબલ કરવા માટે આટલું કરો.
- સૌથી પહેલા તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ એપ્સમાં જઈને ડોક્સ સિલેક્ટ કરો.
- હવે Blank Document પર ક્લિક કરવાનું છે.
- બાદમાં Tools પર ટેપ કરો.
- હવે અહીં Voice Typing પર ટેપ કરો.
- Voice Typing પર ટેપ કરવાની સાથે જ ટોપ લેફ્ટ સાઈડ પર માઈક્રોફોન આઈકન દેખાશે.
- એક્સેસ આપવા માટે તમે બોલીને ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો.
વોઈસ ટાઈપિંગ માટે ડૉક્સ પર ctrl+shift+s એક સાથે દબાવીને વોઈસ ટાઈપિંગ ફીચર એક્સેસ કરી શકો છો.
વોઈસ ટાઈપિંગ ફીચરનો ઉપયોગ કરવાની ટિપ્સ
જ્યારે તમે વોઈસ ટાઈપિંગ ફીચરનો ઉપયોગ પહેલીવાર કરો છો, તો તેમને ટાઈપિંગ કરતા વધારે સમય લાગશે. જો કે, તમે સ્પષ્ટ અવાજમાં અટકી અટકીને પોતાના શબ્દો રેકોર્ડ કરશો, તો આ ફીચરનો ઉપયોગ વધુ સારી રીતે કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications