એક જ ફોનમાં આ રીતે ચલાવો બે Whatsapp, ફોલો કરો આ સ્ટેપ્સ

By Gizbot Bureau
|

આજના સમયમાં વ્હોટ્સ એપ દુનિયાની સૌથી વધુ વપરાતી અને સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ છે. વ્હોટ્સએપના એક મહિનાના એક્ટિવ મંથલી યુઝર્સનો આંકોડ 2 બિલિયન કરતા પણ વધારે છે. મેટાની માલિકીની આ એપની ઘણી વિશેષતાઓ છે. કહી શકાય કે ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે વ્હોટ્સએપે એક ક્રાંતિ સર્જી છે. વ્હોટ્સ એપના ઘણા ફીચર્સ વિશે તમને ખ્યાલ હશે, પરંતુ કેટલીક વાતો એવી છે, જે મોટાભાગના લોકો નથી જાણતા.

એક જ ફોનમાં આ રીતે ચલાવો બે Whatsapp, ફોલો કરો આ સ્ટેપ્સ

વ્હોટ્સ એપની પોતાની મર્યાદાઓ છે. સત્તાવાર રીતે તો તમે એક ડિવાઈસમાં માત્ર એક જ વ્હોટ્સ એર અકાઉન્ટ વાપરી શકાય છે.

ડ્યુઅલ એપ્સ સુવિધાનો કરો ઉપયોગ

પરંતુ આજે ઘણા સ્માર્ટ ફોનમાં ડ્યુઅલ એપ્સ નામની સુવિધા આપવામાં આવી છે. જેમાં યુઝર્સ એક ફોનમાં એક જ એપના બે વર્ઝન ચલાવી શકે છે. આજે અમે તમને એક એવી ટ્રીક શીખવીશું જેના દ્વારા તમે ડ્યુઅલ સિમ મોબાઈલમાં એક સાથે બે જુદા જુદા વ્હોટ્સ એપ અકાઉન્ટને યુઝ કરી શક્શો. એ પણ ગણતરીની મિનિટોમાં.

આ કંપનીના સ્માર્ટફોનમાં છે શક્ય

એ દિવસો હવે સમાપ્ત થઈ ગયા છે, જ્યારે તમારે બે વ્હોટ્સ એપ વાપરવા માટે બે જુદા જુદા ફોનની જરૂર પડતી હતી. જો તમારી પાસે ઓપ્પો, શાઓમી, વીવો, હ્યુવેઈ, સેમસંગ, વન પ્લસ, રિયલ મી જેવા ડ્યુઅલ સિમ સ્માર્ટ ફોન છે, તો તમે ડ્યુઅલ એપ્સ ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ ડિવાઈસમાં તમે પ્રાઈમરી ડિવાઈસ પર સેકન્ડરી વ્હોટ્સ એપ અકાઉન્ટ સેટ કરી શકો છો.

ડ્યુઅલ એપ સેટ કરતા પહેલા એટલું ધ્યાન રાખો કે તમારું બીજું સિમકાર્ડ ચાલુ છે, અને ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ છે.

નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: તમારા એન્ડ્રોઈડ ડિવાઈસના સેટિંગ્સમાં જાવ.

સ્ટેપ 2: નીચે સક્રોલ કરો અને એપ્સ પર ટેપ કરો.

સ્ટેપ 3: હવે ડ્યુઅલ એપ્સ વિકલ્પ પસંદ કરો અને ક્રિએટ પર ટેપ કરો.

સ્ટેપ 4: ડ્યુઅલ એપ સપોર્ટે એપ્સમાં વ્હોટ્સ એપની પસંદગી કરો.

સ્ટેપ 5: ડ્યુઅલ એપ્સને ટોગલ કરો અને ડિવાઈસમાં વ્હોટ્સ એપ ડ્યુઅલ એપ સેટ થાય તેટલી રાહ જુઓ.

સ્ટેપ 6: એપ લોન્ચર પર પાછા જાવ અને ડ્યુઅલ એપ આઈકનની સાથે વ્હોટ્સ એપ ઓપન કરો.

સ્ટેપ 7: તમારા બીજા નંબરનો ઉપયોગ કરીને વ્હોટ્સ એપ સેટ કરો.

ધ્યાન રાખો

આ સ્ટેપ શાઓમી ડિવાઈસ માટે છે. સ્માર્ટ ફોનની કંપની પ્રમાણે ફીચરના નામ અને સ્ટેપ્સ જુદા જુદા હોઈ શકે છે. પરંતુ લગભગ આવી જ રીતે તમે વ્હોટ્સ એપને સત્તાવાર રીતે તમારા ફોનમાં ક્લોન કરી શકો છો. જેને લીધે તમે એક જ ફોનમાં બે વ્હોટ્સ એપ અકાઉન્ટ સેટ કરીને ચલાવી શકો છો. જો કે તમે એક જ નંબર દ્વારા બે વ્હોટ્સ એપ અકાઉન્ટ નહીં ચલાવી શકો.

આ એપ્સ પણ છે વિકલ્પ

જો તમારી પાસે એવો સ્માર્ટ ફોન નથી જેમાં ડ્યુઅલ એપ્સની સુવિધા છે, તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી કેટલીક થર્ડ પાર્ટી એપ પણ ડાઉનલોડ કરી શકો છો, જે તમને એપ ક્લોન કરી આપે છે. પેરેલ સ્પેસ આવી જ એક એપ છે, જેના 100 મિલિયન કરતા વધારે ડાઉનલોડ છે. આ ઉપરાંત ડુ મલ્ટીપલ અકાઉન્ટ્સ, મલ્ટી સ્પેસ જેવી બીજી પણ ઘણી એપ્સ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

Best Mobiles in India

Read more about:
English summary
How to use two whatsapp on same phone know the steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X