એક જ એન્ડ્રોઈડ ફોન પર ચલાવો 2 WhatsApp અકાઉન્ટ, જાણો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

નિર્વિવાદ પણે વ્હોટ્સ એપ એ વિશ્વની સૌથી વધુ વપરાતી સોશિયલ મેસેજિંગ એપ છે. અહીં મજાક મસ્તી, જોક્સ શૅર કરવાથી લઈને બિઝનેસ, ઓફિસના અગત્યના કામ પણ વ્હોટ્સ એપ પર જ થઈ જાય છે. એટલે જ હવે ઘણા બધા લોકો બે વ્હોટ્સ એપ નંબરનો પણ ઉપયોગ કરે છે, જેમાંથી એક પર્સનલ યુઝ માટે અને બીજો પ્રોફેશનલ યુઝ માટે હોય છે. પરંતુ એક જ ડિવાઈસમાં બે વ્હોટ્સ એપ અકાઉન્ટ યુઝ કરી શકાતા નથી. જો તમને પણ બે વ્હોટ્સ એપ અકાઉન્ટ માટે બે મોબાઈલ રાખવા ન ગમતા હોય, તો હવે અમે ખાસ તમારા માટે ઉકેલ લઈને આવ્યા છીએ. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને જણાવીશું કે કેવી રીતે એક જ ફોન પર બે જુદા જુદા વ્હોટ્સ એપ અકાઉન્ટ યુઝ કરી શકાય છે.

એક જ એન્ડ્રોઈડ ફોન પર ચલાવો 2 WhatsApp અકાઉન્ટ, જાણો સ્ટેપ્સ

Realme અને Samsung જેવા એન્ડ્રોઈડ ફોનમાં ક્લોન કે પછી ડ્યુઅલ એપ ફીચર હોય છે, જે જુદા જુદા નામથી અવેલેબલ હોય છે. દાખલ તરીકે સેમસંગ ફોન યુઝ્સ ફોનના સેટિંગમાં જશે, તો તેમે ડ્યુઅલ મેસેન્જર નામનું ફીચર મળશે. આ ફીચરને જો તમે અનેબલ કરશો, તો તમારો મોબાઈલ એક ડુપ્લીકેટ એપ ક્રિએટ કરી દેશે. રિયલમી, વન પ્લસ અને ઓપ્પો યુઝર્સ માટે સેટિંગ્સમાં આ ફીચરનું નામ એપ ક્લોનર છે. જ્યારે વીવોમાં એપ ક્લોન નામથી આ ફીચર ઉપલબ્ધ છે. તો શાઓમીના ફોનમાં આ ફીચરનું નામ ડ્યુઅલ એપ્સ હોય છે.

ક્લોન કે ડ્યુઅલ એપ વિશે સૌથી સારી વાત એ છે કે તમારા સ્માર્ટફોનમાં તમે કોઈ પણ એપની ડુપ્લીકેટ એપ્લીકેશન ક્રિએટ કરી શકો છો. એટલે કે માત્ર વ્હોટ્સ એપ જ નહીં, પરંતુ ફેસબુકથી લઈને બીજી કોઈ પણ એપની ડ્યુઅલ એપ ક્રિએટ કરી શકાય છે.

જો તમારા ફોનમાં તમને ડ્યુઅલ એપ ફીચર કે પછી ક્લોન એપ ફીચર નથી મળી રહ્યું તો પણ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એક એવી એપ વિશે જણાવીશું, જે આ જ ફીચરનું કામ કરે છે. આ એપ્લીકેશન અજમાવેલી અને ચકાસેલી છે.

1. એન્ડ્રોઈડ યુઝર્સે આ એપ ઈન્સ્ટોલ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે, જ્યાં તમને Parallel App અથવા Dual App Cloner મળશે, તેને ઈન્સ્ટોલ કરી દો.

2. હવે તમારે ઈન્ફોર્મેશન એક્સેસ, ફોન સ્ટોરેજ જેવી કેટલીક બેઝિક પરમિશન આપવાની છે.

3. પરમિશન આપી દીધા પછી તમારે જે એપની ક્લોન એપ બનાવવી છે, તેને સિલેક્ટ કરવા માટે + બટન પર ટેપ કરો. અહીં તમને પહેલેથી જ વ્હોટ્સ એપ અને ફેસબુક એપ મળશે. તમારે માત્ર વ્હોટ્સ એપ પર ક્લિક કરવાનું છે.

4. તરત જ આ એપ એક ડુપ્લીકેટ વ્હોટ્સ એપ એપ ઓપન કરશે, જ્યાં તમને નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માટે સૂચના મળશે.

5. તમારે લેન્ગ્વેજ સિલેક્ટ કરવાની છે, બાદમાં વ્હોટ્સ એપના નિયમો અને શરતો એગ્રી કરવાની છે, જે વ્હોટ્સ એપમાં લોગઈન માટે એક સામાન્ય પ્રક્રિયા છે.

6. હવે તમારો મોબાઈલ નંબર અને વેરિફાઈડ પિન કોડ એન્ટર કરો, જે તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા આવ્યો હશે. તમે આ કોડ કોલ પર પણ મેળવી શકો છો.

7. જો તમે જૂના અકાઉન્ટમાં લોગ ઈન કરી રહ્યા છો, તો તમને બેકઅપ મેળવવા માટે સૂચના મળશે.

8. શરૂઆત કરવા માટે તમારું પ્રોફાઈલ નેમ અને અન્ય ડિટેઈલ્સ એન્ટર કરો. બસ તમારા બે જુદા જુદા વ્હોટ્સ એપ અકાઉન્ટ યુઝ કરવા માટ તૈયાર છે.

Best Mobiles in India

English summary
How to use two different WhatsApp account in one device

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X