Just In
Telegram Hacks: SIM કાર્ડ વગર આ રીતે બનાવો અકાઉન્ટ
Telegram પણ વ્હોટ્સ એપ જેવી જ એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. હાલના સમયમાં ટેલિગ્રામ પણ પોતાની એપને રોજેરોજ અપડેટ કરી રહી છે, તાજેતરમાં જ એપ દ્વારા પોતાના પ્લેટફોર્મ પર કેટલાક ફીચર્સ રોલ આઉટ કરવામાં આવ્યા છે. જેમાંના કેટલાક ફીચર્સ ખૂબ જ રસપ્રદ છે. ટેલિગ્રામે પોતી અપડેટમાં ડિલીટિંગ ઓલ ચેટ્સ, ટોપિક 2.0, અગ્રેસિવ મોડ ફોર ફિલ્ટરિંગ ઉટ સ્પામ મેસેજ, ટેમ્પરરી ક્યૂઆર કોડ્સ, આઈઓએસ માટે ઈમોજી સર્ચ, કસ્ટમ ઈમોજીસ, ઈન્ટરએક્ટિવ ઈમોજીસ જેવા ફીચર્સ લોન્ચ કર્યા છે. આ ઉપરાંત ટેલિગ્રામ એક એવું ફીચર પણ લાવી છે, જેને કારણે યુઝર્સ ખૂબ જ સરળતાથી આ એપનો ઉપયોગ કરી શક્શે.

આ ફીચરનું નામ કંપનીએ no-SIM Sign-in આપ્યું છે. જેનાથી, યુઝર્સ SIM કાર્ડ કે પછી મોબાઈલ નંબરને કનેક્ટ કર્યા વગર પણ ટેલિગ્રામનો ઉપયોગ કરી શક્શે.
ઉલ્લેખનીય છે કે, ટેલિગ્રામ અજાણ્યા વ્યક્તિને યુઝર્સના મોબાઈલ નંબર બતાવતું નથી, જે તેને લોકો સાથે કનેક્ટ થવા માટે સૌથી સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ બનાવે છે. પરંતુ 'નો-સિમ સાઇન-ઇન' સુવિધા સિમ કાર્ડની જરૂરિયાતને દૂર કરીને અને મોબાઇલ નંબરને સંપૂર્ણ રીતે એક્સટેન્શન કરીને સિક્યોરિટીને બમણી કરે છે.
જો કે, ટેલિગ્રાનું આ ફીચર સંપૂર્ણ પણે ફ્રેગમેન્ટ બ્લોકચેઈન પર આધારિત છે, જે યુઝ્સને નવા અને ખાનગી ફોન નંબર આપે છે. ટેલિગ્રામની બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે,’યુઝર્સ ફ્રેગમેન્ટ પ્લેટફોર્મ પર બ્લોકચેઈન દ્વારા અપાતા ખાનગી નંબરનો ઉપયોગ કરીને યુઝર્સ હવે ટેલિગ્રામ પર લોગ ઈન કરી શકે છે.’
ચાલો, હવે આપણે એ જાણી લઈએ કે જો ટેલિગ્રામ પર SIM કાર્ડ કે મોબાઈલ નંબર વગર જો અકાઉન્ટ બનાવવું હોય તો શું કરવું પડશે.
સ્ટેપ 1: સૌથી પહેલા તો ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર જઈને તમારા સ્માર્ટફોન માટે ટેલિગ્રામની લેટેસ્ટ એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: હવે તમારા ફોનમાં ટેલિગ્રામની એપ ઓપન કરો અને Get Started બટન પર ટેપ કરો.
સ્ટેપ 3: તમે ફ્રેગમેન્ટ પ્લેટફોર્મ પરથી જે બ્લોકચેઈન બેઝ્ડ નંબર ખરીદ્યો છે, તે નંબર અહીં ઈનપુટ કરો.
સ્ટેપ 4: તમારા ફ્રેગમેન્ટ બેઝ્ડ ફોન નંબર પર એક ઓટીપી આવશે, આ ઓટીપી ઈનપુટ કરીને વેરિફિકેશન કરો.
એકવાર તમે તમારો બ્લોકચેઈન બેઝ્ડ નંબર વેરિફાઈ કરી દેશો કે પછી તમારા સ્માર્ટફોન પર કોઈ પણ સિમકાર્ડ કે મોબાઈલ નંબર વગર ટેલિગ્રામનો ઉપયોગ કરી શક્શો.
ફ્રેગમેન્ટ પરથી આ રીતે ખરીદી શકાશે ખાનગી નંબર
સ્ટેપ 1: સૌથી પહેલા ફ્રેગમેન્ટ પ્લેટફોર્મ ઓપન કરો.
સ્ટેપ 2: તમારે જે નંબર વાપરવો છે, તે સર્ચબારમાં સર્ચ કરો.
સ્ટેપ 3: હવે Unlock this number for 26 ton નામના વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે તમારી પસંદગી કન્ફર્મ કરો.
સ્ટેપ 5: તમારા ફોનના કેમેરાથી અથવા Tonkeeperથી ક્યુઆર કોડ સ્કેન કરો.
સ્ટેપ 6: તમારા સ્માર્ટફોનમાં Tonkeeper ડાઉનલોડ કરો અને લોગઈન કરો.
સ્ટેપ 7: આગળની પ્રક્રિયા પૂરી કરવા માટે સ્ક્રીન પર દેખાતી સરળ ઈન્સ્ટ્રક્શન ફોલો કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470