Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone hack આ રીતે iPhoneમાં કરો SharePlayનો ઉપયોગ
SharePlay તેના નામ પ્રમાણે જ એક એવું ફીચર છે, જે તમને સ્ક્રીન, મ્યુઝિક અને વીડિયોઝ તમારા ફ્રેન્ડ્ઝ અને ફેમિલી સાથે ફેસટાઈમ કોલિંગ દરમિયાન શૅર કરવાની પરવાનગી આપે છે. આ ફીચર એપલની જ એપ્સ જેમ કે મ્યુઝિક, ટીવી અને ફોટોઝ તેમ જ કેટલીક થર્ડ પાર્ટી એપ્સને સપોર્ટ કરે છે. ચાલો, જાણીએ કે આઈફોનમાં તમે શેરપ્લે ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

શૅર પ્લે ફીચરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ધ્યાનપૂર્વક ફોલો કરો.
સ્ટેપ 1:
સૌથી પહેલા એ જુઓ કે તમારા એપલ ડિવાઈસમાં iOS અપડેટેડ છે કે નહીં. તમારા ફોનમાં iOS 15.1 અથવા તો તેના પછીનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. સાથે જ તમે ફોટોઝ, વીડિયોઝ જેની સાથે શૅર કરવા ઈચ્છો છો, તેમના એપલ ડિવાઈસમાં પણ iOS 15.1 અથવા તેનાથી અપડેટેડ વર્ઝન હોવું જરૂરી છે.
સ્ટેપ 2:
હવે તમારા એપલ ડિવાઈસમાંથી એ વ્યક્તિને ફેસટાઈમ કૉલ લગાવો જેની સાથે તમે ફોટોઝ, વીડિયોઝ શૅર કરવા ઈચ્છો છો. આ માતે તમે ફેસટાઈમનો ઓડિયો અથવા વીડિયો કોઈ પણ કોલ યુઝ કરી શકો છો. સાથે જ તમે ઈચ્છો તેટલા વ્યક્તિને આ કૉલમાં એડ કરી શકો છો.
સ્ટેપ 3:
હવે ફેસટાઈમ કૉલ દરમિયાન તમારી સ્ક્રીનને શૅર કરવા માટે ફેસટાઈમ ટૂલબારમાં દેખાતા શૅર પ્લે આઈકન પર ક્લિક કરો. બાદમાં Share My Screen ઓપ્શન પર ટેપ કરો.
હવે તમે જે વ્યક્તિ સાથે ફેસટાઈમ કોલ પર છો, તેમની સ્ક્રીન પર એક બેનર દેખાશે, જેમાં તેમને સ્ક્રીન શૅરિંગ એક્સેપ્ટ કરવું છે કે નહીં તે પૂછવામાં આવશે. સ્ક્રીન શેરિંગ માટે તેમણે આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડશે. બાદમાં તમે તમારી સ્ક્રીન પરના ફોટોઝ, વેબ પેજ, એપ્સ, વીડિયોઝ વગેરે કંઈ પણ શૅર કરી શક્શો. જો તમારે સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરવું છે, તો સૌથી ઉપર શૅરપ્લેના આઈકન પર ક્લિક કરીને End Screen Sharing પર ક્લિક કરો.
સ્ટેપ 4:
જો તમે મ્યુઝિક અથવા વીડિયો શૅર કરવા ઈચ્છો છો તો ફેસટાઈમ કોલ દરમિયાન મ્યુઝિક અથવા ટીવી એપ ઓપન કરો અને ગીત, આલ્બમ, પ્લે લિસ્ટ, મૂવી સિલેક્ટ કરીને પ્લે કરી શકો છો.
એકવાર તમારી સ્ક્રીન પર સોંગ કે વીડિયો પ્લે થશે કે સામેના વ્યક્તિના ડિવાઈસમાં પણ તે દેખાવા લાગશે. પ્લેબેકના કંટ્રોલ પણ બંને યુઝર પાસે રહેશે. જો કે તમે જે વસ્તુ શૅર કરી રહ્યા છો, સામેના વ્યક્તિ પાસે તે એપનું સબસ્ક્રીપ્શન હોવું જરૂરી છે. તમે શૅરપ્લે ફીચરનો ઉપયોગ કરવા દરમિયાન ફોટોઝ, વીડિયોઝને પ્લે, સ્કીપ, એડજસ્ટ વોલ્યુમ જેવા ફીચરનો યુઝ કરી શકો છો.
સ્ટેપ 5:
તમે શૅરપ્લેનો ઉપયોગ અન્ય કેટલીક થર્ડ પાર્ટી એપ્સ જેમ કે ડિઝની પ્લસ, HBO Max, Tiktok વેગેર માટે પણ કરી શકો છો. બસ તમારા કોલ દરમિયાન શૅરપ્લે આઈકન પર ટેપ કરો અ શેરિંગ શરૂ કરો.
શૅરપ્લે ફીચર તમારા ગમતા કન્ટેન્ટને તમારા મિત્રો કે ફેમિલી સાથે વહેંચવા માટે એક ઉપયોગી ફીચર છે. આ શેરિંગ દરમિયાન તે જે ફોટોઝ, વીડિયોઝ દર્શાવવા નથી ઈચ્છતા તેને પણ હાઈડ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications