iPhone વાત કરશે તમારા અવાજમાં, Personal Voice Feature કરો સેટ

By Gizbot Bureau
|

એપલે iOS 17ની સાથે સાથે ઘણા નવા અને ઈન્ટ્રેસ્ટિંગ ફીચર્સ એડ કર્યા છે. જેમાંથી એક સૌથી રસપ્રદ અને ઉપયોગી ફીચર પર્સનલ વોઈસ ફીચર છે. આ ફીચર ખાસ એપલ યુઝર્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફીચર તમારા અવાજમાં એક નાનકડો મેસેજ બનાવવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. આ મેસેજ દ્વારા રેકોર્ડ કરવામાં આલા ઓડિયો સેમ્પલ પરથી બનાવવામાં છે. આ ફીચર ટેક્સ્ટને ઓડિયોમાં બદલવાની સાથે સાથે લાઈવ સ્પીચ ફીચર તરીકે પણ કામ કરે છે. ચાલો જાણીએ કે એપનું પર્સનલ વોઈસ ફીચર કેવી રીતે કામ કરે છે, અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે?

iPhone વાત કરશે તમારા અવાજમાં, Personal Voice Feature કરો સેટ

Personal Voice ફીચરના ફાયદા

પર્સનલ વોઈસ ફીચરની મદદથી તમે લાઈવ વાતચીત કરવાની સાથે સાથે ફેસટાઈમ અથવા વોઈસ કોલ પર મેસેજ ટાઈપ કરી શકો છો. અને આ ફીચર તમે જે ટેક્સ્ટ લખી છે, તે જ બોલીને સામેના યુઝર સુધી પહોંચાડશે. બેઝિકલી આ ફીચર ઓડિયોને ડીપફેક કરવા જેવું જ છે. એપલના કહેવા પ્રમાણે આ ફીચરનો સંપૂર્ણ કંટ્રોલ યુઝર પાસે જ રહે છે. કારણ કે મશીન લર્નિંગ લોકલ ડિવાઈસ પર એટલે કે માત્ર તમારા ડિવાઈસમાં જ થાય છે. જેને કારણે તમારો ડેટા એકદમ સુરક્ષિત રહે છે.

એપલ ડિવાઈસમાં પર્સનલ વોઈસ ફીચરનો કરો ઉપયોગ

iPhoneમાં Personal Voice સેટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.

સ્ટેપ 1: આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારા આઈફોનમાં iOS 17 અપડેટ હોવું જરૂરી છે. એટલે સૌથી પહેલા તમારી ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરો.

સ્ટેપ 2: અપડેટ કરી લીધા બાદ હવે તમારા ફોનમાં સેટિંગ્સ મેન્યુ ઓપન કરો.

સ્ટેપ 3: સેટિંગ્સ મેન્યુમાં નીચેની તરફ સ્વાઈપ કરો અને Accessibility ઓપ્શન પર ટેપ કરો.

સ્ટેપ 4: અહીં તમને Speech સેક્શન મળે ત્યાં સુધી નીચેની બાજુ સ્ક્રોલ કરતા જાવ, બાદમાં તેના પર ટેપ કરીને Personal Voice ફીચર પર ટેપ કરો.

સ્ટેપ 5: વોઈસ સેવિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે હવે Create a Personal Voice પર ટેપ કરો.

સ્ટેપ 6: બાદમાં સ્ક્રીન પર તમને જે પ્રમાણે સૂચના આપવામાં આવી છે, તે મુજબ તેને ફોલો કરીને આગળ વધતા રહો.

સ્ટેપ 7: હવે તમારો અવાજ રેકોર્ડ કરીને સેવ કરો અને આ ફાઈલને એક નામ આપો.

સ્ટેપ 8: બાદમાં રેકોર્ડિંગ શરૂ કરો.

સ્ટેપ 9: ફરી આ રેકોર્ડ થયેલા અવાજને સેવ કરો.

સ્ટેપ 10: હવે છેલ્લે લાઈવ સ્પીચ એક્ટિવ કરો.

બસ આટલું કરતા જ તમે પર્સનલ વોઈસ ફીચરનો ઉપયોગ કરી શક્શો. આ ફીચર માત્ર 15 મિનિટમાં જ તમારા અવાજને ક્લોન કરી શકે છે. એપલનું આ ફીચર બોલવામાં અશક્ત યુઝર્સને તેમના મિત્રો અને પરિવાર સાથે કનેક્ટ કરવામાં ઉપયોગી સાબિત થશે.

Best Mobiles in India

English summary
How to use Personal Voice feature in iPhone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X