Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જૂના સ્માર્ટફોનને બનાવો CCTV, આ રીતે કરશે ઘરની સુરક્ષા
સ્માર્ટફોન હવે બધા જ યુઝર્સની જરૂરિયાત છે. સ્માર્ટ ફોન ખરીદવા માટે દરેક યુઝરનું પોતાનું નક્કી બજેટ હોય છે. સ્માર્ટ ફોન ગમે તેટલો મોંઘો હોય કે સસ્તો હોય, પરંતુ એક સમય મર્યાદા બાદ તેનો ઉપયોગ નથી કરી શકાતો.

અમુક સમય બાદ સ્માર્ટ ફોનમાં સ્લો પર્ફોમન્સથી લઈને બેટરી અને હેન્ગ થવા જેવી મુશ્કેલીઓ આવવા લાગે છે. 3-4 વર્ષ બાદ યુઝર્સ નવો સ્માર્ટ ફોન ખરીદે છે. પરંતુ સવાલ એ થાય છે કે જૂના સ્માર્ટફોનનું શું કરવું. કેટલીકવાર યુઝર્સ તેને એક્સચેન્જ ઓફરમાં આપી દે છે, તો કેટલીકવાર ડેટા સિક્યોરિટીને લઈને તેને સાચવી રાખે છે. પરંતુ આવા તો કેટલા સ્માર્ટફોન ભેગા કરવા? જો તમારી પાસે પણ જૂના સ્માર્ટ ફોન પડી રહ્યા છે, તો તેનો તમે ખૂબ જ મજેદાર ઉપયોગ કરી શકો છો. આવી સ્થિતિમાં એક ખાસ ટ્રિકની મદદથી તમે જૂના સ્માર્ટ ફોનનો સીસીટીવી કેમેરા તરીકે ઉપયોગ કરી શકો છો.
અહીં નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો અને તમારો જૂનો સ્માર્ટ ફોન સીસીટીવી કેમેરામાં કન્વર્ટ થઈ જશે. તમારો જૂનો ફોન ઉપયોગમાં પણ આવશે, અને સુરક્ષા પણ વધી જશે.
જૂના સ્માર્ટ ફોનને બનાવો સીસીટીવી કેમેરા
- જૂના સ્માર્ટ ફોનને સીસીટીવી કેમેરા બનાવવા માટે તમારે પહેલા પ્લે સ્ટોર પરથી IP Webcam એપ ઈન્સ્ટોલ કરવી પડશે.
- આ એપ ફોનમાં ઈન્સ્ટોલ કરીને ઓપન કરો.
- એપ ઓપન કર્યા બાદ સ્ટાર્ટ સર્વરનો ઓપ્શન શોધો.
- એપ તમારી પાસેથી કેટલીક પરમિશન પૂછશે. આ પરમિશન ચેક કરીને તમે અલાઉ કરવી કે નહીં તે નક્કી કરો.
- પરમિશન આપી દીધા બાદ તમારા ફોનનો કેમેરા ઓન થઈ જશે.
- હવે તમને સ્ક્રીન પર એક આઈપી એડ્રેસ દેખાશે. આ આઈપી એડ્રેસને તમારા ફોનના બ્રાઉઝરમાં સર્ચ કરો.
- આમ કરવાથી તમારા ફોનમાં IP Webcamની સત્તાવાર વેબસાઈટ ઓપન થઈ જશે.
ઓડિયો અને વીડિયોનો પણ છે ઓપ્શન
આ વેબસાઈટ પર તમને ઓડિયો અને વીડિયોના પણ વિકલ્પ મળે છે. જો તમે વીડિયો રેન્ડરિંગ ઓપ્શન સિલેક્ટ કરો છો, તો રેકોર્ડ કરેલા વીડિયોને જોઈ શકાય છે. વીડિયો રેન્ડરિંગ પર ક્લિક કરવાની સાથે જ તમારે બ્રાઉઝર પર ક્લિક કરવાનું છે. બ્રાઉઝરમાં જ તમારો વીડિયો ઓડિયો સાથે પ્લે થશે. ઓડિયો સાંભળવા માટે ઓડિયો પ્લેયરની સાથે આપેલા ફ્લેશ ઓપ્શન પર ક્લિક કરી શકો છો.
IP Webcamની વાત કરીએ તો આ એપ પ્લે સ્ટોર પર 10 મિલિયન વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ એપને 3.8 સ્ટારનું રેટિંગ મળેલું છે.
ખાસ નોંધ: ફોનમાં કોઈ પણ એપને ડાઉનલોડ કરીને ઉપયોગ કરતા પહેલા તેની પરમિશન અંગેની તમામ માહિતી ધ્યાનથઈ વાંચો. પરમિશન ક્લિયર થયા બાદ તમારી સમજણ પ્રમાણે એપનો ઉપયોગ કરવો કે નહીં તે નક્કી કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications