આંખોને સુરક્ષિત રાખે છે iPhoneનું Screen Distance ફીચર, આ રીતે કરો યુઝ

By Gizbot Bureau
|

Apple iPhoneમાં ઘણા શાનદાર ફીચર્સ મળે છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 17માં ઘણી બધી નવી સુવિધાઓ આપવામાં આવી છે, જે આઈફોન યુઝ કરવાની રીતને બદલી શકે છે. iOS 17નું પહેલું બીટા વર્ઝન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. નવા ફીચર્સનો લાભ લેવા માટે યુઝર્સ iOS 17 ડાઉનલોડ કરી શકે છે.

આંખોને સુરક્ષિત રાખે છે iPhoneનું Screen Distance ફીચર, આ રીતે કરો યુઝ

આ લેટેસ્ટ ઓપરેટિગં સિસ્ટમના સૌથી સારા અને આકર્ષક ફીચર્સમાંનું એક છે સ્ક્રીન ડિસ્ટન્સ. આ ફીચર તમારી આંખોને સ્ક્રીનથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આ ફીચર કેવી રીતે યુઝ કરી શકાય છે, અને તે કેવી રીતે આંખોને થતા નુક્સાનથી બચાવે છે.

iPhone Screen Distance Feature

લાંબો સમય સુધી સ્ક્રીન યુઝ કરવાની હોય ત્યારે આંખોને નુક્સાન થાય છે. પરંતુ આ સ્ક્રીન ડિસ્ટન્સ ફીચર ડિવાઈસને યુઝરના ચહેરાથઈ 12 ઈંચ દૂર રાખે છે. આ માટે સિસ્ટમ ટ્રુડેપ્થ કેમેરાનો ઉપયોગ કરે છે. પરંતુ આ ફીચર યુઝર કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

આટલું રાખો ધ્યાન

  • તમને જણાવી દઈએ કે આઈફોનનું આ ફીચર માત્ર આઈફોનનો એવા મોડેલ્સ અને આઈપેડના એ મોડેલ્સ પર કામ કરશે, જેમાં ફેસ આઈડીનો વિકલ્પ ઉપલબ્ધ છે.
  • આ ફીચર તમારી આંખો અને સ્ક્રીનની વચ્ચેનું ડિસ્ટન્સ માપવા માટે ટ્રુ ડેપ્થ કેમેરાનો ઉપયોગ કરે છે.
  • આઈફોનનું આ ફીચર ડિફોલ્ટ રીતે એક્ટિવ નથી હોતું.
  • આ ફીચર ઓન કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈને અનેબલ કરવું પડશે.
  • સ્ક્રીન ડિસ્ટન્સ ફીચર અનેબલ કરવા માટે આટલું કરો.
  • સૌથી પહેલા આઈફોનના સેટિંગ્સ મેન્યુમાં જાવ. પછી સ્ક્રીન ટાઈમ સેક્શનમાં જાવ.
  • અહીં તમને Limit Usage સેક્શનની અંદર સ્ક્રીન ડિસ્ટન્સનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
  • હવે સ્ક્રીન પર દેખાઈ રહેલા કન્ટિન્યુ બટન પર ક્લિક કરો.
  • હવે Turn On Screen Distance ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરો.
  • પછી સ્ક્રીન ડિસ્ટન્સની સામે બનેલા ટોગલ પર ક્લિક કરીને આ ફીચરને અનેબલ કરો.

એકવાર તમારી સ્ક્રીન પર ડિસ્ટન્સ પીચર અનેબલ થઈ જશે, તે બાદ તમને એક ફૂલ સ્ક્રીન એલર્ટ જોવા મળશે. આ ફીચર તમને જણાવશે કે તમારો ફોન તમારી આંખોની ખૂબ જ નજીક છે કે પછી યોગ્ય અંતર પર છે. જો તમે લાંબા સમય સુધી ફોનને આંખોથી 12 ઈંચ કરતા વધારે નજીક રાખો છો, તો આ ફીચર સ્ક્રીન પર એલર્ટ આપશે. આ એલર્ટ બંધ કરવા માટે તમે કન્ટીન્યુ પર ક્લિક કરી શકો છો.

જો તમને આ ફીચર યોગ્ય અને ઉપયોગી નથી લાગતું તો આઈફોનના સેટિંગ્સમાં જઈને તમે ફીચરને ડિસેબલ કરી શકો છો. પરંતુ આ ફીચરના ઉપયોગથી તમારી આંખોને થતું નુક્સાન અટકી શકે છે. કારણ કે આ ફીચર ફોનને આંખોથી દૂર રાખવામાં મદદ કરે છે.

Best Mobiles in India

English summary
How to use iPhone screen distance feature to save your eyes

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X