iPhoneની એપ્સ ચલાવો Android ફોનમાં, બસ આટલું કરો

By Gizbot Bureau
|

શું iOS એપ એન્ડ્રોઈડ ફોનમાં ચાલી શકે? જવાબ ઘણા લોકોને નથી ખબર અથવા તો મોટા ભાગના લોકોનો જવાબ ના હશે. પણ અમે કહીશું હા. હા, આ આર્ટિકલ એના માટે જ છે, જેથી તમે આઈઓએસની એપ એન્ડ્રોઈડ ફોનમાં વાપરી શકો. પરંતુ આના માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે. iOS એપને એન્ડ્રોઈડ ફોનમાં ચલાવવા માટે તમારે વર્ચ્યુલાઈઝેશન સોફ્ટવેર અથવા તો એમ્યુલેટરને તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરવી પડશે. જેનાથી iOS સિસ્ટમ તમારા એન્ડ્રોઈડ ફોનમાં સમ્યુલેટ થઈ જશે. આ પ્રોસેસ સરળ નથી, પણ અઘરી પણ નથી. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે સરળતાથી iOS એપને એન્ડ્રોઈડ ફોનમાં રન કરી શકો છો.

iPhoneની એપ્સ ચલાવો Android ફોનમાં, બસ આટલું કરો

સ્ટેપ 1: વર્ચ્યુલાઈઝેશન સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો

સૌથી પહેલા તો તમારા એન્ડ્રોઈડ ફોનમાં એક સારી એટલે કે વિશ્વાસપાત્ર એમ્યુલેટર ઈન્સ્ટોલ કરો, જે ફોનમાં એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ક્રિએટ કરી શકે, જેમ કે વર્ચ્યુઅલ બોક્સ, VMware જે iOSના એન્વાયરમેન્ટને સિમ્યુલેટ કરવામાં સક્ષમ હોય.

સ્ટેપ 2: iOS સિસ્ટમ સેટ કરો

હવે આ વર્ચ્યુઅલ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યા બાદ તમારે તેમાં એક વર્ચ્યુઅલ મશીન બનાવવાનું છે, અને તેમાં iOS સિસ્ટમની ફાઈલ્સ ઈમ્પોર્ટ કરવાની છે. આના માટે તમારે https://ipsw.me/પરથી iOS ઈમેજ ડાઉનલોડ કરવાની છે.

સ્ટેપ 3: એપલ આઈડી સાથે કનેક્ટ કરો.

આટલું કર્યા બાદ હવે વર્ચ્યુઅલાઈઝ્ડ આઈઓએસ સિસ્ટમને તમારા એપલ આઈડી સાથે કનેક્ટ કરો, જેથી તમે એપ સ્ટોર પરથી એપ્લીકેશન ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી શકો.

સ્ટેપ 4: એપ્લીકેશન ઈન્સ્ટોલ કરો

હવે તમારે એપ સ્ટોર પરથી જે પણ iOS એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવી છે, તેને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી શકો છો. બસ એટલું ધ્યાન રાખો કે તમે જે પણ એપ ઈન્સ્ટોલ કરો છો, તે iOS પ્લેટફોર્મને સપોર્ટ કરતી હોય.

સ્ટેપ 5: વર્ચ્યુઅલાઈઝ્ડ સિસ્ટમને એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે કનેક્ટ કરો.

હવે તમારે વર્ચ્યુઅલ એપ અને આઈઓએસ પ્લેટફોર્મને વાઈ ફાઈની મદદતી એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે કનેક્ટ કરવાની છે.

સ્ટેપ 6: એપનો ઉપયોગ શરૂ કરો.

હવે તમે વર્ચ્યુઅલાઈઝ્ડ આઈઓએસ સિસ્ટમ પર ચાલતી એપને રિમોટ રીતે પોતાના એન્ડ્રોઈડ ડિવાઈસથી એક્સેસ કરી શકો છો.

ઉપર આપેલા સ્ટેપ્સ થોડાક અઘરા છે, એટલે પહેલા આ સ્ટેપ્સને બરાબર સમજી લો અને બાદમાં જ ફોલો કરો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે, અને તમારે iOS એપ તેમાં વાપરવી છે, તો જ આ સ્ટેપ્સનો ઉપયોગ કરો. શક્ય છે કે કેટલીક એપ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટમાં એટલી સારી રીતે કામ ન કરે, જેટલી ઓરિજિનલ આઈઓએસ સિસ્ટમમાં કરે છે.

Best Mobiles in India

English summary
How to use iOS app in android smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X