Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram વારંવાર ચેક કરવાની આદત છે? તો આ ફીચર છોડાવશે તમારી આદત
આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આપણા જીવનનો ભાગ બની ચૂક્યા છે. આપણે બધા જ નાની નાની વાતોને સોશિયલ મીડિયા પર શૅર કરીએ છીએ. સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં ભાગ લઈએ છીએ. દરેક બીજો ઈન્ટરનેટ યુઝર કોઈને કોઈ પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અકાઉન્ટ ધરાવે છે. આ પ્લેટફોર્મમાંથી ઈન્સ્ટાગ્રામ સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સમાંની એક છે.
જો તમે પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો, તો આ આર્ટિકલમાં તમને કેટલીક કામની માહિતી મળવાની છે.

ઈન્સ્ટાગ્રામ ડિસ્ટર્બ કરે છે
ઈન્સ્ટાગ્રામ વાપરવાની આદત ક્યારેક આપણી પ્રોડક્ટિવિટી પણ ઘટાડે છે. આપણે નોટિફિકેશન જોવા કે મેસેજ જોવા માટે ચાલુ મીટિંગે કે કોઈ અગત્યના કામની વચ્ચે પણ દર થોડી થોડી વારે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. આ આદતને કારણે કામ પર આપણું ધ્યાન રહેતું નથી અને કામ બગડે છે.
જો તમને પણ વારંવાર ઈન્સ્ટાગ્રામ ખોલવાની આદત છે, તો આ પ્લેટફોર્મ પર આપવામાં આવેલું ક્વિટ મોડનું ફીચર ખાસ તમારા માટે જ છે.
શું છે ઈન્સ્ટાગ્રામનું Quiet Mode ફીચર?
સૌથી પહેલા એ સમજી લઈએ કે ઈન્સ્ટાગ્રામનું આ ક્વિડ મોડ ફીચર છે શું. તો આ ખાસ ફીચર દ્વારા ઈન્સ્ટાગ્રામ યુઝર એપને કારણે પોતાને થતું ડિસ્ટરર્બન્સ અટકાવી શકે છે અને બીજા અગત્યના કામમાં ફોકસ કરી શકે છે. જો તમે ક્વિટ મોડ ફીચરનો ઉપયોગ કરો છો, તો ઈન્સ્ટાગ્રામ પરથી આવતા બધા જ નોટિફિકેશન એની જાતે જ મ્યુટ થઈ જાય છે. એટલે કે તમારા ફોનની સ્ક્રીન પર નવા મેસેજ કે નવી નોટિફિકેશન જોવા જ નહીં મળે. એટલું જ નહીં યુઝરના સ્ટેટસ અને ઓટો રિપ્લાયમાં પણ in quite Mode લખેલું આવી જાય છે.
આ મોડનો ઉપયોગ રાત્રે સૂવાના સમયે અથવા તો અન્ય અગત્યના કામ કરવા દરમિયાન કરી શખાય છે. સારી વાત એ છે કે આ ફીચર ઓન થવાના 10 મિનિટ પહેલા ઈન્સ્ટાગ્રામ યુઝરને રિમાઈન્ડર આપે છે કે તમારા ફોન પર ક્વિટ મોડ ઓન થવાનો છે.
કેવી રીતે ઓન કરશો ક્વિટ મોડ?
1) સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
2) હવે બોટમમાં રાઈટ કોર્નર પર દેખાતા પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
3) પછી ટોપ રાઈટ કોર્નર પર મેન્યુ આઈકન પર ટેપ કરો.
4) હવે મેન્યુમાંથી નોટિફિકેશન્સ પર ટેપ કરો.
5) અહીં તમને ક્વિટ મોડ લખેલું દેખાશે, તેના પર ટેપ કરો.
6) હવે આ મોડમાં સામે દેખાતા ટોગલને તમે અનેબલ કે ડિસેબલ કરી શકો છો.
7) બાદમાં ક્વિટ મોડમાં સ્ટાર્ટ અને એન્ડ ટાઈમ સેટ કરો.
8) આ સેટિંગ કરવાની સાથે જ તમે જરૂર પ્રમાણે ક્વિટ મોડનો ઉપયોગ કરી શક્શો.
ક્વાઈટ મોડ ઓટોમેટિક તો સપ્તાહના દરેક દિવસ માટે અનેબલ રહે છે. તમે તેને જરૂર પ્રમાણે ડિસેબલ પણ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications