Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram: કેવી રીતે પ્રોફાઈલ ફોટોમાં યુઝ કરશો જુદા જુદા પ્રકારના ફોટોઝ?
Instagramમાં એક કરતા વધારે ફોટોઝને પ્રોફાઈલ ફોટો તરીકે લોન્ચ કરી શકાય છે. ઈન્સ્ટાગ્રામે ડાયનેમિક પ્રોફાઈલ ફોટો નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ પ્રોફાઈલ ફોટોમાં પોતાનો ફોટો અને અવતાર બંને એક જ સાથે મૂકી શકે છે. અત્યાર સુધી યુઝર્સ પ્રોફાઈલ પિક્ચર તરીકે પોતાનો ફોટો મૂકી શક્તા હતા, અથવા તો અવતાર મૂકી શક્તા હતા. પરંતુ નવા ફીચર દ્વારા યુઝર આ બંને પ્રકારના ફોટોઝ એક સાથે પ્રોફાઈલ પિક્ચર તરીકે યુઝ કરી શકે છે.

ઈન્સ્ટાગ્રામે તાજેતરમાં જ કરેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે,’હવે યુઝર્સ અવતારને પ્રોફાઈલ પિક્ચરની બીજી તરફ યુઝ કરી શકે છે, અને જે યુઝર્સ તમારી પ્રોફાઈલ પર આવે છે, તેમને તમારા આ બંને પ્રકારના પ્રોફાઈલ ફોટો જોવા મળશે.’
Dynamic Profile Photo ફીચરનો આ રીતે કરો ઉપયોગ
સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ડાયનેમિક પ્રોફાઈલ ફોટો ફીચરનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને બાદમાં તમારી પ્રોફાઈલ પર જાવ.
સ્ટેપ 2: હવે અહીં એડિટ પ્રોફાઈલ વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 3: અહીં તમારા કેમેરાનો ઉપયોગ કરીને, કસ્ટમાઈઝ ઓપ્શન દ્વારા તમારો અવતાર એડ કરો.
હવે જ્યારે જ્યારે કોઈ તમારી પ્રોફાઈલ ઓપન કરશે, ત્યારે તમારું પ્રોફાઈલ પિક્ચર ફ્લિપ થશે. સામેના યુઝરને એકવાર તમારો અવતાર અને બીજી વાર તમારું પ્રોફાઈલ પિક્ચર જોવા મળશે.
એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પોતાના અવતારને સ્ટિકર તરીકે અને ફીડમાં પણ શૅર કરી શકે છે. ઈસ્ટાગ્રામના ક્વેસ્ટ અને VR પ્લેટફોર્મ્સ પર પણ યુઝર્સ પોતાના અવતારનો ઉપયોગ કરી શકે છે. કંપનીએ પોતાના અવતાર ફીચરમાં ફેસ માટે નવા આકાર એડ કર્યા છે, સાથે જ દિવ્યાંગજનો માટે વ્હિલચેર, સ્ટીક જેવા સાધનો પણ એડ કર્યા છે.
કંપની ફોટોઝ પર કરશે ફોકસ
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કંપનીએ પોતાનું અવતાર ફીચર માત્ર ફેસબુક સુધી સીમિત રાખ્યું હતું. પરંતુ, કેટલાક દિવસો પહેલા આ ફીચરને હવે ઈન્સ્ટાગ્રામ માટે પણ રોલઆઉટ કરવામાં આવ્યું છે. જો તમે ફેસબુક પર ઓલરેડી તમારો અવતાર બનાવી ચૂક્યા છો, તો નવી અપડેટ બાદ ઈન્સ્ટાગ્રામ પર તમારો અવતાર ઓટોમેટિક એડ થઈ જશે. જો કે તમે આ અવતારની ડિઝાઈનમાં તમારી જાતે જ ફેરફાર કરી શકો છો.
ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ તાજેતરમાં જ કરેલી જાહેરાત મુજબ કંપની 2023માં ફોટોઝ પર વધારે ધ્યાન આપવાની છે. સાથે જ મોસેરીએ એ પણ સ્વીકાર્યું છે કે ગત વર્ષે કંપનીએ પોતાના યુઝર્સને ફોટોઝ ઓછા અને વીડિયોઝ વધારે બતાવ્યા છે. ઈન્સ્ટાગ્રામ એક ફોટો શેરિંગ પ્લેટફોર્મ છે, અને કંપની હવે ફરીથી ફોટોઝને જ પોતાનો મુખ્ય ગોલ બનાવવા તરફ કામ કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
