Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારો Incognito ટેબ હવે કોઈ પણ નહીં ખોલી શકે, ગૂગલ ક્રોમે આપ્યું નવું ફીચર
Google પોતાના વેબ બ્રાઉઝર Chromeને વધુ સારુ બનાવવા માટે જુદા જુદા ઘણા નવા ફીચર્સ લોન્ચ કરી રહી છે. સમયની સાથે સાથે એક તરફ જ્યાં સાઈબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે, ત્યારે પોતાના યુઝર્સને આવા ક્રાઈમથી બચાવવા માટે ગૂગલ ક્રોમ કામ કરી રહ્યું છે. ગૂગલ ક્રોમ પોતાના યુઝર્સની માહિતીને સુરક્ષિત રાખવા માટે નવા પ્રાઈવસી સેટિંગ્સ અને સેફ્ટી ફીચર્સ પર સતત કામ કરી રહ્યું છે. ગૂગલે તાજેતરમાં જ ક્રોમ બ્રાઉઝરમાં Incognito ટેબને લઈને નવી સુવિધા ફિંગરપ્રિન્ટ લોકની શરૂઆત કરી છે, જેના કારણે યુઝર્સની પ્રાઈવસી અને સેફ્ટીમાં વધારો થયો છે.

ગૂગલે કરી નવા ફીચરની જાહેરાત
Data Privacy Dayની ઉજવણી કરતા સમયે ગૂગલે પોતાની લેટેસ્ટ બ્લોગ પોસ્ટમાં જાહેરાત કરી છે કે કંપની હવે ક્રોમ બ્રાઉઝરના એન્ડ્રોઈડ વર્ઝન માટે Incognito Modeમાં બાયોમેટ્રિક લોકની સુવિધા આપી રહી છે. આ ફીચર પર ગત વર્ષે કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી રહી હતી. પરંતુ હવે આ ફીચર રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે.
iOS યુઝર્સ માટે પહેલાથી જ હતી સુવિધા
જો કે, iOS યુઝર્સ માટે આ સુવિધા પહેલાથી જ ઉપલબ્ધ છે. હવે એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ આ સેફ્ટી સુવિધા લોન્ચ કરી દેવામાં આવી છે. જો તમે હજી સુધી આ સુવિધાનો ઉપયોગ નથી કર્યો, તો ચિંતાની જરાય વાત નથી. આ આર્ટિકલમાં અમે તમને Google Chromeમાં Incognito Mode પર ફિંગરપ્રિન્ટ લોક લગાવવાની આખી પ્રોસેસ સમજાવીશું.
બસ આટલા સરળ સ્ટેપ્સને ફોલો કરો
જેમ અમે તમને અગાઉ જણાવ્યું તે રીતે Incognito Tab માટેનું ફિંગર પ્રિન્ટ સેન્સર હવે એન્ડ્રોઈડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે. જો કે, ધ્યાન રાખો કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે ગૂગલ ક્રોમનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.
1) ગૂગલ ક્રોમ અપડેટ કર્યા બાદ ફિંગરપ્રિન્ટ લોક અનેબલ કરવા માટે તમારા એન્ડ્રોઈડ ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.
2) હવે જમણી બાજુમાં રહેલા 3 ડોટના આઈકન પર ક્લિક કરો.
3) હીં તમને સેટિંગ્સનો વિકલ્પ જોવા મળશે. જે બાદ તમારા ફોનની સ્ક્રીન પર બીજા પણ ઘણા ઓપ્શન જોવા મળશે.
4) તેમાંથી Privacy And Settings વિકલ્પ પર ક્લિક કરો.
5) હવે અહીં તમને Lock incognito tabs when you close chromeનો વિકલ્પ દેખાશે.
6) આ ટોગલને હવે ઓન કરી દો. આમ કરવાથી હવે જ્યારે પણ તમે ઈનકોગ્નિટો મોડ ઓન કરશો, ત્યારે તમારે ફિંગરપ્રિન્ટ આપવી પડશે.
આ ફીચર ઓન કર્યા બાદ જો તમે ઈનકોગ્નિટો મોડ ઓપન રાખી દેશો, તો પણ તમારા સિવાયનું કોઈ પણ વ્યક્તિ Incognito Mode ઓપન નહીં કરી શકે. ગૂગલ ક્રોમની આ સુવિધાને કારણે તમારી પ્રાઈવસી અને તમારી અંગત માહિતી બંનેની સિક્યોરિટી બમણી થઈ જશે. હવે તમે ઈનકોગ્નિટો મોડનો એકદમ નિશ્ચિંત થઈને ઉપયોગ કરી શકો છો. પરંતુ હા, જ્યારે પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરો, ત્યારે બેઝિક સાવચેતીઓ તો રાખવી જરૂરી જ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications