Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google AI Searchનો આ રીતે કરો ઉપયોગ, સર્ચ બનશે એકદમ ઈઝી
ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ સાથે તમે ઈન્ટરનેટ પર ખૂબ જ સરળતાથી નવી નવી માહિતી સર્ચ કરી શકો છો. ઈન્ટરનેટ પર માહિતીને SGE એટલે કે સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ સાથે પહેલા કરતા વધારે ઝડપથી અને સરળતાથી શોધી શકાય છે. એટલું જ નહીં SGEની સાથે કોઈ પણ કન્ટેન્ટને લઈને વધારે ચોક્કસ અને વધારે ઉંડી માહિતી મેળવવામાં મદદ મળે છે.

ગૂગલ સર્ચ કરતા કેવી રીતે અલગ છે ગૂગલ એઆઈ સર્ચ
ગૂગલના એઆઈ સર્ચનો ઉપયોગ કરવા દરમિયાન તમે સર્ચ કરેલી માહિતીના તમને સંખ્યાબંધ જવાબ મળે છે. દાખલ તરીકે તમે કોઈ પ્રોડક્ટની ખરીદી કરો છો, તો તમને સ્ક્રીન પર સમરી સ્વરૂપે માહિતી મળે છે. ઘણા બધા સર્ચ રિઝલ્ટમાંથી તમારા માટે જે જવાબ યોગ્ય હોય, તે તમે પસંદ કરીને તેમાં આગળ વધી શકો છો. આ માહિતી માટે ask a follow up questionનો ઉપયોગ કરી શકો છો.
ગૂગલ SEGનો ભારતમાં પણ કરી શકો છો ઉપયોગ
વર્તમાનમાં સર્ચ લેબની સુવિધા માત્ર અમેરિકા, જાપાન અને ભારતના યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરવામાં આવી છે. યુઝર્સ ગૂગલ એઆઈ જનરેટિવ સર્ચનો અંગ્રેજી, હિન્દી અને જાપાની ભાષામાં ઉપયોગ કરી શકાય છે.
ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ માટે કઈ કઈ બાબતો જરૂરી છે?
- તમારી પાસે એન્ડ્રોઈડ ફોનો હોવો જોઈએ.
- ફોનમાં ગૂગલ એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ.
- તમારી ઉંમત 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ.
- તમારી પાસે પર્સનલ ગૂગલ અકાઉન્ટ હોવું જોઈએ.
ગૂગલ સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ ફીચર કેવી રીતે ઓન કરશો.
- ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ એપ ઓપન કરવાની છે.
- ગૂગલ એપ પર ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કરવું પડશે.
- ગૂગલ એપ પર જો ઈનકોગ્નિટો મોડ ઓન છે, તો સૌથી પહેલા તેને ઓફ કરવો પડશે.
- હવે એપના ટોપ લેફ્ટ કોર્નર પર લેબ્સના આઈકન પર ટેપ કરો.
- SGE Card એક્સપેરિમેન્ટ ઓપ્શનને ટર્ન ઓન કરો.
- ટર્મ્સ એન્ડ કંડીશન વાંચીને સમજીને તેને એક્સેપ્ટ કરવી કે નહીં તે નક્કી કરો. જો કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે ટર્મ્સ એડ કંડીશન એક્સેપ્ટ કરવી જરૂરી છે.
ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ ફીચરનો આ રીતે ઉપયોગ કરો.
- સૌથી પહેલા ગૂગલ ઓપન કરીને સર્ચ બોક્સમાં તમારો સવાલ ટાઈપ કરો.
- આટલું કરવાની સાથે જ જનરેટિવ એઆઈનું એક બેનર સર્ચ બોક્સમાં નીચે દેખાશે.
- સર્ચ પર ટેપ કરવાની સાથે જ ગૂગલનું જનરેટિવ એઆઈ સર્ચ તમારા માટે કામ શરૂ કરશે.
- વેબ સર્ચના આધાર પર ગૂગલનું જનરેટિવ એઆઈ સર્ચ ઓછામાં ઓછા સમયમાં જવાબ શોધી આપશે.
- તમે કન્વર્ઝેશન મોડમાં ગૂગલને ફોલો અપ ક્વેશ્ચન પણ કરી શકો છો.
ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સને કંપનીએ વાર્ષિક ઈવેન્ટ Google I/O 2023માં લોન્ચ કર્યું હતું. કંપનીનું આ ટૂલ એક એઆઈ પાવર્ડ ફીચર છે. સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ એક એઆઈ ચેટબોટ તરીકે કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications