Internet કનેક્શન વગર પણ કરી શકાય છે Gmailનો ઉપયોગ, કરો આટલું

By Gizbot Bureau
|

ઈન્ટરનેટની વધતી સ્પીડની સાથે સાથે જુદી જુદી એપ્સ ખાસ કરીને સોશિયલ મીડિયા એપ્સ અને સોશિયલ મેસેજિંગ એપ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે. કંઈ પણ વાત કરવા માટે, માહિતી શૅર કરવા માટે, ફોટોઝ, વીડિયો, ડોક્યુમેન્ટ મોકલવા માટે પણ વ્હોટ્સ એપ જેવી સોશિયલ મેસેજિંગ સર્વિસ ઉપયોગમાં આવે છે. પરંતુ તેમ છતાંય ઈમેઈલનો ઉપયોગ જૂનો થયો નથી.

Internet કનેક્શન વગર પણ કરી શકાય છે Gmailનો ઉપયોગ, કરો આટલું

સત્તાવાર વાતચીત કરવા માટે કોર્પોરેટ વર્લ્ડથી લઈને વ્યક્તિગત રીતે પણ ઈમેઈલનો ઉપયોગ થાય છે. પરંતુ આ ઈમેઈલ સર્વિસનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ હોવું જરૂરી છે. જીમેઈલ જેવી ઈન્ટરનેટ સર્વિસથી કોઈને મેઈલ મોકલવા કે મેઈલ મેળવવા માટે, ઈન્ટરનેટ કનેક્શન હોવું પાયાની જરૂરિયાત છે. જો ક્યારેક અચાનક જ પાવરકટ થઈ જાય કે પછી ઈન્ટરનેટ ડાઉન થઈ જાય તો યુઝર્સ ઈમેઈલનો ઉપયોગ નથી કરી શક્તા. પરિણામે કેટલાક મહત્વના કામ અટકી પડે છે.

પરંતુ ગૂગલે હવે એવી સર્વિસ વિક્સાવી છે કે યુઝર્સ એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શન વગર પણ જીમેઈલનો ઉપયોગ કરી શકે છે. માત્ર જીમેઈલના ડેસ્કટોપ વર્ઝનમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. યુઝર્સ ઈન્ટરનેટ કનેક્શન વગર પણ ઓફલાઈન મોડ દરમિયાન જીમેઈલ વાપરતા સમયે લગભગ બધા જ ફીચર્સનો વાપરી શક્શે.

ઈન્ટરનેટ કનેક્શન વગર યુઝર્સ પોતાનું ઈનબોક્સ એક્સેસ કરી શક્શે, ખોલ્યા ન હોય તેવા મેઈલ વાંચી શક્શે. આ ઉપરાંત નવા મેઈલ ટાઈપ કરીને મોકલી પણ શક્શે. પરંતુ આ માટે એક જ મર્યાદા છે. ઈન્ટરનેટ કનેક્શન વગર જીમેઈલની સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારા કમ્પ્યુટટરમાં ગૂગલ ક્રોમ ઈન્સ્ટોલ કરેલું હોવું જરૂરી છે. ઈન્ટરનેટ ન હોય ત્યારે તમે જીમેઈલ માત્ર ગૂગલ ક્રોમ બ્રાઉઝર દ્વારા જ એક્સેસ કરી શક્શો. આ ઉપરાંત આ ફીચર ઈનકોગ્નિટો મોડમાં ઉપયોગમાં નથી લઈ શકાતું.

જ્યારે તમારું કમ્પ્યુટર ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ નહીં હોય, ત્યારે જીમેઈલ પોતાની જાતે જ મોસ્ટ રિસન્ટ ઈમેઈલ્સને સિન્ક્રોનાઈઝ કરી લેશે, જેથી તમે તેને જોઈ, વાંચી શકો. આ દરમિયાન જીમેઈલ એક નક્કી ગાળા માટે જેમ કે 7 દિવસથી 90 દિવસ માટે આ ઈમેઈલ સિન્ક્રોનાઈઝ કરીને રાખશે.

કોઈ પણ યુઝરનું ઈન્ટરનેટ કનેક્શન ભલે ગમે તેટલું ખરાબ હોય, પરંતુ જીમેઈલ હંમેશા તમને લેટેસ્ટ ઈમેઈલ બતાવશે. જીમેઈલ આ ઈમેઈલને આઉટબોક્સમાં રાખશે અને આવનાર મેઈલ્સનું લાઈટ વર્ઝન સ્ટોર કરી રાખશે. જો કે જો તમારા મેઈલમાં કોઈ અટેચમેન્ટ્સ હશે તો તેને ડાઉનલોડ કરવા માટે એક્ટિવ અને સારી સ્પીડનું કનેક્શન હોવું જરૂરી છે.

યુઝર્સ કોઈ પણ સમયે આ ઓફલાઈન મોડને ડિસેબલ કરી શકે છે, અને ઓફલાઈન મોડમાં સ્ટોર કરેલો ડેટા ડિલીટ કરી શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે તમે ઈન્ટરનેટ વગર જીમેઈલ વાપરી શકો છો.

Step 1: તમારા જીમેઈલમાં ઓફલાઈન સેટિંગ ઓપન કરો.

Step 2: ઓફલાઈન મેઈલ અનેબલ નામનું ઓપ્શન ક્લિક કરો.

Step 3: તમારે કેટલા દિવસ સુધી મેઈલ સિન્ક્રોનાઈઝ કરવા છે, તેની પસંદગી કરો.

Step 4: હવે સેવ ઓપ્શન પર ક્લિક કરો.

જીમેઈલને બૂક માર્ક કરો.

ઓફલાઈન જીમેઈલ વાપરવા માટે અને સરળતાથી તમારા મેઈલ એક્સેસ કરવા માટે તમે ઈનબોક્સને બૂકમાર્ક કરી શકો છો.

આ માટે તમારે તમારું જીમેઈલ બોક્સ ઓપન કરવાનું છે. ત્યાં જમણી બાજુ એડ્રેસ બાર પર રહેલા સ્ટાર આઈકન પર ક્લિક કરવાનું છે.

હવે જ્યારે તમારી પાસે ઈન્ટરનેટ કનેક્શન નથી, ત્યારે જો તમારે જીમેઈલનો ઉપયોગ કરવો છે તો તમારા એડ્રેસ બારમાં mail.google.com ટાઈપ કરો અથવા તો તમે ક્રોમમાં જ્યાં જીમેઈલ બૂકમાર્ક કર્યું છે, ત્યાં ક્લિક કરો.

Best Mobiles in India

Read more about:
English summary
How To Use Gmail Without Internet Connection Follow Guide

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X