Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android ફોન પર આ રીતે સેટ કરો Emergency SOS, આ રહી પ્રોસેસ
iPhoneની જેમ એડ્રોઈડ સ્માર્ટફોન્સમાં પણ ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર સેટ કરવાની સુવિધા હોય છે. યુઝર્સ અહીં પોતાના નજીકના મિત્રો કે પછી પરિવારના સભ્યોના મોબાઈલ નંબર ઈમરજન્સી SOS માટે એડ કરી શકે છે.

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ ફીચરનું નામ Emergency SOS હોય છે. Emergency SOSનો ઉપયોગ તમે ફોનના પાવર બટનને નક્કી કરેલી વખત દબાવીને કરી શકો છો. આ ફીચરના કારણે તમે ઈમરજન્સી સિચ્યુએશનમાં ફોનને અનલૉક કર્યા વગર જ તમે સેટ કરેલા કોન્ટેક્ટને ફોન કરવાની સુવિધા આપે છે. ભગવાન ન કરે પરંતુ જો તમને અકસ્માત નડ્યો હોય, ઘરમાં ચોરી થઈ હોય કે પછી તમે કોઈ ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગયા છો, ત્યારે તમે ફોનના પાવર બટન દ્વારા Emergency SOSનો ઉપયોગ કરી શકો છો. આવી સ્થિતિમાં બચવા માટે Emergency SOS ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
પરંતુ, જો તમને એ નથી ખબર કે આ Emergency SOSનો ઉપયોગ કેવી રીતે કરવો, તો ચિંતા ન કરશો. આજે અહીં અમે તમને આ અત્યંત ઉપયોગી ફીચરના ઉપયોગ અંગે પૂરેપૂરી માહિતી આપીશું. જેના દ્વારા તમે સેફ રહી શક્શો.
Emergency SOSમાં આ રીતે સેટ કરો મિત્રો કે પરિવારના નંબર
Emergency SOSને ફીચરને એક્ટિવ કરવા માટે તમારા ફોનમાં ઓછામાં ઓછો એક ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર સેવ હોવો જરૂરી છે.
સ્ટેપ 1: આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા સ્માર્ટફોનમાં સેટિંગ્સ મેન્યુમાં જાવ.
સ્ટેપ 2: હવે સ્ક્રોલ ડાઉન કીરને નીચે આવો અને પછી Safety & Emergency ઓપ્શન પર ક્લિક કરો. આ ઓપ્શન કેટલાક સ્માર્ટફોનમાં એડવાન્સ સેટિંગ્સમાં પણ હોઈ શકે છે.
સ્ટેપ 3: હવે અહીં તમારે Emergency Contacts પર ક્લિક કરવાનું છે. પછી એડ કોન્ટેક્ટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 4: બાદમાં તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી એક નંબર સિલેક્ટ કરો.
સ્ટેપ 5: કોન્ટેક્ટ એડ કર્યા પછી તમે Emergency SOS ફીચરનો ઉપયોગ કરવા માટે તૈયાર છો.
Emergency SOSમાં બે સુવિધા ડિફોલ્ટ રીતે અનેબલ થયેલી હોય છે, આ બંને સુવિધા SOS ટ્રિગર થવા પર એક્ટિવ થઈ જાય છે. પહેલી સુવિધા છે કે તમારા ફોનમાં જોરથી એલાર્મ વાગવા લાગે છે, અને બીજું તમારો ફોન જાતે જ ઈમરજન્સી સર્વિસિઝને ફોન કરે છે. તો રોડ અકસ્માત જેવી સ્થિતિમાં લોકેશન શૅર કરવા જેવી સુવિધા તમારે અલગથી એક્ટિવ કરવી પડે છે.
Emergency SOS ફીચર ઓન કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: ફોનના સેટિંગ્સમાં જાવ અ અહીં Safety & Emergency ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 2: અહીં તમને Emergency SOSનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે User Emergency SOSની સામે રહેલા ટોગલ પર ક્લિક કરો. બસ આટલું કરતા જ તમારી Emergency SOS સુવિધા ઓન થઈ જશે.
અહીં તમને આ સુવિધા સાથે મળતા તમામ ફીચર્સ જેમ કે ઈમરજન્સી કોન્ટેક્ટ્સને કોલ કરવા, લોકેશન શૅર કરવા જેવા ઓપ્શન જોવા મળશે. તમે સામે આપેલા ટોગલ પર ક્લિક કરીને આ સુવિધાઓને અનેબલ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications