Windows Hacks Windows 11-10માં આ રીતે ઓન કરો DND મોડ

By Gizbot Bureau
|

આજકાલ કામ કરવા દરમિયાન ફોકસ રાખવું વધારે મુશ્કેલ ટાસ્ક બની રહ્યું છે. જ્યારે તમે ઓનલાઈન કામ કરી રહ્યા છો, ત્યારે મેઈલથી લઈને સોશિયલ મીડિયા સુધી અનેક ડિસ્ટ્રેક્શન તમારી રાહ જ જોઈને બેઠા હોય છે. એક ક્લિક અને તમારા કિમતી કામના કલાકો બરબાદ થઈ જાય છે. એમાંય જો સતત નોટિફિકેશન આવતા હોય, તો આપણે જે કામ કરી રહ્યા છીએ, તેના પર પણ બરાબર ફોકસ નથી રહેતું. કેટલીકવાર આવા નોટિફિકેશન્સ જરૂરી હોય છે, જેને કારણે આપણે તેને તરત ચેક કરીને, રિપ્લાય કરીએ છીએ. તો કેટલીકવાર આપણે જરૂર ન હોય, તેવા મેસેજના, મેઈલના નોટિફિકેશન પણ આવ્યા રાખે છે, જે તમારો કિમતી સમય બગાડે છે.

Windows Hacks Windows 11-10માં આ રીતે ઓન કરો DND મોડ

એટલે આવા સમયે, જ્યારે તમારે બધા ડિસ્ટ્રેક્શન દૂર કરીને, માત્ર તમે જે કામ કરી રહ્યા છો, તેના પર જ ફોકસ કરવું છે, તેના માટે વિન્ડોઝમાં એક ખાસ ફીચર છે. Do Not Disturbed નામનું આ ફીચર અગત્યના કામ દરમિયાન ખૂબ જ ઉપયોગી છે. Android ગેજેટ્સની જેમ જ જેમ, Windows 11 પર DND વપરાશકર્તાઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે તમામ નોટિફિકેશન (તમે મંજૂરી આપી હોય તે સિવાય) બ્લોક કરે છે.
Windows 10 પર પણ Do Not Disturbeનું ફીચર છે, જેનું નામ Focus Assist અથવા તો Quiet Hours છે. આ ફીચર યુઝરને વધારાની નોટિફિકેશન્સથી બચાવીને અગત્યના ટાસ્ક પર ફોકસ કરવામાં મદદ કરે છે.

જો તમારે અગત્યના ટાસ્ક પર ફોકસ કરવું છે તો વિન્ડોઝ 11માં Do Not Disturb ફીચર ઓન કરી શકો છો, જો તમે વિન્ડોઝ 10 વાપરી રહ્યા છો, તો પણ આ ફીચરનો ઉપયોગ શક્ય છે.

Windows 11માં આ રીતે Do Not Disturb ઓન કરો

1. સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને બાદમાં સેટિંગ્સ મેન્યુમાં જાવ

2. હવે અહીં પેનલમાં તમને ડાબી તરફ સિસ્ટમ ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.

3. અહીં તમારે નોટિફિકેશન લખેલા બટન પર ટિક કરવાનું છે.

4. Do Not Disturb ફીચરનો ઉપયોગ કરવા માટે ડુ નોટ ડિસ્ટર્બની સામે રહેલા ટોગલ બટન પર ક્લિક કરો.

5. તમે ઓટોમેટિક રીતે પણ ડુ નોટ ડિસ્ટર્બ ફીચરને ઓન કરી શકો છો. આવું કરવા માટે, તમારે ડુ નોટ ડિસ્ટર્બ ઓટોમેટિકલી નામનો વિકલ્પ ઓન કરવાનો છે.

6. હવે તમારે જે સમય દરમિયાન ડુ નોટ ડિસ્ટર્બના ફીચરને ઓન કરવું હોય, તે સમય સિલેક્ટ કરી રાખો. જ્યારે જ્યારે આ નક્કી કરેલો સમય થશે, ત્યારે આ ફીચર તેની જાતે જ ઓન થઈ જશે.

Windows 10માં આ રીતે ઓન કરો Do Not Disturb ફીચર

1. સૌથી પહેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને સેટિંગ્સ એપ બટન પર ટેપ કરો.

2. હવે અહીં તમને પેનલમાં ડાબી બાજુની તરફ સિસ્ટમ ઓપ્શન નામનો વિકલ્પ મળશે.

3. આ સિસ્ટમ સેટિંગમાં Focus Assist નામના વિકલ્પ પર ક્લિક કરો. જો તમને Focus Assist નામનો વિક્લપ ન મળે તો સર્ચ બોક્સમાં જઈને Focus Assist ટાઈપ કરો, બાદમાં આ વિકલ્પ પર ક્લિક કરો.

4. અહીં તમને બે વિકલ્પ જોવા મળશે.

a. તમારે લિસ્ટમાંથી જે નોટિફિકેશન જોવી છે તેની પ્રાયોરિટી સિલેક્ટ કરો. આ લિસ્ટ તમે કસ્ટમાઈઝ કરી શકો છો.

b. માત્ર એલાર્મની નોટિફિકેશન મેળવવા માટે માત્ર એલાર્મને સિલેક્ટ કરો.

5. જો તમારે ફોકસ આસિસ્ટને ઓટોમેટિકલી ચાલુ કરવું હોય તો તમે આ માટે પણ સેટિંગ કરી શખો છો. આ માટે During These Times વિકલ્પમાં જઈને ટાઈમિંગ સેટ કરો અને બાદમાં ટોગલ બટન ઓન કરો. આ વિકલ્પ તમને ઓટોમેટિક રુલ્સ સેક્શનની સાથે જ મળી જશે.

Best Mobiles in India

English summary
How to use do not disturb in windows 11 and 10

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X