Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gpay, Paytm, PhonePe સહિતની એપ્સમાં Auto Pay કરો ઓન, આ છે સ્ટેપ્સ
દર મહિને જુદી જુદી તારીખો પર આપણે જુદા જુદા બિલના પેમેન્ટ કરવાના હોય છે. આ બધા જ બિલની તારીખો યાદ રાખવી એક જફા છે. ફોનના રિચાર્જથી લઈને ડીટીએચ રિચાર્જ, ઈએમઆઈ સહિત બધાની લાસ્ટ પેમેન્ટ ડેટ યાદ રાખવી અને દરેક વખતે યાદ રાખીને મેન્યુઅલી પેમેન્ટ કરવું એક અઘરું કામ છે. ઘણીવાર આપણે આટલા બધામાંથી એકાદ પેમેન્ટ ચૂકી જઈએ છીએ અથવા તો લેટ પેમેન્ટ કરીએ છીએ.

આવી સ્થિતિમાં ઓટો પે સુવિધા કામ લાગે છે. ઓટો પે સુવિધા લગભગ બધી જ બેન્કિંગ એપ્સ અને સર્વિસ દ્વારા આપવામાં આવે છે. એટલે સુધી કે Paytm, Google Pay, Phone Pay જેવી UPI એપ્સ પણ યુઝર્સનું કામ સરળ બનાવવા માટે ઓટો પે જેવી સુવિધા આપે છે.
શું છે AutoPay અને કેવી રીતે ઉપયોગી છે આ સુવિધા?
ઓટો પે, જેવું તેનું નામ છે, તે મુજબ જ પેમેન્ટ પ્રક્રિયા સરળ બનાવવા માટે બેન્કિંગ અથવા યુપીઆઈ એપ્સ દ્વારા આપવામાં આવતી એક સુવિધા છે. દાખલા તરીકે દર મહિને તમારા ગેસનું બિલ એક નક્કી તારીખે આવે છે. ધારો કે આ બિલ 5 તારીખે આવે છે અને પેમેન્ટની છેલ્લી તારીખ 15 છે. આવી સ્થિતિમાં તમે કોઈ મેન્યુઅલ કામગીરી કર્યા વગર આ બિલનું પેમેન્ટ ઓટોમેટિક થઈ જાય, તે માટે 5થી 15ની વચ્ચે એક તારીખ નક્કી કરી શકો છો.
આ સુવિધા હોમ લોનના ઈએમઆઈ, પોસ્ટપેઈડ મોબાઈલ બિલ, લાઈટ બિલ, ટીવીના રિચાર્જ જેવા મામલે ઉપયોગી થાય છે. જેને કારણે તમે બિલની તારીખ ચૂકી જવા પર લાગતી લેટ ફીથી બચી શકો છો. જો તમારી પાસે ઓટીટી સબસ્ક્રિપ્શન છે, અને દર મહિને પેમેન્ટ કરવાનું છે, તો આ ઓટો પે સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી દર મહિને ઓટોમેટિક તમારું પેમેન્ટ થઈ જશે.
કેવી રીતે કામ કરે છે ઓટો પે ફીચર?
- આ ફીચર અંતરગ્ત યુઝર્સ 1 રૂપિયાથી લઈને 5000 રૂપિયા વચ્ચેની પેમેન્ટ રકમ નક્કી કરી શકે છે.
- યુઝર્સ પોતાની જરૂરિયાતો મુજબ પેમેન્ટને ચેન્જ કરવાથી લઈને રોકવા સુધીના ફીચર્સનો પણ ઉપયોગ કરી શકે છે.
- આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે મેમ્બરશિપ પ્લાન એટલે કે ઈએમઆઈ, બિલ જેવો પ્રકાર સિલેક્ટ કરવાનો છે.
- બાદમાં યુઝર્સે UPI પિન નાખીને જરૂરી પેમેન્ટને વેરિફાઈ કરવું પડશે. આ પ્રક્રિયા એક જ વખત કરવાની છે.
- યુઝર્સે સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક પેમેન્ટ કરવાનું છે, તે મુજબ ટાઈમ પણ સિલેક્ટ કરવાનો છે.
Paytm, Gpay અને અન્ય UPI એપ્સ પર કેવી રીતે ઓન કરશો ઓટો પે ઓપ્શન?
અહીં આપણે માત્ર પેટીએમ માટેના સ્ટેપ્સ સમજીશું. દરેક યુપીઆઈ એપમાં ઓટો પે ઓપ્શન ઓન કરવાની પ્રક્રિયા લગભગ એક સરખી છે.
1. સૌથી પહેલા પેટીએમમાં ઓટો પે સેટ કરો.
2. આ માટે નક્કી કરો કે તમારું બેન્ક અકાઉન્ટ જેમાંથી તમારે પેમેન્ટ કરવું છે, તે સિલેક્ટેડ છે અને તે યુપીઆઈ પેમેન્ટને સપોર્ટ કરે છે.
3. હવે પેટીએમ એપ ઓપન કરો, અને ઓટોમેટિક પેમેન્ટ ઓપ્શન સર્ચ કરો.
4. બાદમાં તમારે UPI ઓટોમેટિક પેમેન્ટ ઓપ્શન પસંદ કરવાનો છે.
5. હવે જમણી બાજુ ઉપરની તરફના ખૂણામાં સેટઅપ નાવનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
6. તમે ઓટીટી સર્વિસ, રિચાર્જ, બિલ, LIC, PNG સહિતની ઉપલબ્ધ સર્વિસમાંથી એક પસંદ કરી શકો છો.
7. જરૂરી માહિતી નોંધીને હવે બેન્ક અકાઉન્ટ પસંદ કરો, જેમાંથી તમારે દર મહિને પેમેન્ટ કરવું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications