Airtel Smart Missed Call Alert ફીચરનો આ રીતે કરો ઉપયોગ

By Gizbot Bureau
|

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલ પોતાના યુઝર્સ માટે સ્માર્ટ મિસ્ડ કૉલ એલર્ટ ફીચર લઈને આવી છે. જ્યારે તમારું સિમકાર્ડ નેટવર્ક એરિયાની બહાર હશે, ત્યારે જો કોઈ તમને કોલ કરશે, તો તે કોલ તમને મિસ્ડ કૉલ એલર્ટ તરીકે દર્શાવવામાં આવશે. આમ તો આ કોઈ ખાસ યુનિક ફીચર નથી, કારણ કે જિયો પોતાના યુઝર્સને આ સુવિધા પહેલાથી જ આપી રહ્યું છે. એરટેલ સ્માર્ટ મિસ્ડ કૉલ એલર્ટ યુઝર્સ ત્યારે જ વાપરી શક્શે, જ્યારે યુઝર્સ એરટેલ થેન્ક્સ એપ પર જશે અને મિસ્ડ કૉલ એલર્ટ સેક્શનમાં ક્લિક કરશે.

Airtel Smart Missed Call Alert ફીચરનો આ રીતે કરો ઉપયોગ

જાણો કોણે કર્યો તમને કૉલ

આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. એરટેલના યુઝર્સ માટે આ ફીચર કામનું સાબિત થવાનું છે. કેટલીકવાર આપણે ખૂબ જ સામાન્ય કારણોસર પણ જરૂરી કોલ્સ મિસ કરી દઈએ છીએ. બાદમાં આવા મિસ્ડ કોલ વિશે આપણને જાણ નથી થતી, કારણ કે નેટવર્ક કવરેજની બહાર હોવાને કારણે ન તો તે કોલ આણા મોબાઈલ પર ડિસ્પ્લે થાય છે, ન તો તેની રિંગટોન સંભળાતી. પરંતુ આ સ્માર્ટ મિસ્ડ કૉલ એલર્ટને કારણે હવે એરટેલના યુઝર એ જાણી શક્શે, કે જ્યારે તેઓ નેટવર્ક કવરેજ એરિયાની બહાર હતા, ત્યારે કોણે કોણે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી.

એરટેલના આ યુઝર્સને મળશે સુવિધા

જો તમે એરટેલનું સિમકાર્ડ યુઝ કરી રહ્યા છો, પછી તે પોસ્ટપેઈડ હોય કે પ્રિપેઈડ તો તમે એરટેલ થેન્ક્સ એપ દ્વારા આ સ્માર્ટ મિસ્ડ કૉલ ફીચરનો ફાયદો લઈ શક્શો. એક્ટિવ વોઈસ કોલિંગ કનેક્શન ધરાવતો કોઈ પણ એરટેલ યુઝર આ સુવિધાનો લાભ લઈ શક્શે, પછી ભલે તમારો પ્લાન કોઈ પણ હોય.

સ્માર્ટ મિસ્ડ કૉલ એલર્ટ ફીચરનો આ રીતે કરો ઉપયોગ

1. સૌથી પહેલા એરટેલ યુઝર્સે આ ફીચરનો યુઝ કરવા માટે એરટેલ થેન્ક્સ એપ ડાઉનોલડ કરવી પડશે.

2. બાદમાં આ એપ ઓપન કરીને તમારે તમારા નામ અને ફોન નંબર દ્વારા સાઈન અપ કરવાનું છે.

3. હવે તમારી સ્ક્રીન પર જે દેખાય છે તે સ્માર્ટ મિસ્ડ કૉલ એલર્ટ આઈકન પર ક્લિક કરો.

4. અહીં Turn on missed call alerts ઓપ્શન પર ક્લિક કરો.

આ ફીચર જેવું એક્ટિવેટ થશે, કે તરત જ તમારા મોબાઈલની સ્ક્રીન પર તમે જે કોલ મિસ કર્યા છે, તેનું આખું લિસ્ટ જોવા મળશે. અહીં, લિસ્ટમાં જે નામ દેખાય છે, તેના પર ક્લિક કરીને તમે તે વ્યક્તિને ફોન કરી શકો છો, કે મેસેજ કરી શકો છો.

જિયોની સુવિધા છે વધુ સરળ

આ સ્માર્ટ મિસ્ડ કોલ એલર્ટની સર્વિસ મેળવવા માટે એરટેલ યુઝર્સે એરટેલ થેન્ક્સ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. જો કે આ સુવિધા પહેલેથી જ આપતા જિયોની સર્વિસ આ મામલે વધુ સારી છે. જીયો યુઝર્સે આ સુવિધા મેળવવા માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની કે કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. જ્યારે જ્યારે જીયો યુઝર્સ કોઈ કોલ મિસ કરે છે, ત્યારે જિયો તરફથી તેમણે કોનો કોલ મિસ કર્યો, તેની માહિતી મેસેજ કરીને આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How to use Airtel Smart Missed Call Alert feature

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X