Just In
Digilocker પર આ બે સરળ રીતે અપલોડ કરો જરૂરી દસ્તાવેજ
જરૂરી સરકારી દસ્તાવેજો એક જ જગ્યાએ રાખવા માટે અને સાથે લઈને ફરવા માટે Digilocker એપ ખૂબ જ ઉપયોગી છે. Digilocker વેબસાઈટ દ્વારા અને એપ્લીકેશન બંને રીતે વાપરી શકાય છે. Digilocker વાપરવા માટે એક યુઝર પાસે આધાર કાર્ડ હોવું અથવા તેનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જરૂરી છે, જો આટલું હશે તો તમે આ ડિજિટલ સર્વિસનો ઉપયોગ સરળતાથી કરી શક્શો. તમારા બધા જ જરૂરી સરકારી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ વગેરે બધું જ ડિજિલોકરમાં સ્ટોર કરી શકાય છે. Digilockerની અપલોડિંગ સ્પેસ લિમિટ 1 જીબી છે.

શું છે DigiLocker?
ડિજિલોકર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ડિજિટલ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. આ ડિજિલોકરમાં તમે તમારા મહત્વના સરકારી દસ્તાવેજની ઈ કોપી રાખી શકો છો. પરિણામે તમારે આ તમામ જરૂરી મહત્વના દસ્તાવેજ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને ફરવું પડતું નથી. ડિજિલોકરમાં ઈ સાઈનની સુવિધા પણ છે. જેના દ્વારા તમે ડિજિટલ સાઈન કરી શકો છો. હાલ દેશમાં લાખો યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.
Digilockerમાં દસ્તાવેજ અપલોડ કરવા માટે આ સ્ટેપ્સ અનુસરો.
1. સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં ડિજિલોકરનું વેબપેજ https://www.digilocker.gov.in/ લોગ ઈન કરો.
2. હવે તમારી ડિટેઈલ્સ ઈનપુટ કરીને સાઈન ઈન કરો.
3. સૌ પ્રથમ Drive લખેલો ઓપ્શન તમને ડાબી બાજુ મેન્યુ બારમાં જોવા મળશે.
4. અહીં તમે Upload Fileનો ઓપ્શન જોઈ શક્શો. જ્યાંથી તમે તમારી સિસ્ટમમાંથી ફાઈલ્સ અપલોડ કરી શકો છો.
એપ દ્વારા સ્માર્ટ ફોન પર આ રીતે Digilockerમાં દસ્તાવેજ કરો અપલોડ
1. તમારા સ્માર્ટ ફોનમાં Digilocker ની એપ ઓપન કરો.
2. હવે તમારા અકાઉન્ટમાં સાઈન ઈન કરવાનું રહેશે.
3. અહીં તમને જમણી બાજુ નીચેના કોર્નર પર Menu નો વિકલ્પ મળશે.
4. હવે Digilocker Drive ઓપ્શન પર ટેપ કરો.
5. અહીં તમને Upload Fileનો વિકલ્પ દેખાશે. જ્યાંથી તમે તમારા ડિવાઈસમાં રહેલી ફાઈલ્સ અપલોડ કરી શક્શો.
Whatsapp પર પણ મેળવી શકાય છે Digilockerના દસ્તાવેજ
- ડિજિલોકરના દસ્તાવેજ ફોન પર મેળવવા માટે તમારે તમારા ફોનમાં +91-9013151515 નંબર સેવ કરવાનો રહેશે.
- હવે વ્હોટ્સ એપ ઓપન કરીને તેમાં કોન્ટેક્ટ્સમાં તમે આ નંબર જોઈ શક્શો.
- આ નંબરની ચેટ વિન્ડો ખોલવા માટે My Gov હેલ્પ ડેસ્ક પર ક્લિક કરો.
- ચેટ બોટને સક્રિય કરવા માટે નમસ્તે, હાય અથવા ડિજિલોકર ટાઈપ કરીને મેસેજ કરો.
- હવે ચેટબોટ જવાબમાં તમને જુદા જુદા ઓપ્શન આપશે. જેમાંથી તમારે ડિજિલોકર સર્વિસિઝ પર ક્લિક કરવાનું છે.
- બાદમાં ચેટબોટ તમને પૂછશે કે શું તમારી પાસે ડિજિટલોકર અકાઉન્ટ છે?
- હવે ચેટબોટ તમારી પાસે 12 આંકડાનો આધાર નંબર માગશે. વ્હોટ્સ એપ દ્વારા જરૂરી દસ્તાવેજ મેળવવા માટે ડિજિલોકર અકાઉન્ટની લિંક પ્રમાણિત કરવી જરૂરી છે.
- આ માટે તમારે ઓટીપી ઈનપુટ કરવો પડશે.
- ઓટીપી પ્રમાણિત થયા બાદ ડિજિટલોકર ચેટબોટ તમારા અકાઉન્ટમાં રહેલા દસ્તાવેજોની યાદી આપશે. તમે એક સમયે એક દસ્તાવેજ ડાઉનલોડ કરી શકો છો.
- ડાઉનલોડ કરવા માટે જે તે દસ્તાવેજમાં રજિસ્ટર્ડ ફોન નંબર ટાઈપ કરીને મેસેજ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470