Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
EPFOની વેબસાઈટ પર બેન્ક અકાઉન્ટ ડિટેઈલ્સ ઓનલાઈન કરો અપડેટ, આ છે સ્ટેપ્સ
જો તમે કોઈ પબ્લિક કે પ્રાઈવેટ કંપનીમાં કામ કરી રહ્યા છો, તો મોટા ભાગે તમે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડનો ભાગ હશો. હવે જો તમારે ઈપીએફમાં તમારું બેન્ક અકાઉન્ટ એડ કરવું છે કે પછી અપડેટ કરવું છે, તો તમારે ઈપીએફઓની વેબસાઈટમાં લોગઈન કરવું પડશે, અને એક પ્રોસેસ કરવી પડશે. એકવાર તમે આઈપીએફ અકાઉન્ટમાં લોગઈન કરશો, તો તમે બેન્ક અકાઉન્ટ અપડેટ કરવાની સાથે સાથે તમારું પીએફ બેલેન્સ પણ ચેક કરી શક્શો.

ચાલો, જાણીએ કે તમે કેવી રીતે તમારી બેન્ક અકાઉન્ટ ડિટેઈલ્સ ઈપીએફ અકાઉન્ટમાં ઓનલાઈન ઘરે બેઠા બેઠા અપડેટ કરી શકો છો. આ માટે તમારે બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે અને તમારી પાસબુકમાં બેન્ક અકાઉન્ટ ડિટેઈલ્સ અપડેટ થઈ જશે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે EPFO યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર જવાનું છે. તમે ગૂગલ સર્ચ કરીને ઈપીએફઓની વેબસીટ પર જઈ શકો છો, અથવા તો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પણ તમે આ વેબસાઈટ પર જઈ શકો છો. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
સ્ટેપ 2: હવે અહીં તમારો UAN નંબર અને પાસવર્ડ એન્ટર કરો. બાદમાં કેપ્ચા કોડ એન્ટર કરીને સાઈન ઈન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે Manage ટેબ પર જઈને તેના પર ટેપ કરો.
સ્ટેપ 4: અહીં તમને એક ડ્રોપડાઉન મેન્યુમાં KYCનો ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 5: હવે બેન્કની લિસ્ટમાંથી તમારું અકાઉન્ટ જે બેન્કમાં છે તે સિલેક્ટ કરો.
સ્ટેપ 6: બાદમાં તમારો બેન્ક અકાઉન્ટ નંબર, નામ અને IFSC કોડ એન્ટર કરો.
સ્ટેપ 7: હવે સેવ બટન પર ટેપ કરો.
એકવાર તમે આ બધા જ સ્ટેપ્સ ફોલો કરી લો અને તમારા એમ્પલોયર તેને અપ્રૂવ કરી લેશે, એટલે તમારા અપ્રૂવ્ડ કેવાયસી સેક્શનમાં તમારી નવી બેન્ક ડિટેઈલ્સ દેખાવા લાગશે.
EPF પાસબૂક જોવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા EPFOની વેબસાઈટના હોમ પેજ પર જાવ. અથવા તો નીચે આપેલી લિંકને તમારા બ્રાઉઝરમાં કોપી પેસ્ટ કરો. https://www.epfindia.gov.in/
સ્ટેપ 2: હવે ઉપરની તરફ ડાબી બાજુ દેખાતા સર્વિસ મેન્યુ પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે For Employees બટન પર ટેપ કરો.
સ્ટેપ 4: બાદમાં Member Passbook પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે તમારે UAN નંબર અને પાસવર્ડ પર ટેપ કરો. બાદમાં કેપ્ચા એન્ટર કરીને સાઈન ઈન પર ટેપ કરો.
સ્ટેપ 6: એકવાર તમે સાઈન ઈન કરી લો છો, તો તમારી સ્ક્રીન પર બધી જ ડિટેઈલ્સ દેખાશે. જેમાં તમે ઈપીએફ પાસબૂક પણ જોઈ શક્શો અને ડાઉનલોડ પણ કરી શક્શો.
સ્ટેપ 7: તમારે જે પણ ફાઈનાન્શિયલ યરની પાસબુક ડાઉનલોડ કરવી છે, તે સિલેક્ટ કરો, કેપ્ચા એન્ટર કોર અને ડાઉનલોડ પર ક્લિક કરો.
તમારી ઈપીએફ પાસબુક ડાઉનલોડ થઈ જશે. બાદમાં તમે તેને સરળતાથી સ્ટડી કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications