Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Pay પર બદલો પ્રાઈમરી બેન્ક અકાઉન્ટ, ફોલો કરો સરળ સ્ટેપ્સ
હવે ઈન્ડિયા ડિજિટલ થઈ રહ્યું છે, ત્યારે મોટા ભાગે લોકો લેવડ-દેવડ અને ખરીદી પણ ઓનલાઈન જ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો હવે UPIનો જ ઉપયોગ કરીને પૈસાની ચૂકવણી કરે છે. આખો દેશ જ્યારે જુદી જુદી UPI એપ્સ વાપરી રહ્યો છે, ત્યારે Google Pay સૌથી વધુ વપરાટી UPI એપ્સમાંની એક છે. ગૂગલ પે દ્વારા તમે પૈસા મોકલી શકો છો, મેળવી શકો છો, ઓનલાઈન ખરીદી કરી શકો છો, અને તમારું બેન્ક બેલેન્સ પણ તપાસી શકો છો. આ એપ પરથી જ તમે ગેસબિલ, લાઈટ બિલ, ફોન બિલ ભરવા ઉપરાંત સંખ્યાબંધ કામો માત્ર આંગળીના ઈશારે કરી શકો છો.

જ્યારે ગૂગલ પે દ્વારા કોઈને પેમેન્ટ કરવાની વાત આવે છે, તો થોડા સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે આખરે તો તમે જે પૈસા વાપરી રહ્યા છો, તે તમારી મહેનતની કમાણી છે. સામાન્ય રીતે જ્યારે આપણે ગૂગલ પેનો ઉપયોગ શરૂ કરીએ, ત્યારે શરૂઆતના સેટઅપ દરમિયાન એક પ્રાઈમરી બેન્ક અકાઉન્ટને ગૂગલ પે સાથે લિંક કરીએ છીએ. જેથી જ્યારે જ્યારે કોઈ નાણાકીય લેવડ દેવડ ગૂગલ પે દ્વારા થાય ત્યારે પૈસા તેમાં જમા થાય અને તેમાંથી જ પેમેન્ટ થઈ જાય. પરંતુ ઘણીવાર એવું થાય છે કે બેન્કના સર્વરમાં કોઈ સમસ્યા સર્જાય, ત્યારે આપણે ગૂગલ પે દ્વારા ન તો પેમેન્ટ કરી શકીએ છીએ, ન તો પૈસા રિસીવ કરી શકીએ છીએ. કેટલીકવાર બેન્કની સર્વિસમાં ગરબડ થવાને કારણે પણ આવું થાય છે. સરવાળે કોઈ પણ કારણે ગૂગલ પે સાથે જોડાયેલું તમારું બેન્ક અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય, તો એપ પણ કામની નથી રહેતી.
આવા કિસ્સામાં પ્રાઈમરી બેન્ક અકાઉન્ટને હટાવીને બીજા બેન્ક અકાઉન્ટને લિંક કરવું જરૂરી હોય છે. તો ચાલો જાણીએ કે ગૂગલ પે પર તમે કેવી રીતે પ્રાઈમરી બેન્ક અકાઉન્ટને તાત્કાલિક રીતે બદલી શકો છો. ગૂગલ પે યુપીઆઈ એપ પર બેન્ક અકાઉન્ટ ચેન્જ કરવામાં કોઈ રોકેટ સાયન્સ નથી. માત્ર ગણતરીના સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે સરળતાથી આ કામ કરી શકો છો. જે બાદ તમારા નાણાકીય વ્યવહારો અટકશે નહીં, પરંતુ દોડવા લાગશે.
Google Pay પર પ્રાઈમરી બેન્ક અકાઉન્ટ કેવી રીતે બદલશો?
નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરતા પહેલા એ ખાસ ચેક કરી લો કે તમે Google Payનું લેટેસ્ટ વર્ઝન યુઝ કરી રહ્યા છો. કારણ કે જૂના વર્ઝનની કેટલીક મર્યાદાઓ હોય છે, જે અપડેટેડ વર્ઝનમાં દૂર કરવામાં આવે છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ કે આઈફોન માં ગૂગલ પે એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે જમણી તરફ ઉપરની બાજુના ખૂણામાં પ્રોફાઈલ પર ટેપ કરો. બાદમાં બેન્ક ખાતા પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે અહીં તમને તમારા બીજા લિંક્ડ બેન્ક અકાઉન્ટની સાથે સાથે પ્રાઈમરી બેન્ક અકાઉન્ટ પણ જોવા મળશે. ધ્યાન રાખો કે સૌથી પહેલા તમે જે અન્ય બેન્ક અકાઉન્ટને પ્રાઈમરી અકાઉન્ટ તરીકે સેટ કરવા માગો છો, તેને એક્ટિવ કરો. એકવાર ઓટીપી સાથે બેન્ક અકાઉન્ટ એક્ટિવ થાય બાદ તમે છેલ્લા સ્ટેપ પર જઈ શકો છો.
સ્ટેપ 4: હવે તમારે જે બેન્ક અકાઉન્ટને પ્રાઈમરી અકાઉન્ટ બનાવવું છે, તેના પર ટેપ કરો.
બસ કોઈ જ વધારાની પ્રક્રિયા વગર તમારું પ્રાઈમરી બેન્ક અકાઉન્ટ અપડેટ થઈ ગયું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications