Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar કાર્ડમાં ફોટો જૂનો થઈ ગયો છે, તો આ રીતે ફટાફટ કરો અપડેટ
આધાર કાર્ડ આપણા બધા જ માટે અગત્યનો દસ્તાવેજ છે. આધાર કાર્ડનો ઉપયોગ આપણે ઓળખ પત્ર તરીકે તો કરીએ જ છીએ, સાથે જ સરકારી યોજનાઓનો લાભ લેવા, બેન્કિંગના કાર્યો અને અન્ય સરકારી કામો કરવા માટે પણ કરીએ છીએ. તમે બિઝનેસ કરો છો, નોકરી કરો છો કે પછી સ્ટુડન્ટ છો, પરંતુ આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી, ફોટોગ્રાફ, એડ્રેસ, ઈમેઈલ આઈડી, ફોન નંબર અને ઘણી એવી માહિતી હોય છે, જે અપડેટેડ હોવી જરૂરી છે. આ માહિતી દ્વારા કોઈ પણ વ્યક્તિની ઓળખ કરી શકાય છે. તમે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારા આધાર કાર્ડની ડિટેઈલ્સ બદલી શકો છો. જો આધાર કાર્ડમાં તમારો ફોટો ખૂબ જૂનો થઈ ગયો છે, અથવા તો તમારું સરનામું કે નામ બદલાયું છે, તો ખાસ તરત જ તમારે આધાર કાર્ડ ડિટેઈલ્સ અપડેટ કરવી જોઈએ. ઘણા લોકોના આધાર કાર્ડને 10 વર્ષ કરતા વધુનો સમય થઈ ગયો છે. ઘણાના આધાર કાર્ડ તો ત્યારે બન્યા હતા, જ્યારે તેઓ સ્કૂલમાં ભણતા હતા, એટલે હવેની સ્થિતિમાં તમારે ફોટો બદલવો જરૂરી છે.

આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલશો?
આધાર કાર્ડમાં ફોટો બદલવાની અરજી કરતા પહેલા ધ્યાન આપો કે UIDAI આધાર કાર્ડ યુઝર્સને તેમની ડેમોગ્રાફિક ડિટેઈલ્સ જેમ કે નામ, એડ્રેસ, જન્મતારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેઈલને ઓનલાઈન ચેન્જ કરવાની સુવિધા આપે છે. જો કે બાયેમેટ્રિક ડિટેઈલ્સ જેમ કે ફિંગર ફ્રિન્ટ, આઈરિસ અને પોટોગ્રાફ ઓનલાઈન અપડેટ કરવા માટે તમારે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું જરૂરી છે, એટલે તમારે આધાર કેન્દ્ર પર જ જવું પડશે અને નોમિનલ ફી ચૂકવવી પડશે.
1. સૌથી પહેલા તો આ માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે. આ વેબસાઈટ છે uidai.gov.in
2. હવે આ વેબસાઈટ પર જઈને આધાર નામાંકન ફોર્મ ડાઉનલોડ કરો.
3. હવે આ ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
4. બાદમાં નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને ફોર્મ જમા કરાવો.
5. હવે આ કેન્દ્ર પર હાજર રહેલા એક્ઝિક્યુટિવ તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરશે, અને ડિટેઈલ્સ ચેક કરશે.
6. હવે આ અધિકારી આધાર કાર્ડમાં અપડેટ કરવા માટે તમારો લેટેસ્ટ ફોટો ક્લિક કરશે.
7. બાદમાં તમારી પાસે જીએસટી સહિત 100 રૂપિયાની ફી લેવામાં આવશે.
8. હવે તમને એક અપડેટ રિક્વેસ્ટ નંબર મળશે. જેનો ઉપયોગ કરીને તમે UIDAIની વેબસાઈટ પર જઈને ફોટો અપડેટ થયો કે નહીં તે ટ્રેક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications