Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
KYC Update કરો ઘરે બેઠા બેઠા, ફોલો કરો આ સ્ટેપ્સ
જો તમે પણ તમારું KYC અપડેટ કરવા ઈચ્છી રહ્યા છો, પરંતુ તમારી પાસે બેન્કમાં જવાનો સમય નથી. તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે બેન્કમાં જવાનું મુશ્કેલ બની જાય છે. કારણ કે તહેવાર કે રવિવારે બેન્ક પણ બંધ હોય છે, અને વીક ડેઝમાં ઓફિસ અવર્સમાંથી નીકળીને બેન્કમાં જઈ શકાતું નથી. આવી સ્થિતિમાં બેન્કની ઓનલાઈન સર્વિસઝ ખૂબ જ ઉપયોગી બને છે. આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે કેવી રતે તમે ઘરે બેસીને જ ઓનલાઈન KYC જાતે જ અપડેટ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં સૂચના આપવામાં આવી છે કે યુઝર્સે નિયમિત રીતે KYC અપડેટ રાખવા જરૂરી છે. તો ચાલો, જાણી લઈએ કે કયા સરળ સ્ટેપ્સને ફોલ કરીને તમે પણ ઘરેથી કોઈ પણ સમયે KYC સરળતાથી અપડેટ કરી શકો છો.

ધ્યાન રાખો કે તમે સેલ્ફ ડિક્લેરેશનની મદદથી ડિજિટલ રીતે ઘરે બેસીને KYC અપડેટ કરી શકો છો. આમ કરવાથી તમને બેન્કની લાંબી લાઈનમાં ઉભા રહેવાથી છૂટકારો મળશે, સાથે જ તમારો મહત્વપૂર્ણ સમય પણ બચશે. તમારે વારંવાર બેન્કના આંટા પણ નહીં રવા પડે. ઘરે બેસીને જ બેન્ક અકાઉન્ટનું KYC કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે તમારા આધાર કાર્ડની સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ફોન નંબર આધાર સાથે લિંક હશે, તો જ તમે ઓનલાઈન KYC અપડેટ કરી શક્શો. નહીં તો તમારે બેન્કમાં જ જવું પડશે. કારણ કે, ઓનલાઈન KYC કરતા સમયે તમારા આધાર લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
ઓનલાઈન KYC અપડેટ કરવા માટે આટલા સ્ટેપ્સ ફોલો કરો.
સૌથી પહેલા તમારી બેન્કના ઓનલાઈન પોર્ટલ કે વેબસાઈટ પર જાવ. અહીં તમારે નેટબેન્કિંગ ડિટેઈલ્સ ઈનપુટ કરીને લોગ ઈન કરવાનું છે. લોગ ઈન થઈ ગયા બાદ હવે તમારે KYC ટેબ શોધવાનો છે, અને તેના પર ટેપ કરવાનું છે. KYC ઓપ્શન પર ટેપ કર્યા બાદ તમારી સ્ક્રીન પર કેટલીક સૂચનાઓ જોવા મળશે. તમારે આ સૂચનાઓનું પાલન કરીને નામ ,એડ્રેસ વગેરે જેવી ડિટેઈલ્સ ભરવાની છે. હવે આ ડિટેઈલ્સ ભર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો. આગામી સ્ટેપમાં તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. આ દસ્તાવેજ અપલોડ કરવા માટે આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સના બંને તરફના ફોટોઝ તમારી પાસે હોવા જરૂરી છે.
હવે બધી ડિટેઈલ્સ ભર્યા બાદ ડોક્યુમેન્ટ્સને અપલોડ કરો અને બાદમાં સબમિટ બટન પર ટેપ કરો. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમને એક રિક્વેસ્ટ નંબર મળશે. બાદમાં બેન્ક તમને ઈણેઈલ અને મેસેજ દ્વારા તમારા રિક્વેસ્ટ સ્ટેટસ અંગે અપડેટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications